News Continuous Bureau | Mumbai
Google map route: ગૂગલ મેપ્સનો ( Google Maps ) ઉપયોગ કરતી વખતે સાવચેતી રાખવી જરૂરી છે. કારણ કે તેના દ્વારા સૂચવેલા માર્ગો ક્યારેક જોખમી બની શકે છે. આવો જ એક કિસ્સો અમેરિકાના નોર્થ કેરોલિનામાં સામે આવ્યો છે. જ્યાં એક વ્યક્તિ ગૂગલ મેપ ફોલો કરતી વખતે તૂટેલા પુલ પરથી પડી ગયો અને તેનું મોત થયું. હવે તેના પરિવારે કંપની વિરુદ્ધ કેસ દાખલ કર્યો છે. ચાલો જાણીએ આખો મામલો…
મીડિયા રિપોર્ટ અનુસાર, આ ઘટના ગયા વર્ષે સપ્ટેમ્બરમાં બની હતી. અમેરિકાના નોર્થ કેરોલિનામાં એક મેડિકલ કંપનીના સેલ્સમેન તેમની પુત્રીના નવમા જન્મદિવસની પાર્ટી સેલિબ્રેટ કરીને રાત્રે ઘરે પરત ફરી રહ્યો હતો. ત્યારે આ અકસ્માત સર્જાયો હતો. તે દિશાનિર્દેશો માટે ગૂગલ મેપ્સને ફોલો કરી રહ્યો હતો. નેવિગેશન સિસ્ટમ તેમને તૂટેલા પુલ તરફ લઈ ગઈ, જેમાં કોઈ ચેતવણી બેરિકેડ ન હતા. દુઃખની વાત એ છે કે જ્યારે યુવકે તેની કાર સાથે તે પુલ પર ચઢ્યો ત્યારે તેની કાર બ્રિજથી 20 ફૂટ નીચે પડી ગઈ, જેના કારણે તે ડૂબી ગયો અને તેનું મોત થયું.
પરિવારે કંપની સામે કેસ કર્યો
યુવકના પરિવારે આ બેદરકારી બદલ કંપની વિરુદ્ધ કેસ દાખલ કર્યો છે. યુવકની પત્ની દ્વારા દાખલ કરાયેલા મુકદ્દમામાં આક્ષેપ કરવામાં આવ્યો છે કે Google Maps જોખમી પરિસ્થિતિઓ હોવા છતાં વર્ષોથી ડ્રાઇવરોને તૂટી પડેલા પુલનો ઉપયોગ કરવા માટે નિર્દેશિત કરી રહ્યું છે. વાસ્તવમાં આ પુલ લગભગ નવ વર્ષ પહેલા અડધોઅડધ તૂટી ગયો હતો. લોકોએ બ્રિજની બિનઉપયોગીતા અંગે ગૂગલને પણ જાણ કરી હતી. આ સિવાય અકસ્માત સ્થળ હિકોરીના રહેવાસીએ પણ ગુગલ મેપ્સના સજેસ્ટ એન એડિટને પુલ તૂટી પડવાની માહિતી આપી હતી. આ પછી પણ નેવિગેશન સિસ્ટમના સૂચનમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.
આ સમાચાર પણ વાંચો : X Payment Feature: ગુગલ પે, પેટીએમ અને ફોન પેનું વધ્યું ટેન્શન, હવે આ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પણ મળશે પેમેન્ટ કરવાની સુવિધા.. જાણો કેવી રીતે..
પરિવારનો આરોપ છે કે યુવકના દુ:ખદ અવસાન પછી પણ ગૂગલ મેપ્સને ફરી એકવાર ખતરનાક પુલ વિશે જાણ કરવામાં આવી હતી અને તે માર્ગનો ઉપયોગ કરતી વખતે યુવકે પોતાનો જીવ ગુમાવ્યો હતો. ચોંકાવનારી વાત એ છે કે ઘટનાના લગભગ છ મહિના પછી પણ તે માર્ગ પસાર થતા લોકોને સૂચવવામાં આવી રહ્યો હતો.
ગૂગલે સ્પષ્ટતા આપી છે
ગૂગલના પ્રવક્તા, જોસ કાસ્ટેનેડાએ યુવકના પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે. અમારો હેતુ લોકોને નકશા પર સાચો માર્ગ બતાવવાનો છે. હાલમાં અમે આ બાબતની સંપૂર્ણ સમીક્ષા કરી રહ્યા છીએ.