River Indie ઈ-સ્કૂટર લોન્ચ, 200 કિલોની લોડ કેપેસિટી, કિંમત 1.25 લાખ, જાણો સંપૂર્ણ વિગતો

રિવર ઈન્ડી ઈ-સ્કૂટર પ્રી-ઓર્ડર માટે ઉપલબ્ધ છે અને FAME II સબસિડી પછી તેની કિંમત રૂ. 1.25 લાખ (એક્સ-શોરૂમ બેંગલુરુ) રાખવામાં આવી છે. ઇન્ડીની ડિઝાઇન ફ્રેશ અને શાનદાર છે અને તે ઘણી ખાસ ફિચર્સ મળે છે. મોટાભાગના ઈ-સ્કૂટરની જેમ, તેમાં પણ ત્રણ રાઈડિંગ મોડ્સ છે - ઈકો, રાઈડ અને રશ.

by Dr. Mayur Parikh
River Indie electric scooter launched at Rs 1.25 lakh

News Continuous Bureau | Mumbai

બેંગલુરુ સ્થિત ઇલેક્ટ્રિક વ્હીકલ સ્ટાર્ટ-અપ રિવરએ તેનું પ્રથમ EV ઈન્ડી ઈ-સ્કૂટર લોન્ચ કર્યું છે. કંપનીનું કહેવું છે કે આ સ્કૂટરનું SUV વર્ઝન છે. ઇ-સ્કૂટર પ્રી-ઓર્ડર માટે ઉપલબ્ધ છે અને FAME II સબસિડી પછી તેની કિંમત રૂ. 1.25 લાખ (એક્સ-શોરૂમ બેંગલુરુ) રાખવામાં આવી છે. ઇન્ડીની ડિઝાઇન ફ્રેશ અને શાનદાર છે અને તે ખાસ વિશિષ્ટ પ્રકારના ફિચર્સ પ્રોવાડઇ કરવામાં આવ્યા છે. મોટાભાગના ઈ-સ્કૂટરની જેમ, તેમાં પણ ત્રણ રાઈડિંગ મોડ્સ છે – ઈકો, રાઈડ અને રશ.

બેટરી, રેન્જ અને પરફોર્મન્સ

નવું ઈન્ડી ઈ-સ્કૂટર 55-લિટર (43-લિટર બૂટ સ્પેસ અને 12-લિટર ગ્લોવ બૉક્સ) ની સૌથી મોટી સ્ટોરેજ સ્પેસ ઑફર કરે છે. તેની પીક પાવર 6.7kW છે. જ્યારે, તેની ટોપ સ્પીડ 90kmph છે, તે 18 ડિગ્રી ગ્રેડેબિલિટી હાંસલ કરી શકે છે. તે 4kWh બેટરી ધરાવે છે અને તેની ડ્રાઇવિંગ રેન્જ 120km (ઇકો મોડ પર) છે. સ્ટાન્ડર્ડ ચાર્જર વડે 5 કલાકમાં ઈન્ડી 80 ટકા સુધી ચાર્જ કરી શકાય છે.

આ સમાચાર પણ વાંચો : PM મોદીના ડ્રીમ પ્રોજેક્ટનો રસ્તો સાફ, મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ પર બોમ્બે હાઈકોર્ટના આ ચુકાદાને મળી સુપ્રીમ મંજૂરી

અન્ય વિગતો જે જાણવી જરુરી

ઇ-સ્કૂટરને 14-ઇંચના વ્હીલ્સ મળે છે, જે ભારતમાં ઇ-સ્કૂટર સેગમેન્ટમાં પ્રથમ છે. જે વિવિધ પ્રકારના રસ્તાઓ પર ઉચ્ચ રાઇડિંગ પોઝિશન માટે વધુ સારું છે. તેમાં લૉક અને લોડ પૅનિયર-સ્ટે છે જે ગ્રાહકો તેને વિવિધ વસ્તુઓ માટે કસ્ટમાઇઝ કરવાની મંજૂરી આપે છે. ડિઝાઇન વિશે વાત કરીએ તો, તે ઇ-સ્કૂટરને એક અલગ દેખાવ આપવા માટે સિગ્નેચર ટ્વીન બીમ હેડલેમ્પ અને અનન્ય ટેલ લેમ્પ ડિઝાઇન આપવામાં આવ્યો છે.

 

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More