Site icon

બ્લૂટૂથ કોલિંગ સાથેની નવી સ્માર્ટવોચ ભારતમાં લોન્ચ, 10 દિવસ સુધી ચાલશે બેટરી, જાણો કિંમત

બોલ્ટ રોવર સ્માર્ટવોચ ભારતમાં લોન્ચ કરવામાં આવી છે. બોલ્ટની આ નવી સ્માર્ટવોચ અંગે કંપનીનો દાવો છે કે તેની બેટરી એક વાર ચાર્જ કરવા પર 10 દિવસ સુધી ચાલે છે. આમાં બ્લૂટૂથ કોલિંગનો ઓપ્શન પણ આપવામાં આવ્યો છે. તેની કિંમત અને અન્ય વિગતો જાણો.

New smartwatch called the Boult Rover has been released

બ્લૂટૂથ કોલિંગ સાથેની નવી સ્માર્ટવોચ ભારતમાં લોન્ચ, 10 દિવસ સુધી ચાલશે બેટરી, જાણો કિંમત

News Continuous Bureau | Mumbai

ઓડિયો અને એફોર્ડેબલ સ્માર્ટવોચ નિર્માતા બોલ્ટે દેશમાં નવી સ્માર્ટવોચ રજૂ કરી છે. કંપનીએ તેનું નામ બોલ્ટ રોવર રાખ્યું છે. કંપની તેમાં પ્રીમિયમ ફીચર્સ આપવાનો દાવો કરે છે. તેમાં બ્લૂટૂથ કોલિંગ ફીચર પણ આપવામાં આવ્યું છે. તેમાં 1.3 ઇંચની AMOLED સ્ક્રીન છે.

Join Our WhatsApp Community

બોલ્ટ રોવરનું ક્લાસિક વર્ઝન બ્રાઉન લેધર સ્ટ્રેપ સાથે આવે છે. જ્યારે તેની સાથે ઓરેંન્જ પટ્ટો કોઈપણ વધારાના ખર્ચ વિના આપવામાં આવી રહ્યો છે. કંપનીએ જણાવ્યું છે કે કસ્ટમરને તેની સાથે સારી ક્વોલિટીની ગેરંટી પણ મળશે. આ સિવાય તેમાં ઘણા ફિચર્સ પણ આપવામાં આવી છે.

બોલ્ટ રોવર સ્માર્ટવોચ કિંમત અને ઉપલબ્ધતા

Boult Rover સ્માર્ટવોચ ભારતમાં રૂ 2,999 માં રજૂ કરવામાં આવી છે. તે બે બંડલમાં ઉપલબ્ધ કરાવવામાં આવ્યું છે. તેના ક્લાસિક સ્વિચ વર્ઝનમાં પ્રાઇમરી સ્ટ્રેપ સાથે લેધર બ્રાઉનનો ઓપ્શન આપવામાં આવ્યો છે. જ્યારે ઓરેન્જ સ્ટ્રેપ કોઈપણ વધારાના ચાર્જ વગર આપવામાં આવી રહી છે.

કંપનીએ બીજા વેરિઅન્ટનું નામ Flip રાખ્યું છે. આમાં બ્લેક કલર્સ પ્રાઇમરી સ્ટ્રેપ કલર તરીકે રાખવામાં આવ્યો છે જ્યારે ગ્રીન અને બ્લુ સ્ટ્રેપ કોઈપણ વધારાના ખર્ચ વિના આપવામાં આવી રહ્યો છે.

આ સમાચાર પણ વાંચો: ધ્યાન રાખો / ભૂખ્યા પેટે ક્યારે પણ ન કરો આ 4 કામ, નહીંતર સ્વાસ્થ્ય બગાડવા માટે તમે પોતે હશો જવાબદાર

બોલ્ટ રોવર સ્માર્ટવોચની ખાસિયત

બોલ્ટ રોવર સ્માર્ટવોચમાં 1.3 ઇંચની AMOLED સ્ક્રીન છે. તેમાં 600 નિટ્સ સુધીની પીક બ્રાઈટનેસ આપવામાં આવી છે. આમાં બ્લૂટૂથ કોલિંગ ઓપ્શન પણ આપવામાં આવ્યું છે. આ વોચમાં 150 ક્લાઉડ વોચ ફેસ છે. આને કારણે, યુઝર્સ પાસે વિશાળ સીરીઝ છે.

ફિટનેસ અને એક્ટિવિટીની વાત કરીએ તો આ વોચમાં 100 સ્પોર્ટ્સ મોડ આપવામાં આવ્યા છે. કંપનીનો દાવો છે કે તેની બેટરી 10 દિવસ સુધી ચાલે છે. કંપનીએ વધુમાં કહ્યું કે તેને વોટર અને ડસ્ટ રસિસ્ટન્સ માટે IP68 રેટિંગ આપવામાં આવ્યું છે.

 

Driverless Cars: ડ્રાઇવરલેસ કાર તૈયાર: ભારતીય વિદ્યાર્થીઓની મોટી સિદ્ધિ, ટેસ્લાને પડકાર.
WhatsApp Feature: વોટ્સએપમાં આવી રહ્યું છે ફેસબુક જેવું દમદાર ફીચર, બદલાશે પ્રોફાઇલનો લૂક, દરેક યુઝરને આવશે પસંદ
WhatsApp Security: ફ્રોડ મેસેજની હવે ખેર નહીં! WhatsApp અને Messengerમાં આવી રહ્યું છે આ ખાસ ‘ફ્રોડ એલર્ટ’ ફીચર
Digital Fraud: ડિજિટલ ફ્રોડ પર AIની લગામ: 1 વર્ષમાં ₹36,014 કરોડના ફ્રોડ બાદ બેંકોએ અપનાવી નવી ટેક્નોલોજી
Exit mobile version