News Continuous Bureau | Mumbai
Harappa Civilisation: ઋગ્વેદ એ પ્રાચીન ભારતમાં લખાયેલ સૌથી પ્રાચીન સંસ્કૃત ગ્રંથોમાંનો એક છે. આ સંસ્કૃત ભાષાનો સૌથી જૂનો ગ્રંથ માનવામાં આવે છે. સરસ્વતી નદીના કિનારે લખાયેલ આ ગ્રંથમાં જે જીવન વિશે જે ઉલ્લેખ કરવામાં આવ્યો છે તે હવે પુરાતત્વવિદો ખોદકામ દરમિયાન મળેલા હડપ્પન વસાહતોના પુરાવા સાથે મેળ ખાય છે.
હડપ્પન સંસ્કૃતિના જે અવશેષો વૈજ્ઞાનિકોએ ( scientists ) શોધી કાઢ્યા છે તે ઋગ્વેદમાં ( Rigveda ) લખેલા લખાણના સમાન છે. તેથી એવું લાગે છે કે ઋગ્વેદમાં કરવામાં આવેલા કેટલાક દાવાઓ સાચા સાબિત થઈ શકે છે. તે સમયના મહિલાના હાડપિંજર અને પ્રાણીઓના હાડકામાંથી મળેલા પુરાવા પણ આ વાતની પુષ્ટિ કરે છે.
હાલ પુરાતત્વવિદો હડપ્પન સંસ્કૃતિના ખોદકામમાં રોકાયેલા છે, જ્યારે સંસ્કૃત વિદ્વાનો ( Sanskrit scholars ) ઋગ્વેદને સમજી રહ્યા છે. બંને વિદ્વાનો સાથે મળીને ઋગ્વેદમાં લખેલી વસ્તુઓ અને હડપ્પન સંસ્કૃતિના અવશેષો વચ્ચે જોડાણ શોધવાનો પ્રયાસ કરી રહ્યા છે, જેથી આપણે આપણા ઇતિહાસને વધુ સારી રીતે સમજી શકીએ.
Harappa Civilisation: હડપ્પન સંસ્કૃતિ વિશે જાણવું ખુબ જરુરી..
જો કે, આ પહેલા હડપ્પન સંસ્કૃતિ વિશે જાણવું ખુબ જરુરી છે. જેને સિંધુ ખીણની સંસ્કૃતિ ( Sanskrit ) તરીકે પણ ઓળખવામાં આવે છે. તે લગભગ 3300 BC થી 1300 BC સુધી ભારત, પાકિસ્તાન અને અફઘાનિસ્તાનના ભાગોમાં વિકસ્યું હતું. તેને હડપ્પન સંસ્કૃતિ કહેવામાં આવે છે કારણ કે આ સંસ્કૃતિના પ્રથમ અવશેષો હડપ્પા નામના સ્થળેથી મળી આવ્યા હતા. પશ્ચિમ એશિયા અને દક્ષિણ એશિયાના ક્ષેત્રમાં ત્રણ પ્રાચીન સંસ્કૃતિઓ હતી – ઇજિપ્ત, મેસોપોટેમિયા અને હડપ્પા. આ ત્રણમાંથી સિંધુ ખીણની સંસ્કૃતિ સૌથી વધુ વ્યાપક હતી.
હડપ્પન સંસ્કૃતિનો વિકાસ મુખ્યત્વે સિંધુ નદી અને ઘગ્ગર-હકરા નદી (સરસ્વતી નદી)ની આસપાસ થયો હતો. આ ઘગ્ગર-હકરા નદી હવે માત્ર વરસાદની મોસમમાં જ વહે છે, જે અગાઉ ઉત્તર-પશ્ચિમ ભારત અને પૂર્વ પાકિસ્તાનમાં વહેતી હતી. હડપ્પાના લોકો માત્ર ભારતના જ હતા. 4600 વર્ષ જૂની મહિલાના અવશેષોમાંથી મળેલા ડીએનએ પુરાવા પરથી આ માહિતી મળી છે.
આ સમાચાર પણ વાંચો: Lok Sabha Election Result 2024: આ લોકસભા ચૂંટણીમાં જે પાર્ટી તટસ્થ રહી, લોકોએ તેમને ફગાવી દીધી.. જાણો કઈ છે આ પાર્ટીઓ..
હવે, પુરાતત્વવિદ્ એ શોધવાનો પ્રયાસ કરી રહ્યા છે કે શું હડપ્પાના લોકો અને વૈદિક કાળના ( Vedic period ) લોકો એક જ હતા. પરંતુ આ અંગે અત્યારે ચોક્કસ કંઈ કહી શકાય તેમ નથી. હરિયાણાના રાખીગઢીમાં ખોદકામ દરમિયાન મળેલા યજ્ઞ મંચ અને અગ્નિના ખાડાઓ ઋગ્વેદમાં વર્ણવેલ અગ્નિ પૂજા સમાન જ છે. આ દર્શાવે છે કે હડપ્પાના લોકો પણ ઋગ્વેદના દેવી-દેવતાઓમાં માનતા હતા. ઋગ્વેદમાં સરસ્વતી નદીનો ઘણી વખત ઉલ્લેખ કરવામાં આવ્યો છે અને હડપ્પન સંસ્કૃતિના ઘણા શહેરો આ નદીના કિનારે વસેલા હતા. આ બંને વચ્ચેના સંબંધોને પણ છતી કરે છે. આ નદી હવે લુપ્ત થઈ ગઈ છે. પુરાતત્વવિદોને સરસ્વતી નદીના કિનારે હડપ્પાની વસાહતોના ઘણા પુરાવા મળ્યા છે.
Harappa Civilisation: કેટલાક લોકો માને છે કે વેદ 3000-3500 વર્ષ જૂના છે…
કેટલાક લોકો માને છે કે વેદ 3000-3500 વર્ષ જૂના છે, જ્યારે કેટલાક કહે છે કે તે 4500 વર્ષ જૂના છે. જો તેઓ 4500 વર્ષ જૂના હોય તો તેમનો સમય હડપ્પન સભ્યતા જેવો જ છે. રાખીગઢીમાંથી મળેલા મહિલાના હાડપિંજરની ઉંમર પણ 4500 વર્ષ હોવાનું કહેવાય છે. જો કે, આ મુદ્દે હજુ પણ ચર્ચા ચાલી રહી છે.
પુરાતત્વવિદોએ ધ હિંદુ સાથે વાત કરતા નિવેદન આપતા કહ્યું હતું કે, વેદના ગ્રંથો ક્યારે લખાયા તે હકીકતમાં કોઈ જાણતું નથી. લોકો ફક્ત તે જ સિદ્ધાંતો પર વિશ્વાસ કરશે કે જેની પાસે તેમના સમર્થન માટે મજબૂત પુરાતત્વીય પુરાવા છે. જ્યાં સુધી અમારી પાસે નક્કર પુરાવા ન હોય ત્યાં સુધી અમે નિશ્ચિતપણે કંઈ કહી શકીએ નહીં. તેથી હજી આમાં વધુ સંશોધન કરવાની જરૂર છે.
સરસ્વતી નદી: ઋગ્વેદ અને હડપ્પન સંસ્કૃતિને જોડતી કડી!
પુરાતત્વવિદો કહે છે કે જો તમે ઋગ્વેદમાં જુઓ તો એ વિસ્તારનો ઉલ્લેખ વારંવાર જોવા મળે છે, જ્યાં લોકો રહેતા હતા. ખાસ વાત એ છે કે ઋગ્વેદમાં સરસ્વતી નદીનો ઉલ્લેખ ઓછામાં ઓછો 71 વખત કરવામાં આવ્યો છે.
ખોદકામમાં મળેલા અવશેષો દર્શાવે છે કે મોટાભાગની હડપ્પન વસાહતો સરસ્વતી નદીના કિનારે આવેલી હતી. લગભગ 2000 હડપ્પન વસાહતો સિંધુ ખીણમાં, સરસ્વતી નદીના કિનારે અને ગુજરાતમાં ફેલાયેલી હતી. તેમાંથી ઓછામાં ઓછા 1200 એટલે કે લગભગ બે તૃતીયાંશ વસાહતો માત્ર સરસ્વતી નદીના કિનારે જ મળી આવી છે.
Harappa Civilisation: 2400 વર્ષ પહેલાં ફરીથી શહેરોની સ્થાપના થઈ હતી…
પુરાતત્વવાદીઓનું આ અંગે નિવેદન કહે છે કે, ડીએનએ પુરાવા દર્શાવે છે કે શહેરો અને નગરો સૌપ્રથમ 4500 થી 4600 વર્ષ પહેલા હડપ્પન સમયગાળા દરમિયાન વસવાટ કરવામાં આવ્યા હતા. આ પછી, લગભગ 2400 વર્ષ પહેલાં ફરીથી શહેરોની સ્થાપના થઈ હતી. નોંધનીય બાબત એ છે કે આ દરમિયાન લોખંડના ઉપયોગના પુરાવા પણ મળ્યા છે.
આ બંને વચ્ચેના સમયગાળામાં એવું લાગે છે કે લોકો ગ્રામીણ જીવનમાં પાછા ફર્યા હતા. એટલે કે શહેરોનો વિકાસ કંઈક અંશે અટકી ગયો હતો. મહત્વની વાત એ છે કે પાછળથી વસેલા શહેરો સરસ્વતી નદીના કિનારે વસેલા નહોતા. ઋગ્વેદમાં સરસ્વતી નદીનો ઉલ્લેખ છે અને 4600 વર્ષ જૂની હડપ્પન વસાહતોના મજબૂત પુરાવા પણ ત્યાં મળી આવ્યા છે.
ઋગ્વેદમાં લોખંડના ઉપયોગનો કોઈ ઉલ્લેખ નથી. તેથી, આ પ્રારંભિક વસાહતોની તુલના ખૂબ પાછળથી સ્થાયી થયેલા લોકો સાથે કરી શકાતી નથી કારણ કે તેમનો સમયગાળો અલગ છે.
આ સમાચાર પણ વાંચો: Prafull Pandya: ‘ઝરૂખો ‘માં આ શનિવારે” લયનાં ઝાંઝર વાગે” કાર્યક્રમમાં કવિ પ્રફુલ્લ પંડ્યાનો કાવ્યપાઠ તથા સર્જનપ્રક્રિયાની વાતો
જો સંસ્કૃત ભાષા અને હડપ્પન સંસ્કૃતિ વચ્ચે કોઈ સંબંધ હોય તો, તે આપણને એ સમજવામાં મદદ કરી શકે છે કે પ્રાચીન સમયમાં ભાષાઓ કેવી રીતે વિકસિત થઈ અને એક જગ્યાએથી બીજી જગ્યાએ કેવી રીતે આ ભાષા ફેલાઈ. આ ઉપરાંત, આના પરથી આપણે એ પણ જાણી શકીએ છીએ કે તે સમયના લોકો કઈ સંસ્કૃતિમાં માનતા હતા અને કેવી રીતે તેમનું જીવન જીવતા હતા.
Harappa Civilisation: ઘણા લોકો સંસ્કૃતને ‘ઇન્ડો-યુરોપિયન’ ભાષાની પ્રારંભિક ભાષા માને છે….
ઘણા લોકો સંસ્કૃતને ‘ઇન્ડો-યુરોપિયન’ ભાષાની પ્રારંભિક ભાષા માને છે. જો આ વાત સાચી હોય તો એ જાણવું રસપ્રદ રહેશે કે હડપ્પન સંસ્કૃતિના લોકો સંસ્કૃત જેવી કે તેના જેવી અન્ય ભાષા બોલતા હતા? શું હડપ્પન સંસ્કૃતિ અને વૈદિક સંસ્કૃતિ વચ્ચે કેટલીક સાંસ્કૃતિક સમાનતાઓ મળી શકે છે? આ બધી માહિતી આપણને ઈતિહાસને વધુ ઊંડાણથી સમજવામાં મદદ કરશે.
પુરાતત્વવાદિઓની ટીમે દક્ષિણ એશિયાના 3000 લોકોના લોહીના ડીએનએ સેમ્પલનું પરીક્ષણ કર્યું હતું. આ તમામ લોકો વિવિધ ભાષાઓ અને ધર્મો સાથે જોડાયેલા હતા. જેમાં પાકિસ્તાન, અફઘાનિસ્તાન, આંદામાન અને નિકોબાર ટાપુઓથી કાશ્મીર સુધીના લોકોના ડીએનએની તપાસ કરવામાં આવી હતી.
રસપ્રદ વાત એ છે કે તપાસ દરમિયાન જાણવા મળ્યું કે આમાંના મોટાભાગના લોકોના ડીએનએ હડપ્પન કાળની મહિલાના હાડપિંજરમાંથી મળેલા ડીએનએ સાથે મેચ થયા હતા. આનો અર્થ એ થઈ શકે છે કે આજના દક્ષિણ એશિયાના લોકો હડપ્પન સંસ્કૃતિ સાથે અમુક પ્રકારનું જોડાણ ધરાવે છે.