News Continuous Bureau | Mumbai
Sudarshan Chakra 15 ઓગસ્ટે જનમાષ્ટમીના પાવન દિવસે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશના રક્ષણ ક્ષેત્રમાં ઐતિહાસિક પગલું ભર્યું. તેમણે ‘સુદર્શન ચક્ર મિસાઇલ ડિફેન્સ સિસ્ટમ’ (Sudarshan Chakra Missile Defence System)ની જાહેરાત કરી, જે ભારતનું પોતાનું Iron Dome સમાન—પણ વધુ શક્તિશાળી—સિસ્ટમ હશે. આ પ્રોજેક્ટ 2035 સુધીમાં પૂર્ણ થવાનું લક્ષ્ય છે અને દેશના શહેરો, મંદિરો, ડેમ, પાવર પ્લાન્ટ, હોસ્પિટલ અને રેલવે જેવી મહત્વપૂર્ણ ઈન્ફ્રાસ્ટ્રક્ચરને સુરક્ષિત રાખશે.
સુદર્શન ચક્ર શું છે?
આ સિસ્ટમ એક સંકલિત, મલ્ટી-લેયર્ડ મિસાઇલ ડિફેન્સ શિલ્ડ હશે. તેમાં લાંબી રેન્જના ઇન્ટરસેપ્ટર (Interceptors), શોર્ટ રેન્જ મિસાઇલ, લેસર (Laser) આધારિત ડિરેક્ટ એનર્જી વેપન અને AI આધારિત રડાર અને ડ્રોન મોનિટરિંગનો સમાવેશ થશે. DRDO અને ભારતીય સેનાની સહયોગથી આ પ્રોજેક્ટ વિકસાવવામાં આવશે.
Iron Dome સામે સુદર્શન ચક્ર
જ્યાંઇઝરાયેલ નું Iron Dome માત્ર 150 ચોરસ કિમી વિસ્તારને કવર કરે છે, ત્યાં સુદર્શન ચક્ર સમગ્ર દેશ માટે સ્કેલેબલ શિલ્ડ હશે. Iron Dome માત્ર શોર્ટ રેન્જ રોકેટ અને મોર્ટાર સામે કાર્ય કરે છે, જ્યારે સુદર્શન ચક્ર ડ્રોન, ક્રૂઝ મિસાઇલ, હાઈપરસોનિક અને સાઇબર હુમલાઓ સામે પણ રક્ષણ આપશે.
આ સમાચાર પણ વાંચો : Baba Ramdev: ‘પેપ્સી, મેકડોનલ્ડ્સ છોડો’: બાબા રામદેવનો ટ્રમ્પના ૫૦% ટેરિફ સામે સ્વદેશી જવાબ સાથે જ ભારતીયો ને કરી આવી વિનંતી
આગામી પડકારો અને મહત્વ
2035 સુધીમાં આ સિસ્ટમ તૈયાર કરવી એ મોટો પડકાર છે. પરંતુ વૈશ્વિક સ્તરે યુદ્ધની રીત બદલાઈ રહી છે. હવે જે દેશ પાસે મિસાઇલ શિલ્ડ નથી, તે સૌથી નરમ ટાર્ગેટ બની જાય છે. સુદર્શન ચક્ર ભારતને ટેક્નોલોજીકલ માસ્ટરી અને રાષ્ટ્રીય રક્ષણમાં નવી ઊંચાઈ પર લઈ જશે.