News Continuous Bureau | Mumbai
મારુતિ સુઝુકી ઈન્ડિયા લિમિટેડ આગામી ઓટો એક્સ્પો 2023 માટે મોટી તૈયારીઓ કરી રહી છે. કંપનીએ આ વખતના એક્સ્પોમાં તેના ઇલેક્ટ્રિક કાર કોન્સેપ્ટ સહિત બે નવા સ્પોર્ટ યુટિલિટી વ્હીકલ (SUV) વ્હીકલની લોન્ચની જાહેરાત કરી છે. કંપનીનું કહેવું છે કે આ નવા મૉડલ ગ્રાહકો માટે ફ્યુચરિસ્ટિક ટેક્નોલોજી પર આધારિત હશે અને આ વ્હીકલમાં તમામ જરૂરી ફીચર્સ સામેલ કરવામાં આવશે, જેથી કસ્ટમરને સ્ટેબિલીટી, સિક્યોરિટી અને કનેક્ટિવિટીનો એક્સપિરિયન્સ થશે.
તમને જણાવી દઈએ કે 13 જાન્યુઆરીથી 18 જાન્યુઆરી સુધી ઈન્ડિયા એક્સ્પો માર્ટ ગ્રેટર નોઈડામાં વ્હીકલ માર્કેટ ફરી એક વખત શણગારવામાં આવશે અને લોકો બે વર્ષની લાંબી રાહ બાદ ફરી એકવાર ઓટો એક્સપોનો આનંદ લઈ શકશે. મારુતિ સુઝુકી ઈન્ડિયા લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર અને સીઈઓ શ્રી હિસાશી તાકેયુચીએ જણાવ્યું હતું કે, “ઓટો એક્સ્પો એ અમારી સ્ટેબિલીટી અને ટેક્નોલોજી આધારિત પ્રોડક્શનની સીરીઝ દ્વારા ભવિષ્યની ગતિશીલતા પ્રત્યે અમારી પ્રતિબદ્ધતા દર્શાવવાની બીજી તક છે. અમને વિશ્વાસ છે કે નવી SUV, ફ્યુચરિસ્ટિક કોન્સેપ્ટ EV, હાઇબ્રિડ, ફ્લેક્સ-ફ્યુઅલ પ્રોટોટાઇપ અને અન્ય તમામ મોડલ્સ જે એક્સ્પોમાં પ્રદર્શિત થશે તે કસ્ટમરની કલ્પનાને અનુરૂપ હશે.
આ સમાચાર પણ વાંચો: સરકારે SUVની વ્યાખ્યા સમજાવી, શું વ્હીકલની કિંમત પર પડશે અસર?
કંપની 16 વ્હીકલ લોન્ચ કરશે
મારુતિ સુઝુકી આ વખતે એક્સ્પોમાં 16 વ્હીકલની વિશાળ સીરીઝનું પ્રદર્શન કરશે જેમાં એક ઈલેક્ટ્રિક કોન્સેપ્ટ SUV, બે નવી SUV, WagonR ફ્લેક્સ ફ્યુઅલ પ્રોટોટાઈપ અને ગ્રાન્ડ વિટારા, XL6, Ciaz, Ertiga, Brezza, Baleno જેવા હાલના મોડલ્સની કસ્ટમાઈઝ્ડ રેન્જનો સમાવેશ થાય છે. . બીજી તરફ, સ્વિફ્ટ પણ નવા અવતારમાં લોન્ચ થવાની તૈયારીમાં છે.
કંપની દ્વારા શેર કરવામાં આવેલી માહિતી અનુસાર, મારુતિ સુઝુકી તેના વ્હીકલની રેન્જ પેવેલિયન હોલ નંબર 9માં 4,118 ચોરસ મીટરમાં લોન્ચ કરશે. કંપનીના પેવેલિયનને ચાર ઝોનમાં વહેંચવામાં આવશે, જેમાં સસ્ટેનેબિલિટી ઝોન, ટેક્નોલોજી ઝોન, ઇનોવેશન ઝોન અને એડવેન્ચર ઝોનનો સમાવેશ થશે. આ તમામ ઝોનમાં કંપની તેમની કેટેગરી પ્રમાણે વ્હીકલ પ્રદર્શિત કરશે.
આ SUV પર રહેશે નજર
મારુતિ સુઝુકી આ વખતે ઓટો એક્સપો દરમિયાન તેની નવી 5-ડોર જીમ્ની અને બલેનો આધારિત SUV કૂપે લોન્ચ કરશે. જોકે જિમ્નીનું ત્રણ-ડોરનું વર્ઝન પહેલેથી જ મેન્યુફેક્ટરિંગમાં આવી રહ્યું છે, જે કંપની અન્ય દેશોમાં નિકાસ કરે છે. હાલમાં જ તેનું ફાઈવ ડોર વર્ઝન ટેસ્ટિંગ દરમિયાન જોવા મળ્યું છે. આ ઉપરાંત, કંપની તેની નવી ઇલેક્ટ્રિક SUV કોન્સેપ્ટ YY8 (કોડનેમ) પણ લોન્ચ કરશે.
આ સમાચાર પણ વાંચો: શા માટે 22 ડિસેમ્બરે રાષ્ટ્રીય ગણિત દિવસ ઉજવવામાં આવે છે? જાણો તેની પાછળનું કારણ