News Continuous Bureau | Mumbai
મારુતિ જિપ્સી, જેણે દાયકાઓ સુધી ભારતીય માર્ગ પર હલચલ મચાવી હતી, તેને સંપૂર્ણપણે નવા ઇલેક્ટ્રિક અવતારમાં રજૂ કરવામાં આવી છે. આ જૂની જીપ્સી ખાસ કરીને ભારતીય સેના માટે બનાવવામાં આવી છે, જેને ભારતીય સેના, IIT દિલ્હી અને Tadpole Projects નામના સ્ટાર્ટઅપ દ્વારા રિટ્રોફિટ કરવામાં આવી છે. આ મારુતિ જીપ્સી ઇલેક્ટ્રિકને ગયા શુક્રવારે આર્મી કમાન્ડર્સ કોન્ફરન્સ (ACC)માં પ્રદર્શિત કરવામાં આવી હતી. ACC એ દ્વિવાર્ષિક કાર્યક્રમ છે અને ભારતીય સેનાના સૌથી મોટા મેળાવડાઓમાંનો એક છે.
આ ઓપરેશન પાછળ ટેડપોલ પ્રોજેક્ટ્સ સ્ટાર્ટઅપે કામ કર્યું છે, આ સ્ટાર્ટઅપને IIT-દિલ્હી હેઠળ ઇન્ક્યુબેટ કરવામાં આવ્યું છે. આ સ્ટાર્ટઅપની સત્તાવાર વેબસાઇટ અનુસાર, Tadpole Projects મુખ્યત્વે વિન્ટેજ કાર અને જિપ્સી સાથે કામ કરે છે. આ સ્ટાર્ટઅપ જૂની વિન્ટેલ કારને પણ રિટ્રોફિટ કરે છે, જેના દ્વારા જૂની કારને નવી રીતે સુધારીને તૈયાર કરવામાં આવે છે.
Retrofitted Electric #Gypsies were showcased at the ongoing #Army Commanders Conference in New Delhi. #IADN pic.twitter.com/1N1oKrzPMv
— Indian Aerospace Defence News – IADN (@NewsIADN) April 21, 2023
ભારતીય સેનાની ઇલેક્ટ્રિક જીસ્પી કેવી છે:
આ ઈલેક્ટ્રિક જીસ્પીની મૂળભૂત ડિઝાઈનમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી, જોકે SUVની બોડી પર ‘EV’ બેજિંગ અને ઈન્ડિયન આર્મીનો લોગો આપવામાં આવ્યો છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ મારુતિ જીસ્પીને ઇલેક્ટ્રિક અવતારમાં કન્વર્ટ કરવા માટે 30 kW ક્ષમતાની કીટનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જે એક ચાર્જમાં 120 કિલોમીટર સુધીની ડ્રાઇવિંગ રેન્જ આપે છે.
આ સમાચાર પણ વાંચો: Vivo Pad2 10,000mAh બેટરી, બિલ્ટ-ઇન ટ્રેકપેડ અને સ્ટાઈલસ સપોર્ટ સાથે લોન્ચ થયું. જાણો કિંમત અને પ્રોડક્ટ ના ફીચર્સ અહીં
પ્રથમ જીપ્સી ક્યારે લોન્ચ કરવામાં આવી હતી:
મારુતિ જીપ્સીનો ભારતીય સેના સાથે ઘણો જૂનો સંબંધ છે, આ SUV ઘણા સમયથી સેનાની સેવામાં છે. કંપનીએ ડિસેમ્બર 1985માં પહેલીવાર મારુતિ જીપ્સી રજૂ કરી હતી, તે સમયે આ SUV ભારતીય બજારમાં 970 cc F10A સુઝુકી એન્જિન સાથે લૉન્ચ કરવામાં આવી હતી. શરૂઆતમાં, તે માત્ર સોફ્ટ-ટોપ તરીકે જ ઉપલબ્ધ હતું, પરંતુ આફ્ટરમાર્કેટ હાર્ડટોપ્સ લોકપ્રિય થયા પછી તેને હાર્ડટોપ સાથે ઓફર કરવામાં આવી હતી. કંપનીએ સત્તાવાર રીતે વર્ષ 2018માં તેનું ઉત્પાદન બંધ કરી દીધું હતું.