News Continuous Bureau | Mumbai
Hyundai – Kia car recall: હ્યુન્ડાઈ અને કિયા યુએસમાં તેમની લગભગ 34 લાખ કાર રિકોલ કરી રહી છે. આ ઉપરાંત, વાહન માલિકોને તેમના એન્જિનમાં સંભવિત આગને કારણે તેમના વાહનો તેમના ઘરની બહાર પાર્ક કરવા માટે પણ કહેવામાં આવી રહ્યું છે. પરત મંગાવવામાં આવેલા વાહનોમાં હ્યુન્ડાઈની સાન્ટા ફે અને કિયા સોરેન્ટો એસયુવી તેમજ 2010 થી 2019 સુધીના વિવિધ મોડલનો સમાવેશ થાય છે.
એસોસિએટેડ પ્રેસના અહેવાલ અનુસાર, યુએસ નેશનલ હાઇવે ટ્રાફિક સેફ્ટી એડમિનિસ્ટ્રેશન દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, એન્ટી-લોક કંટ્રોલ ઇંધણ લીકેજનું કારણ બની શકે છે. જેના કારણે ઇલેક્ટ્રિક શોટ થવાની સંભાવના છે. જેના કારણે પાર્ક કરેલી કે ચાલતી કારમાં આગ લાગી શકે છે.
આ કંપનીઓ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, અધિકૃત ડીલરો કોઈપણ ચાર્જ વગર એન્ટી-લોક બ્રેક્સને બદલી શકે છે. જે 14 નવેમ્બરથી Kia ડીલરશીપ પર અને 21 નવેમ્બરથી હ્યુન્ડાઈ ડીલરશીપ પર બદલાશે. હ્યુન્ડાઈના જણાવ્યા અનુસાર, કંપનીને યુ.એસ.માં 21 આગ અને 22 થર્મલ ઘટનાઓ (જેમાં ધુમાડો, આગ અને ભાગો પીગળવાનો સમાવેશ થાય છે)ની ફરિયાદો મળી છે. જ્યારે કિયામાં આગની 10 ઘટનાઓ અને ભાગો પીગળી જવાની ફરિયાદ મળી છે.
આ સમાચાર પણ વાંચો : WhatsApp Ends Support : 24 ઓક્ટોબર પછી આ સ્માર્ટફોનમાં નહીં ચાલે વોટ્સએપ, ચેક કરી લો ફોનનુ લિસ્ટ..
હજુ સુધી અકસ્માત કે ઈજાની એક પણ ફરિયાદ મળી નથી..
હ્યુન્ડાઈ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, વાહન માલિકો તેમના વાહનોનો ઉપયોગ કરી શકે છે. કારણ કે હજુ સુધી અકસ્માત કે ઈજાની એક પણ ફરિયાદ મળી નથી. કંપનીના વાહનોને પરત બોલાવવાનું કારણ તેના ગ્રાહકોની સુરક્ષા સુનિશ્ચિત કરવાનું છે.
કંપનીના જણાવ્યા અનુસાર, એન્ટી-લોક બ્રેક મોટર શાફ્ટમાં હાજર O રિંગ લાંબા સમય સુધી ભેજ, ધૂળ વગેરેના સંપર્કમાં રહેવાને કારણે ઢીલી થઈ શકે છે, જેના કારણે બ્રેક ફ્લુઈડ લીક થઈ શકે છે. કિયા અનુસાર, તેના વાહનોના એન્જિન કમ્પાર્ટમેન્ટ એરિયામાં હાજર બ્રેક કંટ્રોલ યુનિટમાં ઇલેક્ટ્રિકલ શોર્ટને કારણે આગ લાગી શકે છે. જેના વિશે હજુ સુધી સંપૂર્ણ માહિતી નથી. પરંતુ હજુ સુધી અકસ્માત કે ઈજાની કોઈ ઘટના નોંધાઈ નથી.