Site icon

Nokiaના 5G ફોનનો આ દિવસે શરૂ થશે સેલ, જાણો ફોનના ફિચર્સ અને સંભવિત કિંમત

Nokia X30 5Gનું સેલિંગ ભારતમાં ટૂંક સમયમાં શરૂ થવા જઈ રહ્યું છે. આ ફોનમાં 50 મેગાપિક્સલનો પ્રાઇમરી કેમેરા આપવામાં આવ્યો છે. ગયા વર્ષે આ ફોનને ગ્લોબલ માર્કેટમાં લોન્ચ કરવામાં આવ્યો હતો. હવે કંપની તેને આ જ સ્પેસિફિકેશન્સ સાથે ભારતીય બજારમાં લોન્ચ કરવા જઈ રહી છે.

Nokia X30 5G Launched In India With 50-MP PureView Camera; Check Price, Specifications Here

Nokiaના 5G ફોનનો આ દિવસે શરૂ થશે સેલ, જાણો ફોનના ફિચર્સ અને સંભવિત કિંમત

News Continuous Bureau | Mumbai

HMD Global ટૂંક સમયમાં ભારતમાં તેનો નવો સ્માર્ટફોન Nokia X30 5G લોન્ચ કરવા જઈ રહ્યું છે. આ ફોન ગયા વર્ષે ગ્લોબલ લેવલે લોન્ચ કરવામાં આવ્યો હતો. હવે ભારતમાં તેના સેલિંગની તારીખ વિશે માહિતી આવી છે. Nokiaના ફોન ક્લીન એન્ડ્રોઇડ એક્સપિરિયન્સ સાથે આવે છે.

Join Our WhatsApp Community

હવે કંપની ભારતમાં તેનો નવો સ્માર્ટફોન Nokia X30 5G લોન્ચ કરવાની તૈયારી કરી રહી છે. રિપોર્ટ અનુસાર ભારતમાં આ ફોનનું સેલિંગ 20 ફેબ્રુઆરીથી શરૂ થશે. આ મિડ-રેન્જ ફોનમાં 5G સપોર્ટ અને OIS-કેપેબલ 50-મેગાપિક્સલ કેમેરા હશે.

કંપનીએ કહ્યું છે કે આ સ્માર્ટફોન ત્રણ વર્ષ માટે બીગ એન્ડ્રોઇડ ઓએસ અપગ્રેડને સપોર્ટ કરશે. ગ્લોબલ માર્કેટમાં Nokia X30 5Gની કિંમત $529થી શરૂ થાય છે. આને ભારતીય રૂપિયામાં કન્વર્ટ કરીએ તો, તે લગભગ રૂ. 43,800 છે.

સંભવિત કિંમત

જો કે ભારતમાં તેની કિંમત લગભગ 35 હજાર રૂપિયા હોઈ શકે છે. ગ્લોબલ વર્ઝનની જેમ Nokia X30 5G ના ભારતીય વર્ઝનમાં સ્પેસિફિકેશન આપી શકાય છે. જો આવું થાય તો તેમાં યુનિબોડી ડિઝાઇન આપી શકાય છે.

સંભવિત સ્પેશિફિકેશન

તેને બ્લુ અને વ્હાઇટ કલર ઓપ્શનમાં લોન્ચ કરી શકાય છે. સિંગલ સેલ્ફી કેમેરા માટે ફ્રન્ટ પેનલમાં હોલ પંચ આપી શકાય છે. 1080 x 2400 રિઝોલ્યુશનવાળા આ ફોનમાં 6.43-ઇંચની ફુલ-એચડી + ડિસ્પ્લે આપવામાં આવી શકે છે, જેનો રિફ્રેશ રેટ 90Hz હોઈ શકે છે.

આ સમાચાર પણ વાંચો : શનિ સાથે જોડાયેલી તમામ સમસ્યાઓ દૂર થશે, મહાશિવરાત્રી પર કરો આ ચોક્કસ ઉપાય!

ફોનના બેક સાઇડમાં ડ્યુઅલ કેમેરા સેટઅપ આપી શકાય છે. તેનો પ્રાઇમરી કેમેરા 50-મેગાપિક્સલનો હોઈ શકે છે. આની સાથે ઓપ્ટિકલ ઈમેજ સ્ટેબિલાઈઝેશન આપી શકાય છે. તેની સાથે 13 મેગાપિક્સલનો અલ્ટ્રા-વાઇડ કેમેરા આપી શકાય છે.

આમાં સ્નેપડ્રેગન 695 પ્રોસેસર આપવામાં આવી શકે છે. આ પ્રોસેસરનો ઉપયોગ ભારતમાં Realme 10 Pro Coca-Cola એડિશનમાં કરવામાં આવ્યો છે. બેટરીની વાત કરીએ તો તેમાં 33W ચાર્જિંગ સપોર્ટ સાથે 4200mAhની બેટરી આપવામાં આવી શકે છે.

 

Flipkart Sale: ફ્લિપકાર્ટ સેલમાં થશે ડિસ્કાઉન્ટ નો વરસાદ, આ ફોન પર મળશે ભારે છૂટ, જાણો શું છે ઓફર
IoT Technology: ગુજરાતની FSL ખાતે IOT ટેકનોલોજી થી હિટ એન્ડ રન કેસોમાં દેશવ્યાપી શોધખોળ
Apple: એપલ પ્રેમીઓ માટે સારા સમાચાર, આ તારીખે લોન્ચ થશે આઇફોન 17 સીરીઝ
Submerged city: પાણીમાં ડૂબેલું આ શહેર વૈજ્ઞાનિકોએ શોધ્યું; 8,500 વર્ષ જૂના સ્થળ પરથી મળી અનેક વસ્તુઓ
Exit mobile version