Maruti Brezza CNG: દેશની સૌથી મોટી કાર નિર્માતા કંપની મારુતિ સુઝુકીએ આખરે તેની પ્રખ્યાત SUV Maruti Brezzaનું નવું CNG વેરિઅન્ટ લોન્ચ કર્યું છે. કંપનીએ છેલ્લા ઓટો એક્સપો દરમિયાન બ્રેઝા એસ-CNGનું પ્રદર્શન કર્યું હતું. આ દેશની પ્રથમ સબ-કોમ્પેક્ટ SUV છે જે કંપની ફીટેડ CNG વેરિઅન્ટમાં વેચાણ માટે ઉપલબ્ધ છે. કંપનીએ આ CNG SUVને કુલ 4 ટ્રિમ માં રજૂ કરી છે, જેની શરૂઆતની કિંમત રૂ. 9.14 લાખ (એક્સ-શોરૂમ, દિલ્હી) છે.
મારુતિ બ્રેઝા CNG પેટ્રોલ મોડલના LXI, VXI અને ZXI વેરિઅન્ટમાં ઉપલબ્ધ છે અને તેની કિંમત પેટ્રોલ મોડલ કરતાં રૂ. 95,000 વધુ છે. આમાં કંપનીએ 1.5 લિટર ક્ષમતાના પેટ્રોલ-CNG એન્જિનનો ઉપયોગ કર્યો છે, જે ગ્રાન્ડ વિટારા અને અર્ટિગામાં પણ જોવા મળે છે. આ એન્જિન પેટ્રોલ મોડમાં 100.6PS પાવર અને 136Nm ટોર્ક જનરેટ કરે છે. જો કે, CNG મોડમાં, તેનું પાવર આઉટપુટ થોડું ઓછું થાય છે અને આવી સ્થિતિમાં, આ એન્જિન 87.8PS નો પાવર જનરેટ કરે છે. કંપનીએ CNG વેરિઅન્ટ માં માત્ર 5-સ્પીડ મેન્યુઅલ ટ્રાન્સમિશન ગિયરબોક્સ ઓપ્શન્સ આપ્યો છે.
મારુતિ બ્રેઝા CNG માઇલેજ અને ફીચર્સ
નવી બ્રેઝા એસ-CNG ની રજૂઆત સાથે, મારુતિ સુઝુકી પાસે હવે તેના વ્હીકલ પોર્ટફોલિયોમાં 14 CNG વ્હીકલ્સ છે. મારુતિ સુઝુકી એરેના દ્વારા સેલિંગ કરાતી તમામ કાર હવે S-CNG ટેક્નોલોજીના ઓપ્શન સાથે ઉપલબ્ધ છે. કંપનીનું કહેવું છે કે નવી Brezza S-CNG ગ્રાહકોને ઇકો-ફ્રેન્ડલી મોટરિંગ એક્સપિરિયન્સ પ્રોવાઇડ કરવા માટે ડિઝાઇન કરવામાં આવી છે જ્યારે તે ઇલેક્ટ્રિક સન રૂફ, ક્રૂઝ કંટ્રોલ, વાયરલેસ એપલ કાર પ્લે અને એન્ડ્રોઇડ ઓટો સાથે સ્માર્ટ પ્લે પ્રો ઇન્ફો ટેનમેન્ટ સિસ્ટમ, કિલેસ પુશ જેવા ફિચર્સથી સજ્જ છે. માટે કંપનીનો દાવો છે કે આ SUV 25.51 કિમી પ્રતિ કિલો (CNG) સુધીની માઈલેજ આપે છે.
આ સમાચાર પણ વાંચો : વોટ્સએપ લાવ્યું અદ્ભુત ફીચર, હવે ફોટોમાંથી આસાનીથી કોપી થશે ટેક્સ્ટ, જાણો કેવી રીતે..
મારુતિ બ્રેઝા CNG વેરિઅન્ટ્સ અને કિંમતો
વેરિઅન્ટની કિંમત (એક્સ-શોરૂમ)
LXi S-CNG રૂ. 9,14,000
VXi S-CNG રૂ.10,49,500
ZXi S-CNG રૂ.11,89,500
ZXi S-CNG ડ્યુઅલ ટોન 12,05,500
મારુતિ સુઝુકીના CNG પોર્ટફોલિયોમાં હવે Alto 800, Alto K10, S-Presso, Eeco, Wagon R, Celerio, Swift, Dzire, Baleno, Grand Vitara, XL6 અને Ertiga જેવી કારનો સમાવેશ થાય છે. છેલ્લા કેટલાક વર્ષોમાં પેટ્રોલના ભાવમાં વધારો થતાં CNG વ્હીકલ્સની માંગ ઝડપથી વધી છે. તાજેતરમાં, મારુતિ સુઝુકીએ તેની મધ્યમ કદની SUV ગ્રાન્ડ વિટારાનું CNG મોડલ પણ લોન્ચ કર્યું હતું, જેની શરૂઆતની કિંમત રૂપિયા 12.85 લાખથી શરૂ થાય છે.