News Continuous Bureau | Mumbai
IoT Technology ગુજરાતની ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી (FSL) ખાતે IOT ટેકનોલોજી (IoT Technology) ના ઉપયોગથી હવે હિટ એન્ડ રન (Hit and Run) જેવા ગંભીર કેસોમાં માત્ર ગુજરાત જ નહીં પરંતુ દેશના અનેક રાજ્યોમાં વૈજ્ઞાનિક તપાસ શક્ય બની છે. રાજ્ય ગૃહ પ્રધાન હર્ષ સંઘવીએ વિધાનસભામાં માહિતી આપતાં જણાવ્યું કે આ ટેકનોલોજી વડે વાહન, વેરેબલ તથા મેડિકલ ડિવાઇસીસમાંથી મહત્વપૂર્ણ પુરાવા મળી શકે છે. અમદાવાદના ચકચારી હિટ એન્ડ રન કેસમાં આ ટેકનોલોજીનો ઉપયોગ થયો હતો, જેમાં આરોપીને હજી સુધી જામીન મળ્યા નથી.
IOT ટેકનોલોજી થી હિટ એન્ડ રન કેસોમાં પ્રગતિ
IOT ફોરેન્સિક ટૂલ (IoT Forensic Tool) વડે હિટ એન્ડ રન કેસોમાં ગુન્હાની ઘડતરની ક્ષણોની વિગત મેળવવી સરળ બની છે. વાહનની સ્પીડ, GPS લોકેશન, અથડામણની અસર, ટ્રિપ હિસ્ટ્રી તેમજ વાહન સાથે જોડાયેલા મોબાઇલ ડિવાઇસીસની માહિતી મળી રહે છે. આ માહિતી દ્વારા વૈજ્ઞાનિક પુરાવા મેળવવામાં મોટી મદદ મળે છે.
ફોરેન્સિક ટૂલ્સ ની અદ્યતન સુવિધા
ગુજરાતની FSL ખાતે હાલમાં IoT ફોરેન્સિક ટૂલ ફોર વ્હીકલ ડિવાઇસીસ, IoT ફોરેન્સિક ટૂલ ફોર વેરેબલ અને મેડિકલ ડિવાઇસીસ તેમજ IoT ફોરેન્સિક ટૂલ ફોર એમ્બેડેડ ડિવાઇસીસ જેવી સુવિધા ઉપલબ્ધ છે. આ ટેકનોલોજી વડે દેશના અનેક રાજ્યોના કેસોમાં પણ સફળ તપાસ કરવામાં આવી રહી છે.
આ સમાચાર પણ વાંચો : Nikita Ghag news: જાણીતા બોલિવૂડ પ્રોડ્યુસર પર અભિનેત્રી અને તેના સાગરિતો દ્વારા ₹૧૦ લાખની ખંડણીની માંગણી સંદર્ભે પોલીસ ફરીયાદ નોંધાઈ.
ડેટા થી વૈજ્ઞાનિક પુરાવાની મેળવણી
વાહનમાંથી મેળવેલા ડેટા (Data) વડે અકસ્માત સમયે શું બન્યું હતું તેની સ્પષ્ટ જાણકારી મળી રહે છે. GPS લોકેશન, કોન્ટેક્ટ લિસ્ટ, કોલ લોગ, તથા વાહનમાં આવેલી તકલીફો સહિતની વિગતો મેળવતા ગુનાહિતોની ઓળખ કરવામાં સરળતા થાય છે. આ ટેકનોલોજી હવે ન્યાયિક પ્રક્રિયામાં મહત્વપૂર્ણ સાબિત થઈ રહી છે.