News Continuous Bureau | Mumbai
Sony PlayStation 5 Slim Discount Offer : જાપાનની કન્ઝ્યુમર ઇલેક્ટ્રોનિક્સ કંપની સોનીએ ( Sony ) તાજેતરમાં જ પ્લેસ્ટેશન 5 સ્લિમ લોન્ચ કર્યું છે. કંપનીના ‘સમર સેલ’ દરમિયાન તેના પર 5,000 રૂપિયાનું ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. PS 5 સ્લિમની છુટક બજાર કિંમત 54,990 રૂપિયા છે. તેને આવતા મહિને શરૂ થતા સોનીના સમર સેલમાં 49,990 રૂપિયામાં ખરીદી શકાય છે. PS 5 સ્લિમ લોન્ચ થયા પછી, કંપનીએ PS 5ની ડિસ્ક એડિશન પર 13,000 રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ ઓફર કર્યું હતું.
આ સેલમાં, ડિસ્કાઉન્ટ ફક્ત PS 5 સ્લિમના ( PlayStation 5 Slim ) CFI-2008A01 અને CFI-2008B01 મોડલ્સ પર જ મળશે. આ ઓફર તમે Amazon, Flipkart, Blinkit, Croma, Sony Center, Reliance Retail, Vijay Sales અને કેટલાક અન્ય રિટેલર્સ પાસેથી 49,990 રૂપિયામાં ખરીદી શકશો. આ વેચાણ 1 મે થી 14 મે સુધી અથવા સ્ટોક છે ત્યાં સુધી ચાલશે. આ મહિનાની શરૂઆતમાં, સોનીએ પ્લેસ્ટેશન 5 CFI–1208A01R ના સ્ટાન્ડર્ડ મોડલ પર રૂ. 13,000 સુધીનું ડિસ્કાઉન્ટ ( discount ) આપ્યું હતું . આ ઓફર 30મી એપ્રિલ સુધી જ ચાલુ રહેશે.
Sony PlayStation 5 Slim Discount Offer : PS 5 સ્લિમ, PS 5 કરતાં થોડું પાતળું અને હલકું છે…
આ નવું કન્સોલ નવી ડિઝાઇન સાથે બજારમાં આવી રહ્યું છે. ઉદાહરણ તરીકે, હવે તેમાં બે પેનલને બદલે ચાર કવર પેનલ છે. જે કન્સોલને અલગ લુક આપે છે. નવું PS5 ગ્લોસી લુક સાથે આવે છે. જ્યારે બોટમ જૂના PS5ની જેમ મેટ ફિનિશમાં આવે છે. વધુમાં, PS5 સ્લિમને રેગ્યુલર યુએસબી ટાઇપ-એ અને યુએસબી ટાઇપ-સી પોર્ટને બદલે આગળના ભાગમાં બે યુએસબી ટાઇપ-સી પોર્ટ ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે.
આ સમાચાર પણ વાંચો : Prajwal Revanna: લોકસભા ચૂંટણી વચ્ચે આવ્યું રેવન્ના સેક્સ સ્કેન્ડલ બહાર, એક પેન ડ્રાઈવ, 2976 વીડિયો.. ભાજપના આ નેતાએ પોતાના પત્રમાં અગાઉથી જ કર્યો હતો આ દાવો..
તેથી PS 5 સ્લિમ, PS 5 કરતાં થોડું પાતળું અને હલકું છે. તેની ડિસ્ક એડિશનની કિંમત 54,990 રૂપિયા નક્કી કરવામાં આવી છે અને ડિજિટલ એડિશનની કિંમત 44,990 રૂપિયા નક્કી થઈ છે. PS 5 સ્લિમનું વજન PS 5 કરતાં લગભગ 24 ટકા ઓછું છે. PS 5 સ્લિમમાં ડિટેચેબલ ડિસ્ક ડ્રાઇવ અને 1 TB સુધીનો સ્ટોરેજ છે. જો કે કંપની PS 5નું પ્રો વર્ઝન પણ આ વર્ષે લાવી શકે છે. તેના પ્રો વર્ઝનમાં હાર્ડવેરમાં સુધારો કરી શકે છે. તેથી તેની કિંમત PS 5 ના સ્ટાન્ડર્ડ વેરિઅન્ટ કરતા થોડી વધારે હોઈ શકે છે.