Site icon News Continuous Bureau | Mumbai

Meta Paid Subscription| યુઝર્સના ખિસ્સા ખાલી કરશે મેટા! હવે ઇન્સ્ટાગ્રામવોટ્સએપ વાપરવાના પણ પૈસા લાગશે, જાણો નવા પ્લાનની કિંમત

Meta Paid Subscription| સોશિયલ મીડિયા યુઝર્સને લાગશે ઝટકો કંપની આવક વધારવા માટે લાવી 'પ્લસ' વર્ઝન, પ્રીમિયમ ફીચર્સ અને કસ્ટમાઇઝેશન માટે દર મહિને ચૂકવવો પડશે ચાર્જ.

Meta Paid Subscription| યુઝર્સના ખિસ્સા ખાલી કરશે મેટા! હવે ઇન્સ્ટાગ્રામવોટ્સએપ વાપરવાના પણ પૈસા લાગશે, જાણો નવા પ્લાનની કિંમત

Meta Paid Subscription| યુઝર્સના ખિસ્સા ખાલી કરશે મેટા! હવે ઇન્સ્ટાગ્રામવોટ્સએપ વાપરવાના પણ પૈસા લાગશે, જાણો નવા પ્લાનની કિંમત

 

News Continuous Bureau | Mumbai

Join Our WhatsApp Channel

Meta Paid Subscription| સોશિયલ મીડિયા દિગ્ગજ કંપની મેટાએ એક મોટો નિર્ણય લેતા વિશ્વભરના યુઝર્સ માટે પેઇડ સબ્સ્ક્રિપ્શન પ્લાન્સ જાહેર કર્યા છે. હવે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને વોટ્સએપનો ઉપયોગ કરવા માટે યુઝર્સે રિચાર્જ જેવો માસિક ચાર્જ ચૂકવવો પડી શકે છે. કંપની આ એપ્સનું ‘પ્લસ’ વર્ઝન લોન્ચ કરવા જઈ રહી છે, જેમાં નાણાં ચૂકવનારા યુઝર્સને કેટલાક ખાસ અને એક્સક્લુઝિવ ફીચર્સ મળશે જે ફ્રી વર્ઝનના યુઝર્સને આપવામાં નહીં આવે. કંપનીનો મુખ્ય ઉદ્દેશ્ય માત્ર જાહેરાતો પર નિર્ભર ન રહીને પોતાની કમાણીના સ્ત્રોત વધારવાનો છે.

ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને વોટ્સએપ પ્લાન્સની કિંમતો જાહેર

મેટાએ આ પ્લાન્સની આંતરરાષ્ટ્રીય કિંમતો નક્કી કરી દીધી છે. ઇન્સ્ટાગ્રામ પ્લસ અને ફેસબુક પ્લસ માટે યુઝર્સે દર મહિને ૩.૯૯ ડોલર એટલે કે આશરે ૩૮૭ રૂપિયા ચૂકવવા પડશે. જ્યારે વોટ્સએપ પ્લસ માટે માસિક ૨.૯૯ ડોલર એટલે કે આશરે ૨૯૦ રૂપિયાનો ચાર્જ રાખવામાં આવ્યો છે. જોકે, ભારતીય બજાર માટે કંપનીએ હજુ સુધી સત્તાવાર કિંમતોની જાહેરાત કરી નથી. વોટ્સએપ પ્લસ હેઠળ યુઝર્સને કસ્ટમ થીમ્સ, યુનિક રિંગટોન, પ્રીમિયમ સ્ટિકર્સ અને વધુ ચેટ્સ પિન કરવાની સુવિધા મળશે.

ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પ્લસમાં મળશે એડવાન્સ કસ્ટમાઇઝેશન ટુલ્સ

એક અહેવાલ અનુસાર, ઇન્સ્ટાગ્રામ પ્લસના સબ્સ્ક્રાઇબર્સ એ જોઈ શકશે કે તેમની સ્ટોરી કેટલી વાર ફરીથી જોવામાં આવી છે. આ ઉપરાંત, યુઝર્સ પોતાની સ્ટોરી ૨૪ કલાકથી વધુ સમય માટે પબ્લિશ રાખી શકશે અને દર અઠવાડિયે એક સ્ટોરીને વધુ વિઝિબિલિટી માટે સ્પોટલાઇટ કરી શકશે. એટલું જ નહીં, યુઝર્સ સ્ટોરી જોનારાઓની યાદીમાં સર્ચ પણ કરી શકશે. મેટા દ્વારા આ પ્લાન્સમાં કસ્ટમ એપ આઇકન, બાયો માટે ખાસ ફોન્ટ્સ અને એનિમેટેડ સુપર હાર્ટ રિએક્શન જેવા કોસ્મેટિક અપગ્રેડ પણ આપવામાં આવશે. આ પ્લાન્સ આઇડેન્ટિટી વેરિફિકેશન આપતા ‘મેટા વેરિફાઇડ’ કરતાં તદ્દન અલગ હશે.

કન્ટેન્ટ ક્રિએટર્સ, બિઝનેસ અને એઆઈ યુઝર્સ માટે ખાસ ‘મેટા વન’ પ્લાન્સ

મેટાએ માત્ર સોશિયલ મીડિયા એપ્સ જ નહીં, પરંતુ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને ક્રિએટર્સ માટે ‘મેટા વન’ નામે નવા પ્લાન્સ રજૂ કર્યા છે. સામાન્ય યુઝર્સ માટે મેટા એઆઈ ચેટબોટ મફત રહેશે, પરંતુ જેઓ વધુ ઇમેજ કે વીડિયો જનરેટ કરે છે તેમના માટે લિમિટ પૂરી થયા બાદ પેઇડ પ્લાન લેવો પડશે. જેમાં મેટા વન પ્લસની કિંમત માસિક ૭.૯૯ ડોલર (આશરે ૭૭૫ રૂપિયા) અને મેટા વન પ્રીમિયમની કિંમત ૧૯.૯૯ ડોલર (આશરે ૧,૯૩૯ રૂપિયા) રાખવામાં આવી છે. બિઝનેસ યુઝર્સ માટે મેટા વન એસેન્શિયલ અને મેટા વન એડવાન્સ્ડ પ્લાન લાવવામાં આવ્યા છે, જે ફેસબુક ફીડ અને સર્ચ રિઝલ્ટમાં વધુ રીચ મેળવવામાં મદદ કરશે.

👉 આ સમાચાર વાચો:
Akasa Air Emergency। હવામાં ફ્યુઅલ ઓછું થતાં અકાસા એરની ફ્લાઈટમાં ઇમરજન્સી, એરપોર્ટ પર દોડધામ

Maharashtra Auto Taxi Marathi Deadline Extension મરાઠી ન આવડતી હોય તો ટેન્શન નહીં! મહારાષ્ટ્રમાં ડ્રાઇવરોને ૧ વર્ષની ડેડલાઇન, ગોઠવ્યા ખાસ વર્ગો
Delimitation 543 Seats Freeze સંસદમાં ફરી રાજકીય ગરમાવો ખડગેએ PM મોદીને પત્ર લખીને કરી લોકસભાની ૫૪૩ બેઠકો ૨૫ વર્ષ સુધી યથાવત રાખવાની માંગ
Nepal Heavy Devastation ચીનની મોટી ચેતવણીથી હડકંપ નેપાળમાં વિનાશક પૂર વચ્ચે આગામી ૩ દિવસ અત્યંત જોખમી
Kanpur Plane Crash કાનપુર પ્લેન ક્રેશ.. ટ્રેનિંગ વિમાન તૂટી પડતા પાયલોટનું દર્દનાક મોત, કોપાયલોટ જિંદગી અને મોત વચ્ચે ઝોલા ખાઈ રહ્યા છે
Exit mobile version