News Continuous Bureau | Mumbai
ગોદરેજ એપ્લાયન્સિસે એની ડાર્ક એડિશન રેફ્રિજરેટર્સની રેન્જ પ્રસ્તુત કરી છે, જે મેટ્ટ બ્લેક, ગ્લાસ બ્લેક, ઓનીક્સ બ્લેક, આઇસ બ્લેક અને ફોસિલ સ્ટીલ જેવા કલરમાં 19 SKUs ધરાવે છે. રેન્જ ક્લાસિક પ્રીમિયમ ફિનિશ સાથે ડિઝાઇનની ખાસિયતો, બોલ્ડ-ડાર્ક કલરનું એક્ષ્ટેરિયર્સ ધરાવે છે. આ ક્લાસિક પ્રીમિયમ ફિનિશ આધુનિ રસોડાની શોભામાં વધારો કરે છે. રેન્જને જગ્યાનો અસરકારક રીતે ઉપયોગ કરવા કાળજીપૂર્વક ડિઝાઇન કરેલા ઇન્ટેરિયર્સ સાથે બનાવવામાં આવે છે, જે અદ્યતન કૂલિંગ ટેકનોલોજીઓ સાથે સજ્જ છે.
બ્લેક લાવણ્ય દર્શાવે છે, જે રુમને આધુનિક લૂક આપે છે અને ગ્રાહકો માટે ‘ન્યૂ કૂલ’ ગણાય છે. ભારતમાં કેટલાંક વિસ્તારોમાં ડાર્ક કલર્સમાં હોમ એપ્લાયન્સિસ માટેની માગ વધી છે અને આ શોપફ્લોર પર ઊડીને આંખે પણ વળગે છે. આ પ્રવાહને સમજીને ગોદરેજ એપ્લાયન્સિસે ડાર્ક ફેશિયા રેફ્રિજરેટર્સની બહોળી રેન્જ વિકસાવી છે, જેમ કે ઇઓન વેલ્વેટ, NXW ઑરા, ઇઓન વેલોર કન્વર્ટિબ્લ, ઇઓન વાઇબ કન્વર્ટિબ્લ, ઇઓન ક્રિસ્ટલ, એજ જાઝ. શ્રેષ્ઠ લૂક્સ સાથે આ રેફ્રિજરેટર્સ 4-ઇન-1 ફૂલ કન્વર્ટિબ્લ મોડ, નેનો શીલ્ડ ટેકનોલોજી (પેટન્ટ માટે અરજી કરી છે) જેવી કેટલીક અદ્યતન ટેકનોલોજીઓ ધરાવે છે, જે 95%+ ફૂડ સર્ફેસ ડિસઇન્ફેક્શન, 30 દિવસ સુધી ખેતર જેવી તાજગી, સચોટ કૂલિંગ માટે કૂલ બેલેન્સ ટેકનોલોજી, બોટલ અને આઇસના ઝડપી કૂલિંગ માટે ટર્બો કૂલિંગ ટેકનોલોજી ઓફર કરે છે.
આ સમાચાર પણ વાંચો : નારીશક્તિ.. આ પ્રથમ મહિલા લોકો પાઇલટે સ્વદેશી સેમી હાઇ સ્પીડ ‘વંદે ભારત એક્સપ્રેસ’ પણ દોડાવી, રચી દીધો ઇતિહાસ..
આ ઓફર પર ગોદરેજ એપ્લાયન્સિસના રેફ્રિજરેટર્સના પ્રોડક્ટ ગ્રૂપ હેડ અનુપ ભાર્ગવે કહ્યું હતું કે, “રેન્જ તમામ ક્ષેત્રો અને ઉત્પાદનોમાં ઉપભોક્તાઓના ટ્રેન્ડ્સથી પ્રેરિત છે, જેમાં લોકો તમામ શેડમાં બ્લેકને અપનાવી રહ્યાં છે. અમે બ્લેક શેડમાં ડાર્ક ફેશિયા રેફ્રિજરેટર્સ માટે 44 ટકાથી વધારે વૃદ્ધિ જોઈ છે. પોતાના રસોડાને રિનોવેટ કરવા ઇચ્છતાં કે પોતાના ઇન્ટેરિયર્સમાં સદાબહાર સુશોભનનો સ્પર્શ આપીને લૂકને વધારે સુંદર બનાવવા ઇચ્છતાં ઉપભોક્તાઓ માટે ગોદરેજ ડાર્ક એડિશન રેફ્રિજરેટર્સની આ રેન્જ કેટલીક ખાસિયતો અને અદ્યતન ટેકનોલોજી સાથે આદર્શ પસંદગી છે.”
આ રેફ્રિજરેટર્સ સ્ટોર્સ અને ઓનલાઇન એમ બંને જગ્યાએ ખરીદી માટે ઉપલબ્ધ છે, જેની કિંમતની રેન્જ રૂ. 24,000થી રૂ. 90,000 છે તથા સિંગલ ડોર, ડબલ ડોર, બોટમ માઉન્ટ અને સાઇડ-બાય-સાઇડ રેફ્રિજરેટરમાં 192 લિટરથી 564 લિટર ક્ષમતામાં ઉપલબ્ધ છે.
વધારે જાણકારી મેળવવા મુલાકાત લો – https://www.godrej.com/appliances/dark-edition-refrigerators