News Continuous Bureau | Mumbai
OnePlus Ace 3 Pro: OnePlus ટૂંક સમયમાં તેનો આગામી Ace 3 Pro ચીનમાં લોન્ચ કરી શકે છે. આ સ્માર્ટફોન ઘણા દિવસોથી સમાચારોમાં છે. જેમાં તેના લીક થતા સંખ્યાબંધ ફોટા છેલ્લા કેટલાક સમયથી ઓનલાઇન સોશિયલ મિડીયામાં સામે આવી રહ્યા છે. જેનાથી તેની ડિઝાઈન અને ફીચર્સની ( Features ) ફીચર્સમાહિતી મળી હતી. આ ફોન 100W ચાર્જિંગ સાથે લોન્ચ થઈ શકે છે. તેમાં 6.78-ઇંચની OLED ડિસ્પ્લે મળવાની શક્યતા છે. સ્માર્ટફોનના ચિપસેટ વિશે પણ માહિતી સામે આવી છે. પરંતુ OnePlus એ Ace 3 Pro ને સત્તાવાર રીતે ટીઝ કરવાનું શરૂ કર્યું નથી.
આ સ્માર્ટફોન ( smartphone ) ગ્લાસ, સિરામિક અને વિગન લેધર બેક પેનલ સાથે આવી શકે છે. લીક્સ અનુસાર, સિરામિક વિકલ્પ ફક્ત સફેદ રંગમાં આવશે અને કાચનો વિકલ્પ બ્રાઈટ સિલ્વર ફિનિશ સાથે આવી શકે છે. OnePlus 11 અને OnePlus 12 સિરીઝની જેમ, આગામી Ace 3 Proને પણ સર્ક્યુલર કેમેરામાં મળી શકે છે.
OnePlus Ace 3 Pro: આ ફોનમાં 6.78-ઇંચની કર્વ્ડ OLED ડિસ્પ્લે મળી શકે છે…
તેમાં 6.78-ઇંચની કર્વ્ડ OLED ડિસ્પ્લે હોવાનું જાણવા મળે છે. પેનલ 1.5K રિઝોલ્યુશન સાથે આવશે, જે 120Hz સુધીના રિફ્રેશ રેટને સપોર્ટ કરશે. ઉપરાંત, ફોનમાં 16-મેગાપિક્સલનો સેલ્ફી કેમેરા હોઈ શકે છે, જેમાં પંચ હોલ કટઆઉટ મળશે. પાછળના સર્ક્યુલર કેમેરામાં ( circular camera ) ત્રણ લેન્સ જોવા મળી શકે છે. જેમાં 50-મેગાપિક્સલનો સોની IMX890 સેન્સર શામેલ હોઈ શકે છે. તો 8-મેગાપિક્સલનો અલ્ટ્રા વાઈડ એંગલ લેન્સ અને 2-મેગાપિક્સલનો ડેપ્થ અથવા મેક્રો સેન્સરનો પણ આમાં સમાવેશ થઈ શકે છે.
આ સમાચાર પણ વાંચો: Surat : સુરત શહેરના પુણા જનસેવા કેન્દ્રમાં એક દિવસમાં ૧૨૪૦ અરજદારો વિવિધ પ્રકારના દાખલાઓ કાઢી આપવામાં આવ્યા
તાજેતરના લીક્સમાં એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે Ace 3 Proને Qualcomm નું Snapdragon 8 Gen 3 પ્રોસેસર, 16GB સુધીની રેમ અને 1TB સુધીની સ્ટોરેજ સાથે મળી શકે છે. ફોન 6,100mAh બેટરી પેક સાથે આવી શકે છે, જે 100W વાયર્ડ ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરી શકે છે. જો આવું થાય છે, તો તે સૌથી મોટી બેટરી ધરાવતો OnePlus સ્માર્ટફોન હશે.
જો કે, હજુ એ જાણી શકાયું નથી કે કંપની OnePlus Ace 3 Proને ચીનમાં ક્યારે લોન્ચ કરશે. ચીનમાં લૉન્ચ થયા પછી, Ace મૉડલને રિબ્રાન્ડ કરવામાં આવે છે અને ભારત સહિત વૈશ્વિક બજારોમાં રજૂ કરવામાં આવે છે. આ ફોનને કંપનીના R લાઇનઅપમાં પણ રજૂ કરવામાં આવી શકે છે.