Cyber Crime : સાયબર ક્રાઇમથી બચવા આટલી સાવધાનીઓ જરૂર રાખો

Cyber Crime : આજકાલ સાયબર ક્રાઇમના ગુન્હાઓ વધી રહ્યા છે. ત્યારે તેનાથી બચવા માટે નીચે દર્શાવેલી સાવધાનીઓ લોકોએ રાખવી જોઇએ.

by Hiral Meria
Take these precautions to avoid cybercrime

 News Continuous Bureau | Mumbai  

Cyber Crime : આજકાલ સાયબર ક્રાઇમના ગુન્હાઓ વધી રહ્યા છે. ત્યારે તેનાથી બચવા માટે નીચે દર્શાવેલી સાવધાનીઓ લોકોએ રાખવી જોઇએ. જો આ પ્રકારની સાવધાનીઓ ધ્યાનમાં રાખવામાં આવશે. તો તમે સાયબર ક્રાઇમના ભોગ બનતા અટકી જશો. પોલીસ તંત્ર દ્વારા લોકોને નીચેની સાવધાનીઓ લક્ષમાં લેવા માટે અપીલ કરવામાં આવી છે. 

  • ભોગ બનનારે તરત જ ૧૯૩૦ પર કોલ કરી ફરિયાદ ( Cyber Crime complaint ) નોંધાવવી જોઈએ. 
  • બેન્ક / ફાઇનાન્શિયલ ઈન્સ્ટિટ્યૂટ/ કોઇપણ અધિકૃત સંસ્થા ક્યારેય બેન્કની વિગતો જેવી કે, પાસવર્ડ, કાર્ડ ડિટેલ્સ, સીવીવી, ઓટીપી કે પિન માંગતી નથી, તેથી ઓનલાઈન પ્રોડક્ટ્સ માટે નાણાકીય વ્યવહારો કરતી વખતે સાવચેત રહો. 
  • હંમેશા યાદ રાખો, પૈસા મેળવવા માટે તમારો AN-પાસવર્ડ ક્યાંય દાખલ ન કરવો.
  • ઘરે બેઠા પૈસા કમાવાની લાલચમાં આવશો નહી. 
  • બોગસ એપ ડાઉનલોડ કરવાનું ટાળવું. 
  • કોઇપણ અજાણી એપ્લિકેશન ડાઉનલોડ ન કરવી. અજાણી લિન્ક પર ક્લિક ન કરવી. 
  • જો અજાણી લિન્ક ઓપન થઈ જાય તો બેન્કની વિગત, પર્સનલ માહિતી દાખલ કરવી નહી, રૂપિયાની ચૂકવણી કરવી નહી અને આવા પ્રકારની પ્રોફાઇલની ફ્રેન્ડ રિક્વેસ્ટ એક્સેપ્ટ કરવી નહી. 
  • ઓનલાઈન પ્રોડક્ટ્સ માટે નાણાકીય વ્યવહારો કરતી વખતે સાવચેત રહો,  હંમેશા યાદ રાખો, પૈસા મેળવવા માટે તમારો PN/પાસવર્ડ ક્યાંય દાખલ કરવાની જરૂર નથી,  
  • હંમેશા મજબુત પાસવર્ડ રાખવો, જેમાં અંકો, ચિન્હો, અક્ષરોનો ઉપયોગ કરવો તેમજ સમયાંતરે તેને બદલતા રહેવું. 
  • ક્યારેય અજાણી લિન્ક ઓપન કરી એપ્લીકેશન ડાઉનલોડ કરવી નહી. જેથી રૂબરૂ મુલાકાત કે ખરાઇ કર્યા વગર ચુકવણી કરવી નહી.
  • ખાસ યાદ રાખો કે, રૂપિયા મેળવવા માટે ઓટીપી, પીન કે પાસવર્ડની જરૂર હોતી નથી,  બેન્ક કે કંપનીની અસલ અધિકૃત વેબસાઇટ પરથી જ કસ્ટમર કેર નંબર મેળવવો જોઇએ. 

આ સમાચાર પણ વાંચો :  Ahmedabad : અનુસૂચિત જાતિઓની યાદીની સમીક્ષા અંગે ‘જસ્ટિસ બાલાકૃષ્ણન તપાસ આયોગ’ની જાહેર સુનાવણી ૯મી ઑગસ્ટે અમદાવાદમાં થશે

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

Join Our WhatsApp Community

You may also like