News Continuous Bureau | Mumbai
આજકાલ મોટાભાગની ઓનલાઈન છેતરપિંડી (Online fraud) અને સાયબર ફ્રોડ (Cyber fraud) જેવા ગુનાઓ સિમ કાર્ડનો (SIM card) ઉપયોગ કરીને કરવામાં આવે છે. સ્કેમર્સ (Scammers) આ માટે છેતરપિંડી કરીને સિમ મેળવે છે. ઘણી વખત યૂઝર્સને એ પણ ખબર નથી હોતી કે તેમના નામનું સિમ કાર્ડ કોઈ અન્ય વ્યક્તિ વાપરી રહ્યું છે. આવી સ્થિતિમાં એ જાણવું ખૂબ જ જરૂરી બની જાય છે કે તમારા નામે કેટલા મોબાઈલ સિમ કાર્ડ (Mobile SIM card) જારી કરવામાં આવ્યા છે. જો તમે પણ જાણવા માગો છો કે તમારા નામે કેટલા સિમ કાર્ડ જારી કરવામાં આવ્યા છે, તો આ સમાચાર તમારા માટે છે. આવો જાણીએ સરળ રીત.
મોબાઈલ સિમ કાર્ડની માહિતી મેળવવા માટે, તમારે ભારતીય ટેલિકોમ વિભાગ (Indian Department of Telecom) દ્વારા જારી કરાયેલ ટેલીકોમ એનાલિટિક્સ ફોર ફ્રોડ મેનેજમેન્ટ એન્ડ કન્ઝ્યુમર (Telecom Analytics for Fraud Management and Consumer) અથવા TAFCOPના પોર્ટલ પર જવું પડશે, તેની મદદથી તમે જાણી શકો છો કે તમારા નામ પર કેટલા સિમ કાર્ડ એક્ટિવ છે. જો તમારી પાસે લેપટોપ નથી, તો તમે સ્માર્ટફોનની મદદ પણ લઈ શકો છો.
આ સમાચાર પણ વાંચો: મુંબઈ લોકલ ટ્રેન માટે કામના સમાચાર.. UTS મોબાઈલ એપ પરના આ નિયમો થયા હળવા.. મુસાફરોને થશે મોટો ફાયદો
વેબસાઇટ પર તમારે તમારો મોબાઇલ નંબર દાખલ કરવો પડશે અને OTP બટન પર ક્લિક કરવું પડશે. થોડા સમય પછી તમારા મોબાઈલ નંબર પર એક OTP આવશે. OTP દાખલ કર્યા પછી, તમારા મોબાઇલ નંબર સાથે લિંક કરેલા તમામ મોબાઇલ નંબરની સૂચિ દેખાવાનું શરૂ થશે.
જો તમને આ યાદીમાં તમને લાગે છે કે કોઈ નંબરને ખોટી રીતે જાહેર કરવામાં આવ્યો છે તો તમે તેને બંધ કરાવવાની રિક્વેસ્ટ અહીં નોંધાવી શકો છો. જેના માટે તમારે અનઓથોરાઈજ્ડ મોબાઈલ નંબરની (unauthorized mobile numbers) સામે રિપોર્ટ અને બ્લોકના ઓપ્શન પર ક્લિક કરવુ પડશે. આ ઉપરાંત તમે સંબંધિત ટેલિકોમ કંપનીના કસ્ટમર કેર એક્ઝિક્યુટિવ (Customer care executive of a telecom company) સાથે વાત કરીને તે નંબરને બ્લોક કરી શકો છો.
તમારી જાણકારી માટે તમને જણાવી દઈએ કે સરકારે વ્યક્તિ માટે સિમ કાર્ડની સંખ્યા નક્કી કરી છે. ગ્રાહક આ મર્યાદાથી વધુ સિમ કાર્ડનો ઉપયોગ કરી શકશે નહીં. ટેલિકોમ વિભાગના જણાવ્યા અનુસાર આ સંખ્યા 9 છે. એટલે કે દેશમાં નવથી વધુ મોબાઈલ સિમનો ઉપયોગ કરવો ગેરકાયદેસર છે અને જમ્મુ-કાશ્મીર, આસામ અને ઉત્તર પૂર્વમાં આ સંખ્યા છ નક્કી કરવામાં આવી છે.