News Continuous Bureau | Mumbai
Second Hand iPhone: જો તમે પણ સેકન્ડ હેન્ડ આઇફોન ખરીદી રહ્યા છો. તો આ બાબતો ચોક્કસ તપાસો. જો તમે આ વસ્તુઓની તપાસ નહીં કરો તો તમને મોટું નુકસાન થઈ શકે છે. તમે જેટલા રુપિયાનો ફોન ખરીદ્યો છે તેના કરતા બમણો ખર્ચ તમારે કરવો પડી શકે છે. આવી સ્થિતિમાં, સેકન્ડ હેન્ડ આઇફોન ( iPhone ) ખરીદતી વખતે આ બાબતોને તપાસવાનું ભૂલશો નહીં.
ઘણીવાર લોકો ઓનલાઈન સસ્તા આઈફોન ખરીદવાનો પ્રયાસ કરતા હોય છે. આવી સ્થિતિમાં કેટલાક લોકો સેકન્ડ હેન્ડ આઇફોન ખરીદવાનું વિચારે છે. તેની પાછળનું કારણ એ છે કે આઇફોનની ભારે કિંમતને કારણે મોટાભાગના લોકોના બજેટમાં આ ફોન ફિટ નથી થતો. સેકન્ડ હેન્ડ ડિવાઇસ ( Second hand device ) ખરીદવામાં કોઈ નુકસાન નથી. કેટલીકવાર આ તમારા માટે સારો સોદો પણ હોઈ શકે છે. પરંતુ કેટલીક એવી બાબતો પણ છે જે તમારે સેકન્ડ હેન્ડ iPhone ખરીદતા પહેલા જરુરથી તપાસવી જોઈએ. જો તમે આમ નહી કરશો તો તમારે પાછળથી ભારે નુકસાન સહન કરવુ પડી શકે છે.
આ સમાચાર પણ વાંચો : Love Jihad: નેહાની હત્યાને મામલે કર્ણાટકમાં કોંગ્રેસના કોર્પોરેટર પિતાએ સ્વીકાર્યું કહ્યું આ લવ જેહાદ.. ફૈયાઝના પિતાએ કહ્યું મારા છોકરાને કડક સજા મળવી જ જોઈએ..
Second Hand iPhone: ફોનની ખરીદીની ચોક્કસ તારીખ અને અન્ય વિગતો તપાસવી ખુબ જ જરૂરી છે..
જ્યારે પણ તમે સેકન્ડ હેન્ડ આઇફોન ખરીદો છો, ત્યારે ખાતરી કરો કે વેચનાર પાસે આઇફોનનું ઓરિજનલ બિલ ( Phone Bill ) છે. ફોનની ખરીદીની ચોક્કસ તારીખ અને અન્ય વિગતો તપાસવી ખુબ જ જરૂરી છે. આઇફોનની વોરંટી ( iPhone warranty ) વિશે જાણવા માટે, સૌપ્રથમ આઇફોનના સેટિંગ્સમાં જાઓ, જનરલ ઓપ્શન પર ક્લિક કરો અને પછી અબાઉટ ઓપ્શન પર ક્લિક કરો. આ તમામ જાણકારી તમે સેકન્ડ હેન્ડ iPhone ખરીદતા પહેલા જરુરથી તપાસો.