News Continuous Bureau | Mumbai
Solar Eclipse: વિશ્વમાં વર્ષના પ્રથમ સૂર્યગ્રહણને લઈને ખગોળશાસ્ત્ર ( Astronomy ) સાથે જોડાયેલા લોકોમાં ભારે ઉત્સુકતા છે. પ્રથમ પૂર્ણ સૂર્યગ્રહણ મેક્સિકોમાં જોવા મળ્યું હતું. આવું જ દ્રશ્ય અમેરિકા અને કેનેડામાં પણ જોવા મળ્યુ હતું. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ પૂર્ણ સૂર્યગ્રહણ દુર્લભ હતું. મેક્સિકોના સ્થાનિક સમય અનુસાર સવારે 11:07 વાગ્યે સંપૂર્ણ સૂર્યગ્રહણ જોવા મળ્યું હતું, એટલે કે સૂર્ય સંપૂર્ણ રીતે ઢંકાઈ ગયો હતો. જેના કારણે મેક્સિકોનો પ્રશાંત તટ સંપૂર્ણ રીતે અંધકારમાં ડૂબી ગયો હતો. દિવસ રાતના દ્રશ્ય જેવો અનુભવવા લાગ્યો હતો.
Take it all in.
We’re getting our first views of the 2024 total solar #eclipse as its shadow makes landfall in Mazatlán, Mexico. pic.twitter.com/FdAACmQGkm
— NASA (@NASA) April 8, 2024
તે નોંધનીય છે કે ખગોળીય ઘટના ( astronomical phenomenon ) સૂર્યગ્રહણ દરમિયાન, ચંદ્ર સંપૂર્ણપણે સૂર્યપ્રકાશને ( sunlight ) અવરોધે છે. મેક્સિકો ( Mexico ) બાદ કેનેડા અને અમેરિકાના ( America ) એટલાન્ટિક કિનારે પણ સંપૂર્ણ સૂર્યગ્રહણ જોઈ શકાયો હતો. લાખો લોકો આ દ્રશ્ય જોયુ હતું.
#WATCH | Total Solar Eclipse seen across North America. #TotalSolarEclipse2024
(Source: NASA) pic.twitter.com/gxFH4M1w0E
— ANI (@ANI) April 8, 2024
આ સમાચાર પણ વાંચો : Stock Market Updates: નવરાત્રિના પહેલા દિવસે ખીલી ઉઠ્યું બજાર: સેન્સેક્સ પહેલીવખત 75000ને પાર, તો નિફ્ટી પણ..
2024નું પ્રથમ સૂર્યગ્રહણ પૂર્ણ થઈ ગયું છે..
2024નું પ્રથમ સૂર્યગ્રહણ પૂર્ણ થઈ ગયું છે. આ સંપૂર્ણ સૂર્યગ્રહણ પશ્ચિમ યુરોપ પેસિફિક, એટલાન્ટિક, આર્કટિક મેક્સિકો, ઉત્તર અમેરિકા, મધ્ય અમેરિકા, દક્ષિણ અમેરિકાનો ઉત્તરીય ભાગ, કેનેડા, ઈંગ્લેન્ડના ઉત્તર પશ્ચિમ પ્રદેશ અને આયર્લેન્ડમાં દેખાયું હતું.
#WATCH | Mazatlan, Mexico: Total Solar Eclipse seen in the North American country of Mexico. #TotalSolarEclipse2024 pic.twitter.com/rL7aQpLuKE
— ANI (@ANI) April 8, 2024
નિષ્ણાતો માને છે કે સૌર મહત્તમ તબક્કો આગાહી કરતા એક વર્ષ વહેલો શરૂ થઈ ગયો છે. છેલ્લા બે મહિનામાં સૌર ગતિવિધિઓમાં ઘણો વધારો થયો છે.
(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)