News Continuous Bureau | Mumbai
Toyota Innova Hycross Launch Details: ટોયોટા તેની પ્રખ્યાત MPV ઈનોવાને (MPV Innova) સંપૂર્ણપણે નવા અવતારમાં લાવવાની તૈયારી કરી રહી છે. કંપનીએ હાલમાં જ તેની નવી Innova Zenixના કેટલાક ટીઝર રિલીઝ (Teaser release) કર્યા છે, જેમાં આ કાર સાથે જોડાયેલી તમામ માહિતી સામે આવી છે. તેને ભારતીય બજારમાં Innova Hycrossના નામથી રજૂ કરી શકાય છે. કંપનીએ આજે બીજું ટીઝર રિલીઝ કર્યું છે, જે પુષ્ટિ કરે છે કે કંપની નવી ઇનોવાને પેનોરેમિક સનરૂફ (Panoramic sunroof) સાથે લોન્ચ કરશે. રિપોર્ટ અનુસાર, આ કારને સૌથી પહેલા 21 નવેમ્બરે ઈન્ડોનેશિયાના માર્કેટમાં (Indonesian market) રજૂ કરવામાં આવશે, ત્યારબાદ તેને 25 નવેમ્બરે ભારતીય બજારમાં લોન્ચ કરવામાં આવશે.
આ ટીઝર Toyota Indonesiaના ઓફિશિયલ ટ્વિટર હેન્ડલ (Official Twitter handle) પરથી રિલીઝ કરવામાં આવ્યું છે, જેમાં કારમાં મોટા કદના પેનોરેમિક સનરૂફ જોવા મળી રહ્યા છે. આ પહેલીવાર છે જ્યારે ટોયોટા ઈનોવામાં (Toyota Innova) આટલું મોટું સનરૂફ આપવામાં આવી રહ્યું છે. અગાઉ, કંપનીએ ઇનોવા ક્રિસ્ટામાં સ્ટાન્ડર્ડ સાઇઝનું સનરૂફ આપ્યું હતું, જ્યારે ફર્સ્ટ જનરેશન મોડલમાં (first generation model) સનરૂફ બિલકુલ સામેલ નહોતું.
ટોયોટા ઇનોવા હાઇક્રોસમાં શું હશે ખાસ
જેમ જેમ આ કારની લોન્ચિંગ તારીખ નજીક આવી રહી છે, તેમ તેમ કંપની દ્વારા તેની સાથે જોડાયેલી માહિતી શેર કરવામાં આવી રહી છે. કંપની પેનોરેમિક સનરૂફ ઉપરાંત, ત્રીજી હરોળમાં બેઠેલા મુસાફરો માટે આ કારમાં એક ડેડિકેટ એસી વેન્ટ પણ આપવામાં આવી રહ્યું છે, જેના કારણે કારની અંદરની કેબિન કાળઝાળ ગરમીમાં પણ સારી ઠંડક આપશે. કારના ઇન્ટિરિયરને વધુ લક્ઝુરિયસ બનાવવા માટે એમ્બિયન્ટ લાઇટિંગ પણ આપવામાં આવશે.
આ સમાચાર પણ વાંચો: એક જ ઝાટકે 200 વ્હીકલની ડિલિવરી! આ બજેટ ઇલેક્ટ્રિક સ્કૂટર ખુબ ચર્ચામાં
કંપનીએ એ પણ પુષ્ટિ કરી છે કે, નવી ઇનોવાને હાઇબ્રિડ પાવરટ્રેન સાથે પણ ઓફર કરવામાં આવશે. એવી આશા છે કે, કંપની હાઇબ્રિડ ટેક્નોલોજી સાથે 2.0-લિટર નેચરલ એસ્પિરેટેડ પેટ્રોલ એન્જિન રજૂ કરશે. ટોયોટાએ તેના એક્સટીરિયરની એક તસવીર પણ શેર કરી હતી, જેને જોઈને અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે, કંપનીએ તેને થોડો સ્પોર્ટી લુક આપતાં તેને SUVનો ફીલ આપ્યો છે.
નવી ઈનોવા હાઈક્રોસમાં ઘણા મોટા ફેરફારો જોવા મળશે, જે તેને વર્તમાન ઈનોવા ક્રિસ્ટાથી સંપૂર્ણપણે અલગ બનાવે છે. તેને વી-શેપમાં વિશાળ બોનેટ આપવામાં આવ્યું છે, અને નીચેના ભાગમાં ક્રોમ એક્સેંટ, હાઈ માઉન્ટેડ હેડલેમ્પ્સ જેવા ફીચર્સ તેના દેખાવને વધુ આકર્ષક બનાવે છે. આગળના ભાગમાં ફોગલેમ્પ્સ અને સિંગલ યુનિટ એરડેમ આપવામાં આવ્યા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, નવી ઈનોવા સાઈઝમાં મોટી હશે, તેની લંબાઈ 4.7 મીટર છે અને તેને 2,850mmનો વ્હીલબેસ આપવામાં આવી રહ્યો છે, જે તેને ઈનોવા ક્રિસ્ટા કરતા પણ મોટો બનાવે છે.
આ સમાચાર પણ વાંચો: કેમ કરી હતી નોટબંધી? આશરે 6 વર્ષ બાદ મોદી સરકારે સુપ્રીમ કોર્ટમાં આપ્યો જવાબ, સામે આવ્યું આ સત્ય
ક્યારે લોન્ચ થશે અને કિંમત શું હશે
જેમ કે અમે તમને પહેલા કહ્યું હતું કે, તેને ભારતીય બજારમાં 25 નવેમ્બરે રજૂ કરવામાં આવી શકે છે. એવા પણ અહેવાલ છે કે કંપની આગામી ઓટો એક્સ્પો 2023 દરમિયાન તેની કિંમતની જાહેરાત કરશે. જ્યાં સુધી કિંમતની વાત છે તો તેના વિશે કંઈપણ કહેવું મુશ્કેલ છે, પરંતુ સ્વાભાવિક છે કે નવા અપડેટ્સ અને ફેરફારોને કારણે તેની કિંમત વર્તમાન મોડલ કરતા વધારે હોઈ શકે છે. વેલ, હાલ તો કાર લોન્ચ માટે રાહ જોવી પડશે. ટોયોટા ઈનોવા ક્રિસ્ટાની વર્તમાન કિંમત રૂ. 18.09 લાખથી શરૂ થાય છે અને રૂ. 23.83 લાખ સુધી જાય છે.