Google Pay:ગૂગલ પેનું નવું ‘પોકેટ મની’ ફીચર લોન્ચ, જાણો તેના ફાયદા અને ઉપયોગ કરવાની રીત.

Google Pay:‘UPI Circle’ હેઠળ બાળકો અને મિત્રોને પેમેન્ટ કરવાની સુવિધા આપી શકશે યુઝર્સ; પ્રાઇમરી યુઝર પાસે રહેશે સંપૂર્ણ કંટ્રોલ, મહિને ₹15,000 સુધીની લિમિટ.

by Janvi Soni
Google Pay launches 'Pocket Money' feature: Now make UPI payments even without a bank account.

News Continuous Bureau | Mumbai

 Google Pay:ડિજિટલ પેમેન્ટની દુનિયામાં એક મોટો ફેરફાર આવ્યો છે. Google Pay એ એક નવું અને ક્રાંતિકારી ફીચર ‘Pocket Money’ રજૂ કર્યું છે. આ ફીચરની સૌથી મોટી ખાસિયત એ છે કે હવે જે વ્યક્તિ પાસે પોતાનું બેંક એકાઉન્ટ નથી, તે પણ UPI દ્વારા પેમેન્ટ કરી શકશે. આ સુવિધા ‘UPI Circle’ હેઠળ કામ કરશે, જેનો ઉદ્દેશ્ય ડિજિટલ વ્યવહારોને વધુ સરળ બનાવવાનો છે.આ ફીચર ખાસ કરીને એવા બાળકો અને વૃદ્ધો માટે ફાયદાકારક છે જેમની પાસે પોતાનું અલગ બેંક એકાઉન્ટ નથી. આ ફીચર દ્વારા ઘરના મુખ્ય સભ્ય (પ્રાઇમરી યુઝર) પોતાના એકાઉન્ટ સાથે પરિવારના સભ્યોને જોડી શકે છે અને તેમને પેમેન્ટ કરવાની મંજૂરી આપી શકે છે.

 શું છે UPI Circle અને Pocket Money ફીચર?

Google Pay ના આ નવા ફીચર હેઠળ એક પ્રાઇમરી યુઝર (જેનું બેંક એકાઉન્ટ છે) સેકન્ડરી યુઝર (જેમ કે બાળકો કે મિત્રો) ને પોતાના એકાઉન્ટમાંથી પેમેન્ટ કરવાની પરવાનગી આપે છે. સેકન્ડરી યુઝર પાસે પોતાનું બેંક એકાઉન્ટ હોવું જરૂરી નથી, પરંતુ તે UPI પેમેન્ટ કરી શકે છે. પેમેન્ટ સીધું પ્રાઇમરી યુઝરના બેંક એકાઉન્ટમાંથી જ કપાશે.

આ સમાચાર પણ વાંચો : Mumbai LPG : મુંબઈમાં LPG સિલિન્ડરના મોટા રેકેટનો પર્દાફાશ: 40 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત, ગેસ માફિયાઓમાં ફફડાટ!

પ્રાઇમરી યુઝર પાસે રહેશે સંપૂર્ણ કંટ્રોલ

સુરક્ષા અને બજેટને ધ્યાનમાં રાખીને પ્રાઇમરી યુઝર પાસે તમામ સત્તા રહેશે:
ખર્ચની મર્યાદા: પ્રાઇમરી યુઝર નક્કી કરી શકે છે કે સેકન્ડરી યુઝર કેટલા પૈસા ખર્ચ કરી શકે છે.
મંજુરી: યુઝર સેટ કરી શકે છે કે દરેક પેમેન્ટ વખતે તેની મંજૂરી લેવી કે નહીં.
લિમિટ: જો ફૂલ પરમિશન આપવામાં આવે, તો પણ દર મહિને ₹૧૫,૦૦૦ સુધીની મર્યાદા આપમેળે સેટ થઈ જાય છે, જેનાથી કોઈ મોટો આર્થિક જોખમ રહેતું નથી.

 કેવી રીતે સેટ કરવું આ ફીચર?

આ સુવિધા શરૂ કરવા માટે નીચેના સ્ટેપ્સ ફોલો કરવા પડશે:
૧. પ્રાઇમરી યુઝરે પોતાના Google Pay એપમાં જઈને ‘UPI Circle’ વિકલ્પ પસંદ કરવાનો રહેશે.
૨. જે વ્યક્તિને જોડવી હોય તેનો મોબાઇલ નંબર કોન્ટેક્ટ લિસ્ટમાંથી સિલેક્ટ કરો (તેમના ફોનમાં પણ Google Pay ઇન્સ્ટોલ હોવું જરૂરી છે).
૩. સેટઅપ દરમિયાન સંબંધ અને અન્ય વિગતો ભરીને UPI PIN દ્વારા ઇન્વાઇટ મોકલવાનું રહેશે.
૪. એકવાર સેટઅપ પૂર્ણ થયા પછી, સેકન્ડરી યુઝર સરળતાથી પેમેન્ટ કરી શકશે.

You Might Be Interested In
Join Our WhatsApp Community

About News Continues

News Continuous is created to spread authentic, accurate and correct news across platforms. This news venture is managed by experienced journalists. Drop an email for collaborations.

Newsletter

Subscribe to our Newsletter to get the latest news updates.

To explore your career & collaborate with us pls write to us on following email id info@newscontinuous.com

@2023 – All Right Reserved. 

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More