જાપાનીઝ કાર મેન્યુફેક્ચરિંગ કંપની હોન્ડાની કાર ભારતમાં સૌથી વધુ વેચાતી કાર છે. Honda City ભારતમાં આ કંપનીની સૌથી પોપ્યુલર અને સૌથી વધુ વેચાતી કાર છે. હોન્ડા સિટીની 5TH જનરેશનની સેડાન કાર હાલમાં માર્કેટમાં મળી રહી છે.
કારના લુક વિશે વાત
હોન્ડા સિટી 5TH જનરેશનને ડિઝાઇન ના સંદર્ભમાં અપડેટ કરતા કંપનીએ તેને ખૂબ જ લક્ઝુરિયસ લુક આપ્યો છે. આ હોન્ડા સિટી કારને તેના અગાઉના વેરિઅન્ટની સરખામણીમાં સાઈઝમાં થોડી મોટી બનાવવામાં આવી છે. આ કારની લંબાઈ 109 mm અને પહોળાઈ 53 mm વધારવામાં આવી છે. ડાયમેન્શનમાં આ કાર 4549 mm લાંબી અને 1748 mm પહોળી છે. કારના ફ્રન્ટ સાઈડ માં હોન્ડાનું સોલિડ વિંગ ફેસ મળે છે. ક્રોમ ગ્રિલ પહેલા કરતા વધુ પહોળી છે જે હેડલેમ્પ્સ સુધી જાય છે. આ સિવાય આ કારમાં આઈબ્રો શેપની હેડલેમ્પ્સ આપવામાં આવી છે. આ સિવાય આ કારમાં ડે ટાઈમ રનિંગ લેમ્પ્સ, LED ટર્ન ઈન્ડિકેટર્સ અને LED ફોગલેમ્પ્સ જેવા ફીચર્સ પણ જોવા મળે છે. આ સિવાય આ કારમાં 16 ઈંચના ડાયમંડ કટ એલોય વ્હીલ્સ પણ આપવામાં આવ્યા છે. ઉપરાંત, કારને બેક સાઇડમાં તમામ નવા Z આકાર સાથે 3G રેપરાઉન્ડ LED ટેલ લેમ્પ્સ આપવામાં આવ્યા છે.
આ કારનું ઈન્ટીરીયર કેવું છે?
હોન્ડા સિટી 5TH જનરેશનનું ઈન્ટિરિયર પણ ઘણી નવી અપડેટેડ ફીચર્સ થી સજ્જ છે. તેની કેબીનને બ્લેક અને બેજ કલરમાં ડિઝાઇન કરવામાં આવી છે. સાથે જ તેમાં વૂડ ડિઝાઇન અને સોફ્ટ ટચ મટિરિયલનો ઉપયોગ કરવામાં આવ્યો છે. કારનું ડેશબોર્ડ સખત પ્લાસ્ટિકનું બનેલું છે. આ સાથે આ કારમાં આરામદાયક સીટ, લેધર અપહોલ્સ્ટ્રી જેવી સુવિધાઓ પણ ઉપલબ્ધ છે. આ કાર 8 ઇંચની ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમથી સજ્જ છે જે એન્ડ્રોઇડ ઓટો, એપલ કાર પ્લે અને વેબ લિંક ને સપોર્ટ કરે છે. આ કાર માઉન્ટેડ સ્ટીયરીંગ વ્હીલથી સજ્જ છે જે ટિલ્ટ અને ટેલીસ્કોપિક એડજસ્ટેબલ છે. આ સિવાય આ કારમાં હાઈટ એડજસ્ટેબલ ડ્રાઈવર સીટ, કીલેસ એન્ટ્રી, એન્જિન સ્ટાર્ટ-સ્ટોપ બટન, ઓટોમેટિક ક્લાઈમેટ કંટ્રોલ, ક્રુઝ કંટ્રોલ અને સનરૂફ જેવી શાનદાર ફીચર્સ આપવામાં આવી છે. કારમાં તમને કાર કનેક્ટેડ ટેક્નોલોજીની સાથે એલેક્સા વોઇસ કમાન્ડ ફીચર પણ જોવા મળશે.
આ સમાચાર પણ વાંચો : Disney+ Hotstar એ યુઝર્સને આપ્યો ઝટકો, IPL બાદ હવે નહીં દેખી શકો આ બધા શો
સિક્યોરિટી ફીચર્સ
આ કારમાં સેફ્ટી ફીચર્સ નું પણ ધ્યાન રાખવામાં આવ્યું છે. કારમાં છ એરબેગ્સ, ABS, ઇલેક્ટ્રોનિક સ્ટેબિલિટી કંટ્રોલ, હિલ આસિસ્ટ, ટાયર પ્રેશર મોનિટર, રિયર પાર્કિંગ સેન્સર્સ અને રિયર વ્યૂ કેમેરા જેવા ફીચર્સ જોવા મળે છે. આ કારમાં 32 થી વધુ કનેક્ટેડ ફીચર્સ આપવામાં આવ્યા છે. વ્હીકલની સ્થિતિ અને ડોર લૉક અથવા અનલૉક સ્થિતિ રિમોટ લોકેશન થી જ જાણી શકાય છે.
એન્જિન, માઇલેજ અને કિંમત
હોન્ડા સિટી 5TH જનરેશનને BS6 અનુરૂપ 1.5L iVTech પેટ્રોલ એન્જિન અને 1.5L iDTech ડીઝલ એન્જિનનો ઓપ્શન મળે છે. પેટ્રોલ એન્જિન 121 PS પાવર અને 145 Nm ટોર્ક જનરેટ કરી શકે છે. તે જ સમયે, ડીઝલ એન્જિન 100 PS પાવર અને 200 Nm પીક ટોર્ક જનરેટ કરવામાં કેપેબલ છે. બંને એન્જિન 6-સ્પીડ મેન્યુઅલ ટ્રાન્સમિશન સાથે જોડાયેલા છે. આ કાર એક લીટર ઈંધણમાં 17.8 કિલોમીટર પ્રતિ લિટરની માઈલેજ આપવામાં સક્ષમ છે, જ્યારે કિંમત વિશે વાત કરીએ તો દિલ્હીમાં આ કારની એક્સ-શોરૂમ કિંમત 10.9 લાખ રૂપિયાથી શરૂ થાય છે.