Bluetooth Security Tips 2026। ફોનનું બ્લૂટૂથ હંમેશા ઓન ન રાખશો, જરા સરખી બેદરકારીથી થઈ શકે છે મોટું નુકસાન

Bluetooth Security Tips 2026। સાયબર એટેકનો ખતરો ભીડભાડવાળી જગ્યાએ બ્લૂટૂથ ઓન રાખવું હેકર્સ માટે આમંત્રણ સમાન, પર્સનલ ડેટા અને પાસવર્ડ ચોરી થવાનો ભય.

by Janvi Soni
Bluetooth Security Tips 2026। ફોનનું બ્લૂટૂથ હંમેશા ઓન ન રાખશો, જરા સરખી બેદરકારીથી થઈ શકે છે મોટું નુકસાન

 

News Continuous Bureau | Mumbai

Bluetooth Security Tips 2026। આજના સમયમાં સ્માર્ટવોચથી લઈને હેડફોન સુધીના ઉપકરણોને કનેક્ટ કરવા માટે બ્લૂટૂથ અનિવાર્ય છે. ઘણા લોકો વારંવાર ઓનઓફ કરવાની ઝંઝટથી બચવા માટે બ્લૂટૂથ હંમેશા એક્ટિવ રાખે છે, પરંતુ સાયબર નિષ્ણાતોના મતે આ આદત જોખમી સાબિત થઈ શકે છે. ખાસ કરીને જ્યારે તમે ઘરની બહાર હોવ, ત્યારે બ્લૂટૂથ ઓન રાખવું હેકિંગનો ભય વધારે છે.

બ્લૂટૂથ ઓન રાખવાથી શું જોખમ થઈ શકે?

ઘરમાં રહીને બ્લૂટૂથ ઓન રાખવું અનુકૂળ છે, પરંતુ જાહેર સ્થળો, પબ્લિક ટ્રાન્સપોર્ટ કે ભીડભાડવાળી જગ્યાએ તે ખતરનાક બની શકે છે. સાયબર ગુનેગારો બ્લૂટૂથ દ્વારા તમારા ફોનમાં ‘માલવેર’ (એક પ્રકારનો વાયરસ) ઇન્સ્ટોલ કરી શકે છે. જો તમારો ફોન ભૂલથી કોઈ અજાણ્યા ડિવાઈસ સાથે કનેક્ટ થઈ જાય, તો હેકર્સ તમારા કોલ્સ, પાસવર્ડ અને બેંક એકાઉન્ટની વિગતો મેળવી શકે છે. હવે તો એવા એડવાન્સ સોફ્ટવેર પણ આવી ગયા છે જે પેરિંગ વગર પણ બ્લૂટૂથ દ્વારા ફોનમાં ઘૂસણખોરી કરી શકે છે.

અજાણી પેરિંગ રિક્વેસ્ટ સ્વીકારશો નહીં

જ્યારે તમે મુસાફરી કરી રહ્યા હોવ અથવા જાહેર સ્થળે હોવ, ત્યારે ક્યારેય કોઈ અજાણ્યા ઉપકરણમાંથી આવતી પેરિંગ રિક્વેસ્ટ (Pairing Request) ને એક્સેપ્ટ કરશો નહીં. જો તમે કોઈ બ્લૂટૂથ ડિવાઈસનો ઉપયોગ ન કરી રહ્યા હોવ, તો બ્લૂટૂથ બંધ રાખવું જ શ્રેષ્ઠ છે. આ એક નાનકડું પગલું તમને મોટા સાયબર ફ્રોડથી બચાવી શકે છે.

શું બ્લૂટૂથ ઓન રાખવાથી બેટરી ઉતરી જાય છે?

ઘણા લોકો માને છે કે બ્લૂટૂથ ઓન રાખવાથી બેટરી જલ્દી ખતમ થઈ જાય છે. જોકે, આધુનિક સ્માર્ટફોન્સમાં ટેકનોલોજી ઘણી એડવાન્સ થઈ ગઈ છે. જો તમે આખો દિવસ બ્લૂટૂથ ઓન રાખો તો પણ બેટરી માંડ 1 થી 2 ટકા જ વપરાય છે. તેથી બેટરીની ચિંતા કરવાને બદલે સુરક્ષાની દ્રષ્ટિએ બ્લૂટૂથનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવો જરૂરી છે.

👉 આ સમાચાર વાચો:
IPL 2026 Orange Cap Points Table। ઓરેન્જ કેપની રેસમાં મોટો ઉલટફેર! ૪ બેટ્સમેનોએ ૪૦૦ થી વધુ રન ઠપકાર્યા, જુઓ લેટેસ્ટ લિસ્ટ

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More