News Continuous Bureau | Mumbai
Mark Zuckerberg: ફેસબુક, ઈન્સ્ટાગ્રામ અને વોટ્સએપની પેરન્ટ કંપની મેટાએ ( Meta ) આ વર્ષનો તેમનો વાર્ષિક રિપોર્ટ ( Annual Report ) રજૂ કર્યો હતો. જેમાં કહેવામાં આવ્યું હતું કે, ફેસબુકના સહ-સ્થાપક માર્ક ઝકરબર્ગનું ગમે ત્યારે મૃત્યુ ( Death ) થઈ શકે છે, મેટા કંપનીના આ નિવેદન પાછળનું કારણ માર્ક ઝકરબર્ગની સાહસ અને તેમની જીવનશૈલી છે. ઉલ્લેખનીય છે કે, માર્ક ઝકરબર્ગ માત્ર ટેક્નોલોજીમાં જ એક્સપર્ટ નથી પરંતુ તેમને એડવેન્ચર લાઈફ પણ પસંદ છે. તેમના આ સાહસ વૃત્તિમાં ખતરનાક જિયુ જિત્સુ ફાઈટ પણ સામેલ છે. આ વાતને ધ્યાનમાં રાખીને મેટાએ કહ્યું છે કે તેમની આ સાહકિત વૃત્તિઓ જ તેમના માટે ઘાતક સાબિત થઈ શકે છે અને આમાં તે મરી પણ શકે છે.
મેટા દર વર્ષે તેનો વાર્ષિક અહેવાલ રજૂ કરે છે. આ વખતે કંપનીએ પોતાના વાર્ષિક રિપોર્ટમાં એક એવી વાત કહી છે, જેણે આખી દુનિયાને ચોંકાવી દીધી છે. આ રિપોર્ટમાં લખવામાં આવ્યું છે કે, એટલે કે મેટાના સીઈઓ માર્ક ઝુકરબર્ગ તેમની જીવનશૈલીમાં ઘણી જોખમી પ્રવૃત્તિઓ કરતા રહે છે, જેમ કે ( Extreme sports ) એક્સ્ટ્રીમ સ્પોર્ટ્સ, કોમ્પેક્ટ સ્પોર્ટ્સ અને રિક્રિએશનલ એવિએશન વગેરે.
મિક્સ્ડ માર્શલ આર્ટના ( mixed martial arts) કારણે અત્યાર સુધીમાં માત્ર 20 લોકોના મોત થયા છેઃ અહેવાલ..
આ પ્રવૃત્તિઓમાં ગંભીર ઈજા અને મૃત્યુનું જોખમ ઘણું ઊંચું હોય છે. સોશિયલ મીડિયા પ્રવકર્તાએ તેમના આ અહેવાલમાં કહ્યું હતું કે, તેના સ્થાપક સ્પર્ધાત્મક MMAના ખુબ શોખીન છે. જેના કારણે તેમને ગયા વર્ષે ગંભીર ઈજા થઈ હતી અને ઘણા ફેક્ચર માટે સર્જરી પણ કરાવવી પડી હતી.
મેટાના અહેવાલમાં વઘુમાં જણાવવામાં આવ્યું છે કે, “જો માર્ક ઝકરબર્ગ તેમની આવી સાહસિક વૃત્તિના કારણસર કંપનીમાં અનુપલબ્ધ થાય છે, તો અમારી (મેટા કંપની) કામગીરીને નોંધપાત્ર રીતે પ્રતિકૂળ અસર થઈ શકે છે.”
આ સમાચાર પણ વાંચો : Pakistan Election 2024: પાકિસ્તાનમાં ચૂંટણી પહેલા પોલિસ સ્ટેશનમાં થયો આતંકી હુમલો,10 પોલીસકર્મીઓ શહીદ, આ આતં કી જુથે લીધી જવાબદારી..
નોંધનીય છે કે, મિક્સ્ડ માર્શલ આર્ટના કારણે મરનારા લોકોની સંખ્યા બહુ વધારે નથી. અત્યાર સુધીમાં મિક્સ્ડ માર્શલ આર્ટના કારણે માત્ર 20 લોકોના મોત થયા છે. મેટાના આ અહેવાલ બાદ કંપનીના શેરમાં નોંધપાત્ર વધારો થયો છે. બ્લૂમબર્ગના અહેવાલ મુજબ, શુક્રવારે માત્ર એક જ દિવસમાં, કંપનીએ તેના ખિસ્સામાં $ 200 બિલિયન જમા કરાવ્યા હતા, જે એક દિવસમાં કોઈપણ કંપની દ્વારા ઉમેરવામાં આવેલી સૌથી વધુ રકમ છે.
એક દિવસમાં કોઈપણ કંપની દ્વારા ઉમેરાયેલ સૌથી વધુ મૂલ્ય છેઃ બ્લૂમબર્ગના રિપોર્ટ..
મેટાના આ રિપોર્ટ બાદ કંપનીના શેરમાં ઉછાળો આવ્યો હતો. શુક્રવારે, મેટાના શેરમાં નોંધપાત્ર વધારો થયો હતો અને કંપનીએ માત્ર એક જ દિવસમાં 200 અબજ ડોલર તેમની સંપત્તિમાં ઉમેર્યા હતા. બ્લૂમબર્ગના રિપોર્ટ અનુસાર, આ એક દિવસમાં કોઈપણ કંપની દ્વારા ઉમેરાયેલ સૌથી વધુ મૂલ્ય છે.
જોકે, કંપનીના શેરમાં ઉછાળાનું કારણ માત્ર માર્ક ઝકરબર્ગ વિશે આપવામાં આવેલી માહિતી નથી. પરંતુ, કંપનીએ પ્રથમ વખત તેના ડિવિડન્ડની જાહેરાત કરી છે. કંપની તેના તમામ શેરધારકોને ડિવિડન્ડ આપશે. આ જાહેરાત બાદ મેટાના શેરમાં 20 ટકાનો વધારો થયો છે.