Site icon

Nokia G22: બજેટ સ્માર્ટફોન લોન્ચ, 5050mAh પાવરફુલ બેટરી સાથે મળશે બેસ્ટ ફીચર્સ

નોકિયા જી22 બે કલર ઓપ્શન્સમાં મળી રહેશે, જેમાં મીટીઅર ગ્રે અને લગૂન બ્લુનો સમાવેશ થાય છે. iFixit સ્માર્ટફોન માટે હોમ કીટ પણ આપી રહ્યું છે. કંપનીએ ભારતમાં ડિવાઇસની ઉપલબ્ધતા અને લોન્ચ તારીખ વિશે કોઈ માહિતી આપી નથી.

Nokia G22 smartphone with QuickFix repairability launched

Nokia G22: બજેટ સ્માર્ટફોન લોન્ચ, 5050mAh પાવરફુલ બેટરી સાથે મળશે બેસ્ટ ફીચર્સ

News Continuous Bureau | Mumbai

HMD ગ્લોબલે પોતાનો નવો બજેટ અને સ્ટાઇલિશ સ્માર્ટફોન Nokia G22 લોન્ચ કર્યો છે. કંપનીએ તેને iFixit સાથે મળીને ડેવલપ કર્યો છે. આ ફોનમાં ક્વિકફિક્સ ડિઝાઇન સહિત ઘણા શાનદાર ફીચર્સ આપવામાં આવ્યા છે. ક્વિકફિક્સ ડિઝાઇન જે યુઝર્સને રિપેર ગાઇડલાઇનનું ઝડપી ઍક્સેસ આપે છે. આના દ્વારા, યુઝર્સ પોતે સ્માર્ટફોનની ડિસ્પ્લે બદલી શકશે, ચાર્જિંગ પોર્ટ બદલી શકશે અને બેટરી રિપેર કરી શકશે.

Join Our WhatsApp Community

આ સ્માર્ટફોનમાં શું છે ખાસ?

HMD ગ્લોબલે એ પણ જાહેરાત કરી કે નોકિયા G22 સ્માર્ટફોનનું બેક કવર સંપૂર્ણપણે 100% રિસાયકલ પ્લાસ્ટિકથી બનેલું છે. બે,ટ બાસ અને સાઉન્ડ ક્વોલિટી માટે તેમાં OZO પ્લેબેક ફીચર છે. ડિવાઇસ હાલમાં એન્ડ્રોઇડ 12 ઓપરેટિંગ સિસ્ટમ પર કામ કરે છે. કંપનીએ ફોન પર Android OS અપગ્રેડના બે વર્ષ અને ત્રણ વર્ષ માટે સિક્યોરિટી અપડેટ્સનું પ્રોમિસ આપ્યું છે.

નોકિયા જી22 બે કલર ઓપ્શન્સમાં ઉપલબ્ધ છે, જેમાં મીટીઅર ગ્રે અને લગૂન બ્લુનો સમાવેશ થાય છે. તેની પ્રારંભિક કિંમત 179 યુરો એટલે કે લગભગ 15500 રૂપિયા રાખવામાં આવી છે. iFixit સ્માર્ટફોન માટે €5માં હોમ ફીટ કિટ ઓફર કરે છે. કંપનીએ ભારતમાં ડિવાઇસની ઉપલબ્ધતા અને લોન્ચ તારીખ વિશે કોઈ માહિતી જાહેર કરી નથી.

આ સમાચાર પણ વાંચો : ભારત બાદ હવે કેનેડાએ પણ ચાઈનીઝ એપ TikTok પર લગાવ્યો પ્રતિબંધ

નોકિયા G22: સ્પેશિફિકેશન અને ફિચર્સ

Nokia G22માં 720×1600 પિક્સેલ રિઝોલ્યુશન અને 90Hz રિફ્રેશ રેટ સાથે 6.52-ઇંચ HD+ ડિસ્પ્લે છે. આમાં વધારાની સુરક્ષા માટે કોર્નિંગ ગોરિલ્લા ગ્લાસ 3 આપવામાં આવ્યો છે. તમે આ સ્માર્ટફોનમાં બે સિમ ઈન્સ્ટોલ કરી શકશો. નોકિયા G22 ઓક્ટા-કોર Unisoc T606 ચિપસેટ દ્વારા ઓપરેટેડ છે, જે 4GB RAM સાથે જોડાયેલ છે. ડિવાઇસ બે સ્ટોરેજ કોન્ફીગ્રેશનમાં ઓફર કરવામાં આવે છે – 64GB અને 128GB અને માઇક્રોએસડી કાર્ડનો ઉપયોગ કરીને 2TB સુધી વધારી શકાય છે.

Android 12 પર ચાલતા Nokia G22માં ટ્રિપલ રિયર કેમેરા સેટઅપ છે. તેમાં f/1.8 અપર્ચર સાથે 50MP પ્રાઇમરી કેમેરા, 2MP ડેપ્થ કેમેરા અને 2MP મેક્રો કેમેરા છે. સેલ્ફી માટે, ડિવાઇસમાં 8MP ફ્રન્ટ કેમેરા છે. નોકિયા G22 સાઇડ-માઉન્ટેડ ફિંગરપ્રિન્ટ સેન્સરથી સજ્જ છે અને તેની પાસે IP52 રેટિંગ છે. તેમાં 5050mAh બેટરી છે અને 20W ફાસ્ટ ચાર્જિંગ માટે સપોર્ટ પણ છે.

આ સમાચાર પણ વાંચો  : Truke Buds A1 લોન્ચ, ઓછી કિંમતે ANC જેવા ફીચર્સ, Amazon પર થશે સેલ

EV Car: EV કાર ચાલકો માટે ખુશખબર! ચાર્જિંગ સ્ટેશનની ચિંતા સમાપ્ત, હવે ગાડીનું ચાર્જિંગ રસ્તા પર જ
Driverless Cars: ડ્રાઇવરલેસ કાર તૈયાર: ભારતીય વિદ્યાર્થીઓની મોટી સિદ્ધિ, ટેસ્લાને પડકાર.
WhatsApp Feature: વોટ્સએપમાં આવી રહ્યું છે ફેસબુક જેવું દમદાર ફીચર, બદલાશે પ્રોફાઇલનો લૂક, દરેક યુઝરને આવશે પસંદ
WhatsApp Security: ફ્રોડ મેસેજની હવે ખેર નહીં! WhatsApp અને Messengerમાં આવી રહ્યું છે આ ખાસ ‘ફ્રોડ એલર્ટ’ ફીચર
Exit mobile version