Site icon

Motorola Edge 50 Ultra: Motorola Edge 50 Ultra ભારતમાં લૉન્ચ, વેચાણ થયું શરુ, આટલું મળી રહ્યું છે ડિસ્કાઉન્ટ.. જાણો વિગતે..

Motorola Edge 50 Ultra: મોટોરોલાએ તાજેતરમાં નવીનતમ ફ્લેગશિપ મોટોરોલા એજ 50 અલ્ટ્રા લોન્ચ કર્યો છે , જેનો સેલ ગઈકાલથી શરુ થઈ ગયો છે. આ ફોનમાં ઘણા AI ફીચર્સ સાથે પાવરફુલ કેમેરા અને પ્રોસેસર પણ ઉપલબ્ધ કરવામાં આવ્યા છે. તો જાણો શું છે આ ફોનના અન્ય ફીચર્સ..

Motorola Edge 50 Ultra Motorola Edge 50 Ultra Launched in India, Sale Started, Discounts Are Available.. Know Details..

Motorola Edge 50 Ultra Motorola Edge 50 Ultra Launched in India, Sale Started, Discounts Are Available.. Know Details..

News Continuous Bureau | Mumbai

Motorola Edge 50 Ultra: Motorola એ ગયા અઠવાડિયે ભારતમાં પોતાનો નવો સ્માર્ટફોન ( Motorola smartphone )  લોન્ચ કર્યો હતો, જેનું નામ Motorola Edge 50 Ultra છે. તેમજ ગઈકાલે આ સ્માર્ટફોનની પ્રથમ સેલ હતી જે ચાલુ થઈ ગઈ છે. આ સેલ દરમિયાન ઘણી સારી ડિસ્કાઉન્ટ અને ડીલ્સનો લાભ લઈ શકાય છે. તેમાં 12GB રેમ અને Snapdragon 8s Gen 3 પ્રોસેસર છે. ચાલો જાણીએ આ ફોન વિશે વિગતવાર. 

Join Our WhatsApp Community

મોટોરોલાના આ સ્માર્ટફોનની કિંમત 59,999 રૂપિયા છે. આ કિંમતમાં 12GB+512GB વેરિઅન્ટ ઉપલબ્ધ છે. આ સાથે 5000 રૂપિયાનું પ્રારંભિક ડિસ્કાઉન્ટ ( smartphone discount ) પણ મળશે. આ પછી તેની કિંમત 54,999 રૂપિયા થઈ જશે. આ બાદ બેંક ઓફર્સ પણ ઉપલબ્ધ છે, જેમાં 5,000 રૂપિયાનું એક્સ્ટ્રા ડિસ્કાઉન્ટ મળશે. આ પછી આ મોબાઈલની કિંમત 49,999 રૂપિયા થઈ જશે.

 Motorola Edge 50 Ultra: Motorola Edge 50 Ultra સ્માર્ટફોન Android 14 ઓપરેટિંગ સિસ્ટમ પર કામ કરે છે…

આ Motorola Edge 50 Ultra સ્માર્ટફોનની પ્રથમ સેલ 24 જૂન, 2024ના રોજ બપોરે 12 વાગ્યે ઈ-કોમર્સ પ્લેટફોર્મ ફ્લિપકાર્ટ, Motorola.in અને રિલાયન્સ ડિજિટલ ( Reliance Digital ) જેવા અન્ય રિટેલ સ્ટોર્સ પર ચાલુ થઈ ગયું છે.  

Motorola Edge 50 Ultra સ્માર્ટફોન Android 14 ઓપરેટિંગ સિસ્ટમ પર કામ કરે છે. તેમાં Snapdragon 8s Gen 3 મોબાઈલ પ્લેટફોર્મનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જેની મદદથી તમને સ્મૂધ અને ફાસ્ટ પરફોર્મન્સ મળે છે. આ ફોનમાં 12 GB LPDDR5X રેમ અને 512GB UFS 4.0 ઇનબિલ્ટ સ્ટોરેજ પણ છે. 

આ સમાચાર પણ વાંચો :  Mumbai: મુંબઈમાં મરાઠીઓની વસ્તીમાં આવ્યો ઘટાડો, નવા પ્રોજેક્ટ્સમાં 50 ટકા મકાનો અનામત રાખવા જોઈએ, શિવસેના UBTના આ નેતાએ કરી માંગ..

Motorola Edge 50 Ultra: Motorola Edge 50 Ultraમાં 6.7 ઇંચની સુપર 1.5K પોલેડ સ્ક્રીન છે…

Motorola Edge 50 Ultra માં સુરક્ષા એ પ્રાથમિકતા છે, જેના માટે આમાં ઓન-સ્ક્રીન ફિંગરપ્રિન્ટ રીડર, ફેસ અનલોક, ThinkShield અને Moto Secure જેવી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. આ સ્માર્ટફોનમાં 4500mAh બેટરી છે, જેના વિશે કંપનીનો દાવો છે કે તે ફુલ ચાર્જ કરવા પર આખા દિવસનું બેકઅપ આપે છે. આ હેન્ડસેટને ચાર્જ કરવા માટે, તેને 125W ટર્બોપાવર મળે છે, જે માત્ર 7 મિનિટમાં બેટરીને એટલી ચાર્જ કરે છે, જેની મદદથી તે આખા દિવસનો બેટરી બેકઅપ આપી શકે છે.

Motorola Edge 50 Ultraમાં 6.7 ઇંચની સુપર 1.5K (1220p) પોલેડ સ્ક્રીન છે. તે HDR10+ ને સપોર્ટ કરે છે. તેનો રિફ્રેશ રેટ 144Hz છે. આ સાથે 360Hzનો ગેમિંગ મોડ પણ આમાં ઉપલબ્ધ છે. તેમાં LTPS ટેક્નોલોજી છે, જે 2500 nits ની ટોચની બ્રાઈટનેસ પ્રદાન કરે છે.

Motorola Edge 50 Ultraમાં ટ્રિપલ રિયર કેમેરા સેટઅપ છે. આમાં પ્રાથમિક કેમેરા 50MPનો છે. સેકન્ડરી કેમેરા 50MP અલ્ટ્રા વાઈડ એંગલ લેન્સ છે, જે મેક્રો વિઝન સાથે આવે છે. તેમાં 64MP ટેલિફોટો સાથે 3x ઓપ્ટિકલ ઝૂમ છે. સેલ્ફી અને વીડિયો કોલિંગ માટે 50MP સેલ્ફી કેમેરા પણ આપવામાં આવ્યો છે.  

 

OpenAI lawsuit: AI વિવાદ: ઓપનએઆઈ (OpenAI) વિરુદ્ધ મોટી કાયદાકીય કાર્યવાહી, આત્મહત્યા માટે ઉશ્કેરવાના આરોપસર આટલા કેસ દાખલ
EV Car: EV કાર ચાલકો માટે ખુશખબર! ચાર્જિંગ સ્ટેશનની ચિંતા સમાપ્ત, હવે ગાડીનું ચાર્જિંગ રસ્તા પર જ
Driverless Cars: ડ્રાઇવરલેસ કાર તૈયાર: ભારતીય વિદ્યાર્થીઓની મોટી સિદ્ધિ, ટેસ્લાને પડકાર.
WhatsApp Feature: વોટ્સએપમાં આવી રહ્યું છે ફેસબુક જેવું દમદાર ફીચર, બદલાશે પ્રોફાઇલનો લૂક, દરેક યુઝરને આવશે પસંદ
Exit mobile version