Site icon

Moto G Stylus 5G: Moto G Stylus 5G 2024 લૉન્ચ, Samsung Galaxy S24 Ultra ને આપશે સ્પર્ધા.. જાણો શું રહેશે કિંમત અને ફિસર્ચ..

Moto G Stylus 5G: જો તમને મોટોરોલા સ્માર્ટફોન પસંદ છે તો તમારા માટે સારા સમાચાર છે. Moto એ નવો સ્માર્ટફોન Moto G Stylus 5G લોન્ચ કર્યો છે. Motoએ આ ફોનમાં ઓછી કિંમતમાં પાવરફુલ ફીચર્સ આપ્યા છે. આ ફોનની સૌથી ખાસ વાત એ છે કે કંપનીએ તેને Galaxy S24 Ultra જેવી સ્ટાઈલસ પેન પણ આપી છે.

Moto G Stylus 5G Moto G Stylus 5G 2024 launch, will give competition to Samsung Galaxy S24 Ultra

Moto G Stylus 5G Moto G Stylus 5G 2024 launch, will give competition to Samsung Galaxy S24 Ultra

News Continuous Bureau | Mumbai

Moto G Stylus 5G: Motorola એ પોતાનો નવો સ્માર્ટફોન Moto G Stylus 5G (2024) લોન્ચ કર્યો છે. કંપનીએ તેનો નવો ફોન અમેરિકન માર્કેટમાં રજૂ કર્યો છે, જે Samsung Galaxy S24 Ultra જેવા સ્ટાઈલસ પેન સાથે આવે છે. આ ફોન બ્રાન્ડની જી-સિરીઝનો ભાગ છે, જે Moto G Stylus (2023) ની અનુગામી છે.

Join Our WhatsApp Community

આ ફોન વેગન લેધર ફિનિશ અને ઇન-બિલ્ટ સ્ટાઈલસ સાથે આવે છે. સ્ટાઈલસ પેનની મદદથી, તમે નોંધો લખી શકો છો, ડૂડલ્સ બનાવી શકો છો, ફોટામાં ફેરફાર કરી શકો છો અને બીજી ઘણી વસ્તુઓ કરી શકો છો. ચાલો જાણીએ આ સ્માર્ટફોનની ( smartphone ) કિંમત અને અન્ય ખાસ ફીચર્સ.

 Moto G Stylus 5G: Motorola નો આ ફોન અમેરિકન માર્કેટમાં લોન્ચ કરવામાં આવ્યો છે…

Motorola નો આ ફોન અમેરિકન માર્કેટમાં લોન્ચ કરવામાં આવ્યો છે. તેની કિંમત $399.99 (અંદાજે 33,400 રૂપિયા) છે. તે અમેરિકાના મોટા શહેરોમાંથી ખરીદી શકાય છે. કંપનીએ તેને બે કલર ઓપ્શનમાં લોન્ચ કર્યું છે – જેમાં કૈરેમલ લાટે અને સ્કારલેટ વેવ છે. જોકે, ભારતમાં આ ફોન લોન્ચ થવાની શક્યતાઓ ઘણી ઓછી છે.

આ સમાચાર પણ વાંચો:  Drunken girls : પહેલા દારૂ પીધો, પછી પોલીસ પર થૂંકી હવે જેલ ભેગી. મુંબઈની ત્રણ છોકરી નો વિડીયો વાયરલ

Moto G Stylus 5G (2024)માં ( smartphone Features )  6.7-ઇંચની FHD+ pOLED ડિસ્પ્લે છે. સ્ક્રીન 120Hz રિફ્રેશ રેટ, 2.5D કર્વ્ડ ગ્લાસ, 1200 Nits ની પીક બ્રાઈટનેસ સાથે આવે છે. સ્માર્ટફોનમાં Qualcomm Snapdragon 6 Gen 1 પ્રોસેસર આપવામાં આવ્યું છે.

Moto G Stylus 5G: ફોન 8GB રેમ + 256GB સ્ટોરેજ સાથે આવે છે.

ફોન 8GB રેમ + 256GB સ્ટોરેજ સાથે આવે છે. તમે માઈક્રો SD કાર્ડની મદદથી સ્ટોરેજને 2TB સુધી વધારી શકો છો. આ હેન્ડસેટ એન્ડ્રોઇડ 14 પર કામ કરે છે. સ્માર્ટફોનમાં ઇન-ડિસ્પ્લે ફિંગરપ્રિન્ટ સેન્સર, ડ્યુઅલ સ્ટીરિયો સ્પીકર્સ અને ડોલ્બી એટમોસ જેવા ફીચર્સ આપવામાં આવ્યા છે.

ઓપ્ટિક્સ વિશે વાત કરીએ તો, ફોનમાં 50MP પ્રાયમરી કેમેરો છે, જે 13MP અલ્ટ્રા-વાઇડ એંગલ લેન્સ સાથે આવે છે. કંપનીએ ફ્રન્ટમાં 32MP સેલ્ફી કેમેરો આપ્યો છે. ઉપકરણને પાવર આપવા માટે, 5000mAh બેટરી આપવામાં આવી છે, જે 30W ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરે છે. તેમાં 15W વાયરલેસ ચાર્જિંગ પણ છે.

Vadhvan Offshore Airport: મુંબઈ નજીક સમુદ્રની વચ્ચે બનશે ભારતનું પ્રથમ એરપોર્ટ: ₹45,000 કરોડનો ખર્ચ અને દર વર્ષે 9 કરોડ મુસાફરોની ક્ષમતા; જાણો ક્યાં અને કેવી રીતે બનશે
WhatsApp વાપરવા માટે હવે આપવા પડશે પૈસા! મેટાએ કમાણી માટે શોધ્યો નવો રસ્તો; જાણો કયા ફીચર માટે લાગશે ચાર્જ.
Croma Republic Day Sale 2026: ક્રોમાનો સૌથી મોટો ધડાકો! iPhone 17 ની કિંમત જાણીને તમે પણ ખરીદવા દોડશો; iPhone 15 અને Samsung S-Series પર મળી રહી છે સીધી ₹25,000 સુધીની બચત.
NASA: સ્પેસ સ્ટેશનના ઈતિહાસમાં પ્રથમવાર: એક અવકાશયાત્રીની તબિયત બગડતા 4 સભ્યોને અધવચ્ચેથી પૃથ્વી પર પાછા તેડાવ્યા
Exit mobile version