WhatsApp યુઝર્સ પાસે અવતાર એક્શન અને ઇમોશન માટે 36 કસ્ટમ સ્ટીકરમાંથી પસંદ કરવાનો ઓપ્શન હશે. અવતાર બન્યા પછી, WhatsApp યુઝર્સ તેને તેમના મિત્રો અને પરિવાર સાથે પણ શેર કરી શકે છે.
કંપનીએ કહ્યું છે કે આવનારા સમયમાં તેમાં લાઇટિંગ, હેરસ્ટાઇલ ટેક્સચર, શેડિંગ અને અન્ય કસ્ટમાઇઝેશન ઓપ્શન્સ જેવા ઘણા નવા ફિચર્સનો ઉમેરો કરશે. જેનાથી યુઝર્સના એક્સપિરિયન્સમાં એકંદરે વધારો થશે.
વોટ્સએપ અવતાર ફીચર યુઝર્સ માટે બહાર પાડવામાં આવ્યું છે. જોકે, કંપની તેને તબક્કાવાર રિલીઝ કરે છે. આ કારણે આ ફિચર એક સાથે તમામ ડિવાઇસ પર ઉપલબ્ધ નહીં થાય. જો કે જ્યારે આ ફિચર્સનું ટેસ્ટિંગ થયું ત્યારે તે WhatsApp iOS અને Android પર કેટલાક ડિવાઇસમાં બીટા વર્ઝન રૂપમાં પણ જોવા મળ્યું હતું.
આ સમાચાર પણ વાંચો: ગૂગલ પાસે 75 લાખ વળતર માંગનાર અરજદાર પર સુપ્રીમે લગાવ્યો 25 હજારનો દંડ, જાણો કેમ
તેનો ઉપયોગ કરવો ખૂબ જ આસાન છે. આ માટે તમારે વોટ્સએપ ઓપન કરીને સ્ટીકર ઓપ્શન પર જવું પડશે. એન્ડ્રોઈડમાં આ માટે તમારે ચેટબોક્સમાં ઈમોજી સિમ્બોલ પર ટેપ કરવું પડશે. જ્યારે iOSમાં સ્ટીકર ઓપ્શન ચેટ બોક્સમાં જ હોય છે.
આ પછી તમારે અવતારના ઓપ્શનમાં જઈને નવો અવતાર બનાવવો પડશે. આમાં, તમે હેર સ્ટાઇલ, ફેશિયલ અને અન્ય વિકલ્પોને કસ્ટમાઇઝ કરીને અવતાર બનાવી શકો છો. એપ વધુ વાસ્તવિક અવતાર માટે ફ્રન્ટ કેમેરાનો પણ ઉપયોગ કરશે. અવતાર બનાવ્યા પછી, તેને સેવ પણ કરી શકશો.