Site icon

MG લાવી રહ્યું છે સસ્તી અને નાની ઇલેક્ટ્રિક કાર, 200Km રેન્જ સાથે, કિંમત પણ જાણી લો

 News Continuous Bureau | Mumbai

દેશમાં ઈલેક્ટ્રિક કારનું (electric cars) માર્કેટ ધીમે ધીમે મજબૂત થઈ રહ્યું છે. તાજેતરમાં ઘણી ઈલેક્ટ્રિક કાર લોન્ચ કરવામાં આવી છે. હવે MG મોટર પણ ટૂંક સમયમાં પોતાની નવી ઇલેક્ટ્રિક કાર લોન્ચ કરવાની તૈયારી કરી રહી છે. ભારતીય બજારમાં (Indian market) કંપનીની આ બીજી ઇલેક્ટ્રિક કાર હશે, આ પહેલા કંપનીએ MG eZS રજૂ કરી છે, જે માર્કેટમાં વધુ સારું પ્રદર્શન કરી રહી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, MGની આ નવી ઈલેક્ટ્રિક કાર સાઇઝમાં નાની અને સસ્તી હશે. મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે, આ કાર એક જ ચાર્જમાં 200 કિલોમીટર સુધીની મુસાફરી કરી શકશે. લેટેસ્ટ અપડેટ મુજબ કંપની આ કારને 5 જાન્યુઆરીએ રજૂ કરશે.

Join Our WhatsApp Community

Wuling Air EV પર આધારિત હશે

જો રિપોર્ટ્સનું માનીએ તો, આ ઇલેક્ટ્રિક કાર ઈન્ડોનેશિયામાં (Indonesia) વેચાતી Wuling Air EV પર આધારિત હશે. ભારતમાં, આ કારને કોડ નેમ E230 આપવામાં આવ્યું છે, અત્યારે અહીં તેને Air EV નામ આપવાની શક્યતા ઓછી છે. અહીં તેને નવું નામ આપી શકાય છે.

આ સમાચાર પણ વાંચો: એક જ ઝાટકે 200 વ્હીકલની ડિલિવરી! આ બજેટ ઇલેક્ટ્રિક સ્કૂટર ખુબ ચર્ચામાં

કારની સાઈઝ કેટલી હશે

MG મોટર દ્વારા ટૂંક સમયમાં લાવવામાં આવતી આ ઇલેક્ટ્રિક કારના પરિમાણો Wuling Air EV સમાન હોઈ શકે છે. તેની લંબાઈ 2,974 mm, પહોળાઈ 1,505 mm અને ઊંચાઈ 1,631 mm હશે. આ ઇલેક્ટ્રિક કારનો વ્હીલ બેઝ 2,010 mm હશે. મતલબ કે આ ઇલેક્ટ્રિક કાર Tata Tiago EV કરતા નાની હશે.

કાર બે બેટરી સાથે આવશે

કંપની આ ઇલેક્ટ્રિક કારને બે અલગ-અલગ બેટરી ઓપ્શન સાથે ઓફર કરી શકે છે. રિપોર્ટ અનુસાર, એક વેરિઅન્ટમાં 17.3 kWh કેપેસિટીનો બેટરી પેક અને બીજા વેરિઅન્ટમાં 26.7 kWh કેપેસિટીનો ઉપયોગ કરી શકાય છે. તેનું નાનું બેટરી પેક સિંગલ ચાર્જમાં 200 કિલોમીટરની ડ્રાઇવિંગ રેન્જ આપી શકે છે અને મોટું પેક 300 કિલોમીટર સુધીનું અંતર આપી શકે છે.

આ સમાચાર પણ વાંચો: મોટા સમાચાર.. મુંબઈ શહેરમાં મોદી સરકારના આ મંત્રીના ઘર પર પડ્યો હથોડો.. શરૂ થયું બંગલામાં ડિમોલિશનનું કામ.. જાણો શું છે સમગ્ર મામલો

ક્લાઈમેટ કંટ્રોલ અને બેટરી મેનેજમેન્ટ સિસ્ટમ પર કામ કરાશે

MG Motor India વાહનમાં કેટલાક જરૂરી ફેરફારો પણ કરશે. આબોહવા નિયંત્રણ અને બેટરી મેનેજમેન્ટ સિસ્ટમ પર કામ કરી શકાય છે જેથી વાહન ભારે ગરમી અને ભારે હવામાન પરિસ્થિતિઓનો સામનો કરી શકે. ભારતીય આબોહવા અનુસાર, કારની બહેતર બેટરી મેનેજમેન્ટ સિસ્ટમ હોવી ખૂબ જ મહત્વપૂર્ણ છે, કારણ કે ગયા ઉનાળામાં દેશના વિવિધ ભાગોમાં ટાટા નેક્સન ઈલેક્ટ્રિક સહિત ઈલેક્ટ્રિક વાહનોમાં આગ લાગવાના ઘણા કિસ્સા નોંધાયા હતા.

ખર્ચ શું હોઈ શકે?

MG મોટર અનુસાર, આ વાહનને 2023ના શરૂઆતના મહિનામાં લોન્ચ કરવામાં આવશે. એવી શક્યતા છે કે કાર નિર્માતા તેને ઓટો એક્સપો 2023માં લોન્ચ કરે. આ ઇલેક્ટ્રિક કારની કિંમત 10 લાખ રૂપિયા હોઈ શકે છે. જો કે, કિંમતની પુષ્ટિ કરવા માટે, આપણે કારના લોન્ચ સુધી રાહ જોવી પડશે.

Zoho: વોટ્સએપને ટક્કર આવી ગયું ઝોહોનું દેશી મેસેજિંગ એપ અરટ્ટાઈ, જાણો શું છે તેની ખાસિયત
AI Video: હવે સોશિયલ મીડિયા પર મચશે ધમાલ! મેટા એ લોન્ચ કર્યું નવું પ્લેટફોર્મ, ચપટીમાં બનશે AI વીડિયો.
Bengaluru Traffic Police: બેંગ્લોર ના ડ્રાઈવરો થઇ જાઓ સાવધાન,હવે ગાડી ચાલતા જ જાણી શકાશે કેટલા ચલણ છે પેન્ડિંગ,ટ્રાફિક પોલીસ એ લોધો આ ટેક્નોલોજી નો સહારો
OpenAI: એ લોન્ચ કર્યું ફીચર, જાણો કેવી રીતે થશે તેનો ઉપયોગ.
Exit mobile version