Samsung Galaxy: Samsung Galaxy M35 5G લૉન્ચ, 6000mAh બેટરી સાથે 50MP કૅમેરો, મળશે આટલું હજારનું ડિસ્કાઉન્ટ.. જાણો શું છે કિંમત…

Samsung Galaxy: આ ફોનમાં ટ્રિપલ રિયર કેમેરા અને જીયમૈટ્રીકલ પેટર્ન ડિઝાઇન સાથે આકર્ષક બેક પેનલ આવે છે. આ ફોન કોર્નિંગ ગોરિલ્લા ગ્લાસ વિક્ટસ+ પ્રોટેક્શન સાથે આવે છે, જેના કારણે તે સ્ક્રીનની મજબૂતાઈમાં વધુ વધારો કરે છે. આવો જાણીયે આ ફોનના અન્ય ફિસર્ચ વિશે.

Samsung Galaxy Samsung Galaxy M35 5G launch, 50MP camera with 6000mAh battery, will get a discount of thousands.. Know what is the price...

Samsung Galaxy Samsung Galaxy M35 5G launch, 50MP camera with 6000mAh battery, will get a discount of thousands.. Know what is the price...

 News Continuous Bureau | Mumbai

Samsung Galaxy: સ્માર્ટફોન કંપની સેમસંગે મિડરેન્જ કિંમતમાં શાનદાર ફીચર્સ ધરાવતો સ્માર્ટફોન ( Samsung smartphone )  લોન્ચ કર્યો છે. આ ફોનનું મોડલ નામ Samsung Galaxy M35 5G રાખવામાં આવ્યું છે. આ ફોનને પહેલા વૈશ્વિક સ્તરે લોન્ચ કરવામાં આવ્યો હતો અને હવે કંપનીએ તેને ભારતમાં લોન્ચ કર્યો છે. આ સ્માર્ટફોન 5G ફોન હશે. 

Join Our WhatsApp Community

આ ફોનમાં ટ્રિપલ રિયર કેમેરા અને જીયમૈટ્રીકલ પેટર્ન ડિઝાઇન સાથે આકર્ષક બેક પેનલ આવે છે. આ ફોન કોર્નિંગ ગોરિલ્લા ગ્લાસ વિક્ટસ+ પ્રોટેક્શન સાથે આવે છે, જેના કારણે તે સ્ક્રીનની મજબૂતાઈમાં વધુ વધારો કરે છે. આવો જાણીયે આ ફોનના અન્ય ફિસર્ચ ( Samsung Galaxy M35 5G Features ) વિશે.

ડિસ્પ્લે: આ ફોનમાં 6.6-ઇંચની સુપર AMOLED ડિસ્પ્લે આવે છે, જે ફુલ HD+ રિઝોલ્યુશન, 2340×1080 પિક્સેલ્સ, 120Hz રિફ્રેશ રેટ, 1000 નિટ્સની પીક બ્રાઇટનેસ અને કોર્નિંગ ગોરિલ્લા ગ્લાસ વિક્ટસ પ્રોટેક્શન સાથે આવે છે.

પ્રોસેસરઃ આ ફોનમાં પ્રોસેસર માટે Samsung Exynos 1380 ચિપસેટનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જે ગ્રાફિક્સ માટે Mali-G68 MP5 GPU સાથે આવે છે.

બેક કેમેરાઃ આ ફોનની ( Samsung Galaxy smartphone ) પાછળ ટ્રિપલ કેમેરા સેટઅપ આપવામાં આવ્યું છે, જેનો મુખ્ય કેમેરો 50MP છે, જે OIS સપોર્ટ સાથે આવે છે. તેનો બીજો કેમેરો 5MP અલ્ટ્રા વાઈડ એંગલ લેન્સ સાથે આવે છે અને ત્રીજો કેમેરો પણ 5MP મેક્રો લેન્સ સાથે આવે છે. આ ફોનમાં 30fpsના દરે 4K રેકોર્ડિંગની સુવિધા પણ છે.

આ સમાચાર પણ વાંચો  : NITI Aayog: નીતિ આયોગ આજે ‘ઈલેક્ટ્રોનિક્સઃ પાવરિંગ ઈન્ડિયાઝ પાર્ટિસિપેશન ઇન ગ્લોબલ વેલ્યુ ચેઈન્સ’ પર રિપોર્ટ બહાર પાડશે

ફ્રન્ટ કેમેરાઃ કંપનીએ આ ફોનમાં સેલ્ફી અને વીડિયો કોલિંગ માટે 13MP ફ્રન્ટ કેમેરા પણ આપ્યો છે.

સોફ્ટવેરઃ તેમાં એન્ડ્રોઇડ 14 પર આધારિત OneUI 6.1નો ઉપયોગ પણ કરવામાં આવ્યો છે.

બેટરી અને ફાસ્ટ ચાર્જિંગઃ સેમસંગે આ ફોનમાં 6000mAh બેટરી અને 25W ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ આપ્યો છે.

કનેક્ટિવિટીઃ કનેક્ટિવિટી માટે તેમાં ડ્યુઅલ DIM, 5G, 4G LTE, WiFi 6, બ્લૂટૂથ 5.3, GPS, NFC સપોર્ટ છે.

કલર્સઃ આ ફોન મૂનલાઇટ બ્લુ, ડેયબ્રેક બ્લુ અને થંડર ગ્રે કલર ઓપ્શનમાં લોન્ચ કરવામાં આવ્યો છે.

કંપનીએ Samsung Galaxy M35 5Gને ત્રણ વેરિઅન્ટમાં રજૂ કર્યો છે.

પ્રથમ વેરિઅન્ટ: 6GB+128GB – રૂ. 19,999

બીજું વેરિઅન્ટ: 8GB+128GB – રૂ. 21,999

ત્રીજો વેરિઅન્ટ: 8GB+256GB – રૂ. 24,999

આ ફોન એમેઝોન સેમસંગ ઇન્ડિયાની વેબસાઇટ અને વિવિધ રિટેલ સ્ટોર પાર્ટનર્સ દ્વારા ખરીદી શકાય છે. આ મર્યાદિત સમયની ઓફર છે. આ ઑફર હેઠળ, સેમસંગ તમામ વેરિઅન્ટ્સ પર 1000 રૂપિયાનું ઇન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ આપી રહ્યું છે. આ સિવાય ક્રેડિટ કાર્ડ દ્વારા પેમેન્ટ કરવા પર 2000 રૂપિયાનું વધારાનું ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે.

આ સમાચાર પણ વાંચો  :  Google Maps: ભાવિશ અગ્રવાલે ઇન-હાઉસ મેપ સર્વિસ લોન્ચ કરી, સુંદર પિચાઈને આપી ટક્કર; હવે ગૂગલ સર્વિસની કિંમત આટલા ટકા ઘટાડવી પડી.

Maruti Electric MPV: મારુતિનો માસ્ટરપ્લાન! ટૂંક સમયમાં લોન્ચ થશે પહેલી 7-સીટર ઇલેક્ટ્રિક કાર, જાણો માઇલેજ અને કિંમત.
iPhone 17 Pro: iPhone 17 Pro ખરીદવા માટે શ્રેષ્ઠ સમય! આ મેગા સેલમાં મળી રહ્યું છે હજારોનું બમ્પર ડિસ્કાઉન્ટ, ફાયદો ઉઠાવો
TV price: TVની કિંમતોમાં વધારો સંભવ જાન્યુઆરીથી ટીવી મોંઘા થવાની તૈયારી, જાણો શું છે કારણ
Digital Census 2027: ૨૦૨૭ માં ભારતમાં પ્રથમ સંપૂર્ણ ડિજિટલ વસ્તી ગણતરી ડેટા મોબાઇલ એપથી એકત્ર થશે, બદલાશે જૂના કાગળ આધારિત નિયમો, જાણો સંપૂર્ણ પ્રક્રિયા
Exit mobile version