મારુતિ જીપ્સીના ઇલેક્ટ્રિક અવતારનું અનાવરણ, ભારતીય સેના માટે SUV રેટ્રોફિટ. જુઓ તેનો ડેસિંગ લુક અને સોલિડ ફીચર્સ.

મારુતિ જીપ્સી ઈલેક્ટ્રિકની બૉડી અને એક્સટીરિયરમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી, જેને ટ્રેડિશનલ લુક અને ડિઝાઈન આપવામાં આવી છે. આ ઇલેક્ટ્રિક એસયુવીને ભારતીય સેના, IIT દિલ્હી અને Tadpole Projects નામના સ્ટાર્ટઅપ દ્વારા સંયુક્ત રીતે તૈયાર કરવામાં આવી છે.

by Dr. Mayur Parikh
Maruti Gypsy Electric Model unveiled

News Continuous Bureau | Mumbai

મારુતિ જિપ્સી, જેણે દાયકાઓ સુધી ભારતીય માર્ગ પર હલચલ મચાવી હતી, તેને સંપૂર્ણપણે નવા ઇલેક્ટ્રિક અવતારમાં રજૂ કરવામાં આવી છે. આ જૂની જીપ્સી ખાસ કરીને ભારતીય સેના માટે બનાવવામાં આવી છે, જેને ભારતીય સેના, IIT દિલ્હી અને Tadpole Projects નામના સ્ટાર્ટઅપ દ્વારા રિટ્રોફિટ કરવામાં આવી છે. આ મારુતિ જીપ્સી ઇલેક્ટ્રિકને ગયા શુક્રવારે આર્મી કમાન્ડર્સ કોન્ફરન્સ (ACC)માં પ્રદર્શિત કરવામાં આવી હતી. ACC એ દ્વિવાર્ષિક કાર્યક્રમ છે અને ભારતીય સેનાના સૌથી મોટા મેળાવડાઓમાંનો એક છે.

આ ઓપરેશન પાછળ ટેડપોલ પ્રોજેક્ટ્સ સ્ટાર્ટઅપે કામ કર્યું છે, આ સ્ટાર્ટઅપને IIT-દિલ્હી હેઠળ ઇન્ક્યુબેટ કરવામાં આવ્યું છે. આ સ્ટાર્ટઅપની સત્તાવાર વેબસાઇટ અનુસાર, Tadpole Projects મુખ્યત્વે વિન્ટેજ કાર અને જિપ્સી સાથે કામ કરે છે. આ સ્ટાર્ટઅપ જૂની વિન્ટેલ કારને પણ રિટ્રોફિટ કરે છે, જેના દ્વારા જૂની કારને નવી રીતે સુધારીને તૈયાર કરવામાં આવે છે.

ભારતીય સેનાની ઇલેક્ટ્રિક જીસ્પી કેવી છે:

ઈલેક્ટ્રિક જીસ્પીની મૂળભૂત ડિઝાઈનમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી, જોકે SUVની બોડી પર ‘EV’ બેજિંગ અને ઈન્ડિયન આર્મીનો લોગો આપવામાં આવ્યો છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ મારુતિ જીસ્પીને ઇલેક્ટ્રિક અવતારમાં કન્વર્ટ કરવા માટે 30 kW ક્ષમતાની કીટનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જે એક ચાર્જમાં 120 કિલોમીટર સુધીની ડ્રાઇવિંગ રેન્જ આપે છે.

આ સમાચાર પણ વાંચો:  Vivo Pad2 10,000mAh બેટરી, બિલ્ટ-ઇન ટ્રેકપેડ અને સ્ટાઈલસ સપોર્ટ સાથે લોન્ચ થયું. જાણો કિંમત અને પ્રોડક્ટ ના ફીચર્સ અહીં

પ્રથમ જીપ્સી ક્યારે લોન્ચ કરવામાં આવી હતી:

મારુતિ જીપ્સીનો ભારતીય સેના સાથે ઘણો જૂનો સંબંધ છે, આ SUV ઘણા સમયથી સેનાની સેવામાં છે. કંપનીએ ડિસેમ્બર 1985માં પહેલીવાર મારુતિ જીપ્સી રજૂ કરી હતી, તે સમયે આ SUV ભારતીય બજારમાં 970 cc F10A સુઝુકી એન્જિન સાથે લૉન્ચ કરવામાં આવી હતી. શરૂઆતમાં, તે માત્ર સોફ્ટ-ટોપ તરીકે જ ઉપલબ્ધ હતું, પરંતુ આફ્ટરમાર્કેટ હાર્ડટોપ્સ લોકપ્રિય થયા પછી તેને હાર્ડટોપ સાથે ઓફર કરવામાં આવી હતી. કંપનીએ સત્તાવાર રીતે વર્ષ 2018માં તેનું ઉત્પાદન બંધ કરી દીધું હતું.

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More