News Continuous Bureau | Mumbai
POCO M4 5Gમાં 6.58-ઇંચની ફુલ HD+ ડિસ્પ્લે છે. આમાં Mediatek Dimensity 700 ચિપસેટનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ મોબાઈલમાં બેક પેનલ પર 50MP + 2MP ડ્યુઅલ કેમેરા સેટઅપ છે. સેલ્ફી માટે 8MPનો ફ્રન્ટ કેમેરો આપવામાં આવ્યો છે. POCO M4 5G ના આ મોબાઈલમાં તમે 4 GB રેમ અને 64 GB ઈન્ટરનલ સ્ટોરેજ સાથે 10,999 રૂપિયામાં વેરિઅન્ટ ખરીદી શકશો. તમે તેમાં 512 GB SD કાર્ડ મૂકી શકો છો.
SAMSUNG Galaxy F14 5Gમાં 6.6-ઇંચની ફુલ HD+ ડિસ્પ્લે છે. તેની બેક પેનલ પર 50MP ડ્યુઅલ કેમેરા સેટઅપ સાથે 6000mAh બેટરી છે. 13MP ફ્રન્ટ કેમેરા છે. તેની કિંમત 14,490 રૂપિયા છે, જેમાં 6 જીબી રેમ અને 128 જીબી ઇન્ટરનલ સ્ટોરેજ મળશે. આ મોબાઈલ Exynos 1330, Octa Core પ્રોસેસર સાથે આવે છે.
LAVA Blaze 1X 5G આ સ્માર્ટફોનની બેક પેનલ પર 6.5-ઇંચની ડિસ્પ્લે છે. તેની બેક પેનલ પર 50MP કેમેરા અને 5000mAh બેટરી છે. લાવાના આ સ્માર્ટફોનની કિંમત 12999 રૂપિયા છે, જેમાં 6GB રેમ અને 128GB ઇન્ટરનલ સ્ટોરેજ ઉપલબ્ધ છે.
REDMI Note 12 5G ના આ ફોનની કિંમત 16,999 રૂપિયા છે, જેમાં 4 GB રેમ અને 128 GB ઇન્ટરનલ સ્ટોરેજ ઉપલબ્ધ છે. આ મોબાઈલમાં 6.6 ઈંચની ફુલ HD પ્લસ ડિસ્પ્લે આપવામાં આવી છે. તેની બેક પેનલ પર 48MP + 8MP + 2MP સેન્સર છે. 13MP સેલ્ફી કેમેરા આપવામાં આવ્યો છે.
iQOO Z6 Lite 5G ના આ મોબાઈલને એમેઝોન પર રૂ.13,999માં લિસ્ટ કરવામાં આવ્યો છે. આ કિંમતમાં 6GB રેમ અને 128GB ઇન્ટરનલ સ્ટોરેજ ઉપલબ્ધ છે. આ મોબાઈલમાં Snapdragon 4 Gen 1 પ્રોસેસર અને 120Hz રિફ્રેશ રેટ ઉપલબ્ધ હશે. તેની બેક પેનલ પર 50MP કેમેરા છે.
Vivo T2x 5G સ્માર્ટફોન ફ્લિપકાર્ટ પર 13,999 રૂપિયામાં લિસ્ટ થયો છે. આ કિંમતમાં 6GB રેમ અને 128 GB ઇન્ટરનલ સ્ટોરેજ ઉપલબ્ધ છે. આ ફોનમાં 6.58 ઇંચની ફુલ HD પ્લસ ડિસ્પ્લે છે. તેની બેક પેનલ પર 50MP ડ્યુઅલ કેમેરા સેટઅપ છે. 8 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરો આપવામાં આવ્યો છે.
આ સમાચાર પણ વાંચો : IND vs WI : આ ઓપનરને મળશે નંબર-3ની જવાબદારી, વર્ષો બાદ ટીમ ઈન્ડિયામાં થશે મોટો ફેરફાર