News Continuous Bureau | Mumbai
Voice-Cloning Scam: મુંબઈના અંધેરીમાંથી ( Andheri ) એક હાઈટેક લૂંટનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જ્યાં 69 વર્ષીય વ્યક્તિએ અજાણ્યા વ્યક્તિ વિરુદ્ધ પોલીસમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે. છેતરપિંડીની ( high-tech robbery ) આ ઘટના ફિલ્મ મિશન ઈમ્પોસિબલની તર્જ પર કરવામાં આવી હતી. છેતરપિંડી કરનારે સોફ્ટવેર એપ્લિકેશનનો ઉપયોગ કરીને પીડિતાના ભત્રીજા ( Nephew ) (વોઈસ ક્લોનિંગ) ના અવાજમાં વાત કરી હતી. જેમાં આરોપીએ ફોન કરીને ભત્રીજાના અવાજમાં ફરિયાદીને કહ્યું હતું કે મારુ અપહરણ ( Kidnapping ) થયુ છે. તેથી મને છોડવા માટે ખંડણી તરીકે 3.70 લાખ રુપિયા ચુકવો. જે બાદ 3.70 લાખની રકમ ખંડણી તરીકે છેતરપિંડી કરનારના ખાતામાં મોકલવામાં આવી હતી. પરંતુ પાછળથી જાણવા મળ્યું કે તેના ભત્રીજાએ તેને આ ફોન કર્યો જ ન હતો.
અંધેરી પોલીસે અજાણ્યા વ્યક્તિ વિરુદ્ધ ( fraud ) છેતરપિંડીનો કેસ નોંધીને તપાસ શરૂ કરી છે. પોલીસના જણાવ્યા અનુસાર, ફરિયાદી કોન્ટ્રાક્ટર છે. જે અંધેરી વિસ્તારમાં તેની પત્ની સાથે રહે છે. પોલીસ ફરિયાદ મુજબ 15 જાન્યુઆરીની સવારે તેને એક અજાણ્યા નંબર પરથી વોટ્સએપ કોલ આવ્યો હતો. જેમાં ફરીયાદીને લાગ્યુ હતું કેે તેના પર તેના મોટા ભાઈના પુત્રનો ફોન આવ્યો છે, જે વિદેશમાં રહે છે. વોઈસ ક્લોનિંગ એપ ( Voice cloning app ) દ્વાર અવાજ બદલીને આરોપીએ ભત્રીજાના અવાજમાં ફરિયાદી સાથે વાત કરી હતી. ભત્રીજાએ આ કોલમાં ફરિયાદીને જણાવ્યું હતું કે તે 22 જાન્યુઆરીએ બિઝનેસ સંબંધિત કામ માટે તે ભારત પરત ફરી રહ્યો છે. તેથી તેણે તેના કાકા (ફરિયાદી) ના ખાતામાં 10 લાખ રૂપિયા મોકલવા જઈ રહ્યો છે. તેણે ફરિયાદીને તેના પિતાને આ વાત ન કહેવા વિનંતી પણ કરી હતી.
જગમોહનના મિત્ર કરણના ખાતામાં સૂચના મુજબ રૂ.3.70 લાખ જમા કરાવામાં આવ્યા હતા…
ફરિયાદીને કહ્યું કે તેણે પૈસા ખાતામાં મોકલી દીધા છે અને તે આગામી 24 કલાકમાં તેના ખાતામાં જમા થઈ જશે. બાદમાં જ્યારે ફરિયાદી દક્ષિણ મુંબઈ ગયો ત્યારે તેના ભત્રીજાએ તેને ફરીથી ફોન કર્યો અને જાણ કરી કે જગમોહન નામના વ્યક્તિએ તેનું અપહરણ કર્યું છે. ભત્રીજાએ ફરિયાદીને તેના દ્વારા મોકલેલા પૈસામાંથી આ વ્યક્તિને ખંડણીની રકમ ચૂકવવા જણાવ્યું હતું. અન્યથા જગમોહન તેનો પાસપોર્ટ નષ્ટ કરી દેશે એવી ધમકીનું પણ વર્ણન કર્યું હતું. ગભરાયેલા ફરિયાદીએ તેના ભત્રીજાએ જે કહ્યું તે તરત કરી દીધું હતું.
આ સમાચાર પણ વાંચો : Mumbai: ભાજપના પૂર્વ જિલ્લા પ્રમુખે મીરા – ભાયંદરમાં સફાઈ કોન્ટ્રાક્ટમાં આટલા કરોડના કૌભાંડનો કર્યો આક્ષેપ..
જગમોહનના મિત્ર કરણના ખાતામાં સૂચના મુજબ રૂ.3.70 લાખ જમા કરાવામાં આવ્યા હતા. ચુકવણી બાદ ફરિયાદીએ તેના ભત્રીજાને ફોન કરીને જાણ કરી હતી કે તેણે ખંડણીની રકમ જમા કરાવી દીધી છે. પણ આ વખતે તેના ભત્રીજાનો અવાજ જુદો હતો. જેના કારણે ફરિયાદીનું માનવું હતું કે કંઈક ખોટું થઈ રહ્યું છે. આ પછી તેણે તેના ભત્રીજાના નિયમિત નંબર પર ચૂકવણીની પહોંચની રસીદ મોકલી. જેના પર તેના ભત્રીજાએ જવાબ આપ્યો અને પૂછ્યું કે તે શેના માટે છે. પછી ફરિયાદીએ તેમને સમગ્ર ઘટના જણાવી, જેમાં ભત્રીજાએ જવાબ આપ્યો કે હુ ઓફિસમાં મારી મિટીંગમાં જ છું, હુ ભારતમાં નથી. જે બાદ પીડિતાએ તાત્કાલિક પોલીસનો સંપર્ક કર્યો અને એફઆઈઆર નોંધાવી હતી. હાલ આ મામલે વધુ તપાસ ચાલી રહી છે.