News Continuous Bureau | Mumbai
ચાઈનીઝ સ્માર્ટફોન મેકર ઓપ્પોએ આજે ભારતમાં મિડ રેન્જ સ્માર્ટફોન લોન્ચ કર્યો છે. આમાં ગ્રાહકોને 5000 mAh બેટરી, ક્વાલકોમ સ્નેપડ્રેગન 695 SOC અને 265GB ઇન્ટરનલ સ્ટોરેજ મળે છે. જાણો સ્માર્ટફોનની કિંમત કેટલી છે અને અન્ય સ્પેક્સ શું છે.
કિંમત
કંપનીએ OPPO F23 5Gને બે કલર અને સિંગલ સ્ટોરેજ વેરિઅન્ટમાં લોન્ચ કર્યો છે. સ્માર્ટફોનના 8 જીબી રેમ અને 256 જીબી ઇન્ટરનલ સ્ટોરેજવાળા વેરિઅન્ટની કિંમત 24,999 રૂપિયા છે. તમે તેને Oppoની ઓફિશિયલ વેબસાઈટ દ્વારા આજથી પ્રી-બુક કરી શકો છો. SBI, HDFC, કોટક અને ICICI બેંકના કાર્ડ પર સ્માર્ટફોન પર 10% ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. આ સાથે 2,500 રૂપિયા સુધીનું એક્સચેન્જ બોનસ પણ ઉપલબ્ધ છે. કંપનીએ આ ફોનને ગોલ્ડ અને બ્લેક કલરમાં લોન્ચ કર્યો છે.
આ સમાચાર પણ વાંચો: કેરીના શોખીનોને મોજ-એ-દરિયા! હવામાનમાં પલટો આવતા ભાવ તળિયે બેઠા, જાણો કઈ કેરીનો શું છે ભાવ?
સ્પેક્સ
સ્પેસિફિકેશન વિશે વાત કરીએ તો, OPPO F23 5Gમાં ફુલ HD પ્લસ રિઝોલ્યુશન સાથે 6.72-ઇંચની LCD ડિસ્પ્લે છે. ફોટોગ્રાફી માટે, તેમાં ટ્રિપલ કેમેરા સેટઅપ છે જેમાં 64+2+2MPના ત્રણ કેમેરા છે. સેલ્ફી અને વીડિયો કોલિંગ માટે ફ્રન્ટમાં 32MP કેમેરા આપવામાં આવ્યો છે. ફોનમાં 67 W ફાસ્ટ ચાર્જિંગ સાથે 5000 mAh બેટરી ઉપલબ્ધ છે.
Lava Agni 2 5G આવતીકાલે લોન્ચ થશે
આવતીકાલે Lava ભારતમાં બજેટ ફોન લોન્ચ કરવાની છે. આ સ્માર્ટફોન Lava Agni 1 નો અનુગામી હશે. લીક ડેટા અનુસાર, ફોનમાં 6.5 ઇંચની AMOLED સ્ક્રીન, 8GB રેમ અને 256GB ઇન્ટરનલ સ્ટોરેજ, 44W ફાસ્ટ ચાર્જિંગ સાથે 5000 mAh બેટરી અને MediaTek Dimensity 7050 પ્રોસેસરનો સપોર્ટ મળી શકે છે.