Site icon

લોન્ચ પહેલા ઇનોવા હાઇક્રોસની વિગતો આવી ગઇ છે સામે! એસયુવી સ્ટાઈલ લુક છે એટ્રેક્ટિવ

News Continuous Bureau | Mumbai

જ્યારે મલ્ટી પર્પઝ વ્હીકલ્સ (MPV’s) ની વાત આવે છે, ત્યારે સૌથી મોટું નામ ઉભરી રહ્યું છે તે ટોયોટા  ઇનોવા (Enova) છે. આ કાર (car)  દાયકાઓથી ભારતીય બજારમાં અસાધારણ રીતે સારું પ્રદર્શન કરી રહી છે. હવે ટોયોટા આ કારને નવા હાઇબ્રિડ (hycross car) અવતારમાં લોન્ચ કરવાની તૈયારી કરી રહી છે. કંપની આ કારને આગામી 25મી નવેમ્બરે રજૂ કરી શકે છે, તેની સાથે કંપની દ્વારા ટીઝર ઇમેજ પણ શેર કરવામાં આવી હતી. જો કે આ MPV હજુ લોન્ચ થવાથી દૂર છે, પરંતુ તે પહેલા તેના એક્સટીરિયરની સ્પષ્ટ તસવીર ઇન્ટરનેટ પર ધૂમ મચાવી રહી છે.  

Join Our WhatsApp Community

જેમ કંપની દાવો કરી રહી છે, તેમાં ઘણી SUV સ્ટેન્સ જોવા મળી રહી છે. ટોયોટા તેની નવી ઇનોવા હાઇક્રોસને (hycross car)  મજબૂત હાઇબ્રિડ એન્જિન સાથે રજૂ કરશે, પહેલા તેને ઇન્ડોનેશિયાના બજારમાં લોન્ચ કરવામાં આવશે, ત્યારબાદ તેને ભારતમાં લોન્ચ કરવાની યોજના છે. ટોયોટા ઇન્ડોનેશિયાએ આ MPVની કેટલીક ટીઝર ઇમેજ પણ બહાર પાડી છે, જેના આધારે એવું કહેવામાં આવી રહ્યું છે કે નવી ઇનોવામાં SUV વ્હીકલના ગુણ પણ જોવા મળશે.

નવી ઇનોવામાં (Enova) કંપની એસયુવી સ્ટાઇલ નોઝ અને બમ્પર આપી રહી છે. અહેવાલો અનુસાર, તે વર્તમાન (Enova)  ઇનોવા ક્રિસ્ટા કરતાં કેબિનની અંદર વધુ જગ્યા સાથે આવશે. કારમાં બીગ સાઇઝનું પેનોરેમિક સનરૂફ જોવા મળી રહ્યું છે. આ પહેલીવાર છે જ્યારે ટોયોટા ઇનોવામાં આટલું મોટું સનરૂફ આપવામાં આવી રહ્યું છે. અગાઉ કંપનીએ ઇનોવા ક્રિસ્ટામાં સ્ટાન્ડર્ડ સાઇઝનું સનરૂફ આપ્યું હતું જ્યારે ફર્સ્ટ જનરેશન મોડલમાં સનરૂફ બિલકુલ સામેલ નહોતું.

કંપનીના પેનોરેમિક સનરૂફ ઉપરાંત કારને ત્રીજી હરોળમાં બેઠેલા મુસાફરો માટે ડેડીકેટેડ એસી વેન્ટ પણ મળે છે. કંપનીએ એ પણ કન્ફોર્મ કર્યું છે કે નવી ઇનોવાને હાઇબ્રિડ પાવરટ્રેન સાથે પણ ઓફર કરવામાં આવશે. એવી અપેક્ષા છે કે કંપની હાઇબ્રિડ ટેક્નોલોજી સાથે 2.0-લિટર નેચરલ એસ્પિરેટેડ પેટ્રોલ એન્જિન રજૂ કરશે. ટોયોટાએ તેના એક્સટીરિયરની એક તસવીર પણ શેર કરી હતી, જેને જોઇને અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે કંપનીએ તેને થોડો સ્પોર્ટી લુક આપતાં તેને SUVનો ફીલ આપ્યો છે.

આ સમાચાર પણ વાંચો: મુંબઈની નજીક આવ્યો ભૂકંપ. લોકોમાં ફફડાટ

નવી (Enova hycross) ઇનોવા હાઇક્રોસ V- આકારમાં મોટું બોનેટ ધરાવે છે, અને ક્રોમ એક્સેંટ, નીચેના ભાગમાં હાઇ માઉન્ટેડ હેડલેમ્પ્સ જેવી સુવિધાઓ તેના દેખાવને વધુ આકર્ષક બનાવે છે. આગળના ભાગમાં ફોગલેમ્પ્સ અને સિંગલ યુનિટ એરડેમ આપવામાં આવ્યા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર નવી ઇનોવા સાઇઝમાં મોટી હશે, તેની લંબાઇ 4.7 મીટર છે અને તેને 2,850mmનો વ્હીલબેસ આપવામાં આવી રહ્યો છે, જે તેને ઇનોવા ક્રિસ્ટા કરતા પણ મોટો બનાવે છે.

કાર આ ફિચર્સથઇ સજ્જ હોઇ શકે

એવું કહેવામાં આવી રહ્યું છે કે આ કારમાં (Car) મલ્ટી-લેયર ડેશબોર્ડ અને નવા ડિઝાઇન કરાયેલા સેન્ટર કન્સોલ અને સ્ટીયરિંગ વ્હીલ શામેલ હશે. આ નવા ફેરફારો કંપનીની લેટેસ્ટ જનરેશન Voxy MPVમાંથી પ્રેરણા લઇને થઇ શકે છે. આ સિવાય મોટી ટચસ્ક્રીન ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ, ક્લાઇમેટ કંટ્રોલ, ટચ સેન્સિટિવ HVAC કંટ્રોલ, 360-ડિગ્રી કેમેરા અને બીજી હરોળમાં કેપ્ટન સીટ વગેરે આપી શકાય છે.

આ સમાચાર પણ વાંચો: સેના પીઓકે પર કબજો કરવા તૈયાર છે, માત્ર ઓર્ડરની રાહ જોવાઈ રહી છે; લેફ્ટનન્ટ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીનું નિવેદન

ક્યારે લોન્ચ થશે

કંપનીની નવી ઇનોવા હાઇક્રોસનું બુકિંગ 25મી નવેમ્બરથી શરૂ થઇ શકે છે અને તેની કિંમત આગામી ઓટો એક્સપો 2023 દરમિયાન જાહેર કરી શકાય છે. ટોયોટાની આ પહેલી કાર હશે જે એકવાર લોન્ચ થયા પછી ડીઝલ એન્જિન ઓપ્શનને દૂર કરશે. તાજેતરમાં ટોયોટાએ સત્તાવાર રીતે ઇનોવા ડીઝલ માટે બુકિંગ બંધ કરી દીધું છે. નવી ઇનોવા હાઇક્રોસની ડિલિવરી જાન્યુઆરીના મધ્યથી શરૂ થવાની ધારણા છે.

Zoho: વોટ્સએપને ટક્કર આવી ગયું ઝોહોનું દેશી મેસેજિંગ એપ અરટ્ટાઈ, જાણો શું છે તેની ખાસિયત
AI Video: હવે સોશિયલ મીડિયા પર મચશે ધમાલ! મેટા એ લોન્ચ કર્યું નવું પ્લેટફોર્મ, ચપટીમાં બનશે AI વીડિયો.
Bengaluru Traffic Police: બેંગ્લોર ના ડ્રાઈવરો થઇ જાઓ સાવધાન,હવે ગાડી ચાલતા જ જાણી શકાશે કેટલા ચલણ છે પેન્ડિંગ,ટ્રાફિક પોલીસ એ લોધો આ ટેક્નોલોજી નો સહારો
OpenAI: એ લોન્ચ કર્યું ફીચર, જાણો કેવી રીતે થશે તેનો ઉપયોગ.
Exit mobile version