Site icon

120W ચાર્જિંગ અને 64MP કેમેરા સાથે IQOO Neo 7 ભારતમાં લોન્ચ, જાણો કિંમત અને ફીચર્સ

iQOO Neo6ના આગામી વર્ઝન તરીકે, iQOO Neo 7 ભારતમાં દ્વારા લોન્ચ કરવામાં આવ્યો છે. iQOO Neo 7માં 6.7-ઇંચની સ્ક્રીન છે. તે ફુલ-એચડી+ રિઝોલ્યુશન સાથે આવે છે. આમાં કંપનીએ MediaTek Dimensity 8200 પ્રોસેસર આપ્યું છે. અહીં ફોનની અન્ય વિગતો અને કિંમત જણાવવામાં આવી રહી છે.

iQOO Neo 7 5G launched in India: Check price, features and availability

120W ચાર્જિંગ અને 64MP કેમેરા સાથે IQOO Neo 7 ભારતમાં લોન્ચ, જાણો કિંમત અને ફીચર્સ

News Continuous Bureau | Mumbai

iQOO Neo 7 ભારતમાં લોન્ચ કરવામાં આવ્યો છે. કંપનીએ તેને iQOO Neo 6ના આગામી વર્ઝન તરીકે લોન્ચ કરવામાં આવ્યો છે. આ ફોનમાં 120W ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ સાથે 5,000mAh બેટરી છે. આ ફોનમાં મીડિયાટેકનું અપગ્રેડેડ પ્રોસેસર પણ આપવામાં આવ્યું છે.

Join Our WhatsApp Community

iQOO Neo 7ની ખાસિયતો

iQOO Neo 7માં 6.7-ઇંચની સ્ક્રીન છે. તે ફુલ-એચડી+ રિઝોલ્યુશન સાથે આવે છે. તેનો રિફ્રેશ રેટ 120Hz છે. તેનો ટચ સેમ્પલિંગ રેટ 300Hz છે. કંપનીએ જણાવ્યું છે કે તેને HDR 10+ સર્ટિફિકેશન અને બ્લૂ લાઇટ સર્ટિફિકેશન આપવામાં આવ્યું છે.

ફોનમાં MediaTek Dimensity 8200 પ્રોસેસર આપવામાં આવ્યું છે. આ ફોન LPDDR5 રેમ ટેક્નોલોજી સાથે આવે છે. ગેમિંગ દરમિયાન ફોનને કૂલ રાખવા માટે મોટી સ્ટીમ ચેમ્બર પ્લસ મલ્ટી-લેયર ગ્રેફાઇટ શીટ્સનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

PHONEની રીઅર સાઇડ ટ્રિપલ કેમેરા સેટઅપ સાથે સજ્જ કરાઇ છે. તેનો પ્રાઇમરી કેમેરા 64-મેગાપિક્સલનો છે. આ સાથે 2-2-મેગાપિક્સલના બે કેમેરા સેન્સર આપવામાં આવ્યા છે. જોકે, કંપનીએ તેમાં અલ્ટ્રા-વાઇડ કેમેરા સેન્સર આપ્યું નથી. ફોનના ફ્રન્ટ સાઇડમાં વીડિયો કૉલ્સ અને સેલ્ફી માટે 16-મેગાપિક્સલનો કૅમેરો છે. કેમેરા એપની સાથે કંપનીએ ઘણા ફીચર્સ પણ એડ કર્યા છે.

iQOO Neo 7માં 5,000mAh બેટરી છે જે 120W ચાર્જિંગને સપોર્ટ કરે છે. સારી વાત એ છે કે કંપની બોક્સ સાથે ચાર્જર આપે છે. આમાં 11 5G બેન્ડને પણ સપોર્ટ કરવામાં આવ્યો છે. આ સિવાય તેમાં ડ્યુઅલ સિમ, બ્લૂટૂથ 5.3, ડ્યુઅલ બેન્ડ વાઇ-ફાઇ, એનએફસી અને ઇન-ડિસ્પ્લે ફિંગરપ્રિન્ટ સેન્સર છે.

આ સમાચાર પણ વાંચો : મુસાફરોની સુવિધામાં વધારો, પશ્ચિમ રેલવેએ આ ચાર જોડી સુપરફાસ્ટ સ્પેશિયલ ટ્રેનોની ફ્રિકવન્સી વધારી.. જાણો તમામ વિગતો અહીં

iQOO Neo 7 કિંમત અને ઑફર્સ

iQOO Neo 7 બ્લેક અથવા બ્લુ કલર ઓપ્શનમાં ખરીદી શકાય છે. ભારતમાં તેની કિંમત 29,999 રૂપિયાથી શરૂ થાય છે. આ કિંમત તેના બેઝ 8GB રેમ અને 128GB સ્ટોરેજ વેરિઅન્ટ માટે છે. ટોપ મોડલમાં 12GB રેમ સાથે 256GB સ્ટોરેજ ઓપ્શન છે.

તેની કિંમત 33,999 રૂપિયા રાખવામાં આવી છે. સિલેક્ટેડ બેંક કાર્ડ પર 1500 રૂપિયાનું ઇન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ પણ આપવામાં આવી રહ્યું છે. ભારતમાં તેનું વેચાણ શરૂ થઈ ગયું છે.

 

Apple: એપલ પ્રેમીઓ માટે સારા સમાચાર, આ તારીખે લોન્ચ થશે આઇફોન 17 સીરીઝ
Submerged city: પાણીમાં ડૂબેલું આ શહેર વૈજ્ઞાનિકોએ શોધ્યું; 8,500 વર્ષ જૂના સ્થળ પરથી મળી અનેક વસ્તુઓ
Wobble Maximus TV: ભારતની કંપની લાવી દેશ નું સૌથી મોટું સ્માર્ટ ટીવી, મળશે થિયેટર જેવો અનુભવ, જાણો તેની ખાસિયત અને કિંમત વિશે
AI સ્ટેથોસ્કોપ: માત્ર આટલી જ સેકન્ડમાં હૃદયના 3 ગંભીર રોગોનું નિદાન, ડોકટરોનો દાવો
Exit mobile version