TRAI Mobile Number : 21 વર્ષ પછી મોબાઇલ નંબર બદલાવાની તૈયારીમાં છે સરકાર, કોલ કરશો તો બતાવશે 10 થી વધુ નંબર..

TRAI Mobile Number : દેશમાં ગ્રાહકોની વધતી સંખ્યાને કારણે હાલ મોબાઈલ કંપનીઓ માટે એક નવો પડકાર ઉભો થયો છે. જેમાં મોબાઈલ સેવાઓ પણ સતત વધી રહી છે, તેમાં હવે કંપનીઓ આ માટે અલગ તેની નંબરિંગ પ્લાનમાં ફેરફાર પર વિચાર કરવામાં આવી રહ્યો છે.

by Bipin Mewada
TRAI Mobile Number The government is preparing to change the mobile number after 21 years, if you call, it will show more than 10 numbers

News Continuous Bureau | Mumbai

TRAI Mobile Number : દેશમાં ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઈન્ડિયા (TRAI) સમયાંતરે મોટા નિર્ણયો લેતી રહે છે. હવે આવો જ એક વધુ એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. 5G નેટવર્ક આવ્યા પછી મોબાઈલ નંબરિંગમાં સતત સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે. એટલા માટે હવે આ માટે પ્લેટફોર્મ તૈયાર કરવામાં આવ્યું છે. આ કારણે ટ્રાઈએ તેના નેશનલ નંબરિંગ પ્લાનમાં સુધારો કરવાનો નિર્ણય લીધો છે. અગાઉ 2003માં પણ આવો જ નિર્ણય લેવામાં આવ્યો હતો. 

દેશમાં ગ્રાહકોની વધતી સંખ્યાને કારણે હાલ મોબાઈલ કંપનીઓ ( Mobile companies ) માટે એક નવો પડકાર ઉભો થયો છે. જેમાં મોબાઈલ સેવાઓ પણ સતત વધી રહી છે, તેમાં હવે કંપનીઓ આ માટે અલગ તેની નંબરિંગ પ્લાનમાં ( numbering plan ) ફેરફાર પર વિચાર કરવામાં આવી રહ્યો છે.  નેશનલ નંબરિંગ પ્લાનની ( National Numbering Plan ) મદદથી ટેલિકોમ્યુનિકેશન ઓળખકર્તાઓને ઓળખવામાં આવે છે અને આ નંબર તેના યુઝર્સ માટે મહત્ત્વની ભૂમિકા ભજવે છે. 

 TRAI Mobile Number : 2003માં દેશભરમાં 750 મિલિયન ટેલિફોન કનેક્શન માટે નંબરિંગ સંસાધનો ફાળવવામાં આવ્યા હતા

2003માં દેશભરમાં 750 મિલિયન ટેલિફોન કનેક્શન ( Telephone connection ) માટે મોબાઈલ નંબર ફાળવવામાં આવ્યા હતા. જ્યારે 21 વર્ષ પછી હવે આ મોબાઈલ નંબરોમા જોખમમાં વધતું નજરે ચડતા. કારણ કે નેટવર્ક પ્રોવાઈડર્સ સેવાઓમાં સતત ફેરફાર કરી રહ્યા છે અને તેના કારણે કનેક્શન્સની સંખ્યા પણ ઝડપથી વધી રહી છે. તેથી હવે ભારતમાં ટેલિફોન ગ્રાહકોની સંખ્યા પણ સતત બદલાઈ રહી છે અને 31 માર્ચ સુધીમાં તેમાં લગભગ 85 ટકાનો વધારો થયો છે.

આ સમાચાર  પણ વાંચો :  Remal Cyclone: સેન્ટર ફોર ડિઝાસ્ટર રિસ્ક રિડક્શન (સીડીઆરઆર) દ્વારા નવીન સાધન “રેમલ સાયક્લોન ફોરકાસ્ટ એન્ડ ટ્રેકિંગ ડેશબોર્ડ” વિકસાવાયું

ટ્રાઈએ આ અંગે પોતાની વેબસાઈટ પણ અપડેટ કરી છે અને આ અંગે દરેક પાસેથી સલાહ માંગી છે. કારણ કે લાંબા સમય બાદ નેશનલ નંબરિંગ પ્લાનમાં ફેરફાર કરવામાં આવી રહ્યો છે. આ અંગે લેખિતમાં સલાહ પણ આપી શકાય છે. એક રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે હવે મોબાઈલ નંબરની સંખ્યા 10 સુધી વધારી શકાય છે. આ 11 થી 13 નંબર સુધી કરી શકાય છે જે યુઝર્સને ઓળખવામાં ઘણી મદદ કરી શકે છે.

You Might Be Interested In
Join Our WhatsApp Community

About News Continues

News Continuous is created to spread authentic, accurate and correct news across platforms. This news venture is managed by experienced journalists. Drop an email for collaborations.

Newsletter

Subscribe to our Newsletter to get the latest news updates.

To explore your career & collaborate with us pls write to us on following email id info@newscontinuous.com

@2023 – All Right Reserved. 

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More