News Continuous Bureau | Mumbai
મહિન્દ્રા ARMADO ના રોલઆઉટનો વિડિયો શેર કરતા આનંદ મહિન્દ્રાએ તેમની પોસ્ટમાં લખ્યું, “અમે #MahindraDefence પર હમણાં જ Armadoની ડિલિવરી શરૂ કરી છે – ભારતનું પ્રથમ આર્મર્ડ લાઇટ સ્પેશિયાલિસ્ટ વ્હીકલ.” આપણા સશસ્ત્ર દળો માટે ભારતમાં ગર્વથી ડિઝાઇન અને વિકસિત. જય હિન્દ.
જણાવી દઈએ કે, માર્ચ 2021માં સરકારે સંરક્ષણ ક્ષેત્રે આત્મનિર્ભરતાને લઈને એક મોટું સ્ટેપ ભર્યું હતું. તે સમયે, સંરક્ષણ મંત્રાલયે મહિન્દ્રા ડિફેન્સ પાસેથી 1,300 લાઇટ સ્પેશિયાલિસ્ટ વ્હીકલ (LSVs) ખરીદવાનો ઓર્ડર આપ્યો હતો. આ માટે મંત્રાલયે કંપની સાથે 1,056 કરોડ રૂપિયાના કરાર પર હસ્તાક્ષર કર્યા હતા અને હવે આ વ્હીકલોની ડિલિવરી શરૂ થઈ ગઈ છે, જે ભારતીય સેનાને વધુ મજબૂત બનાવશે.
Mahindra ARMADO વિશે શું છે ખાસ
ARMADOની વિશેષતાઓ વિશે વાત કરીએ તો, તેને ખાસ કરીને રક્ષણાત્મક ગતિશીલતા માટે ડિઝાઇન કરવામાં આવી છે. આ આર્મર્ડ લાઇટ સ્પેશિયાલિસ્ટ વ્હીકલ (ALSV) આગળ, પાછળ અને બાજુથી બોમ્બ વિસ્ફોટો સામે રક્ષણ પૂરું પાડે છે. તે 400 કિગ્રાની કાર્ગો લોડ ક્ષમતા અને ચાર લોકો માટે બેસવાની સાથે હથિયારો અને દારૂગોળો માટે પૂરતો સ્ટોરેજ પ્રોવાઇડ કરે છે.
તે સ્ટેનગ લેવલ I સુધીના ક્રૂ સભ્યો માટે આગળ, બાજુ અને પાછળ બેલિસ્ટિક અને બ્લાસ્ટ પ્રોટેક્શન મેળવે છે. વધુમાં, તેને STANAG સ્તર II સુધી ઉન્નત બેલિસ્ટિક સુરક્ષા પ્રોવાઇડ કરવા માટે અપગ્રેડ કરી શકાય છે. તેની પેલોડ ક્ષમતા 1,000 કિગ્રા છે અને તેને સ્વ-રિકવરી વિંચ સાથે ઓલ વ્હીલ સ્વતંત્ર સસ્પેન્શન સિસ્ટમ મળે છે.
પાવર અને પર્ફોમન્સ
ARMADO સ્વ-સફાઈ એક્ઝોસ્ટ સ્કેવેન્જિંગ અને એર ફિલ્ટરેશન સિસ્ટમથી સજ્જ છે, જે તેને ધૂળવાળા રણ પ્રદેશોમાં પણ આસાનીથી ચલાવવા માટે સક્ષમ બનાવે છે. તેની મેક્સિમમ સ્પીડ 120 કિમી/કલાક છે અને ખાસ વાત એ છે કે તે માત્ર 12 સેકન્ડમાં 0 થી 60 કિમી પ્રતિ કલાકની ઝડપ પકડી શકે છે. જો કોઈ કારણોસર તેનું ટાયર ફાટી જાય તો આ વ્હીકલ ફ્લેટ ટાયર પર પણ 50 કિલોમીટર સુધી ચાલી શકે છે.