News Continuous Bureau | Mumbai
આપણામાંથી ઘણાએ હેરી પોટર (harry Potter) ફિલ્મ જોઈ હશે. આ ફિલ્મમાં હેરી પાસે એક અદ્રશ્ય કરી દેતું એક કાપડ (invisible cloth) હોય છે. વિચારો કે વાસ્તવિક જીવનમાં ફિલ્મમાં લોકોને અદ્રશ્ય કરી દેનાર આ કપડું કોઈને મળી જાય તો શું થશે? હા, આ યુવતીના હાથમાં કાપડ છે. તે તેને ઓઢતાંની સાથે જ ગાયબ (missing) થઈ જાય છે. આ વીડિયો (Viral video) જોયા પછી તમને તમારી આંખો પર વિશ્વાસ નહીં આવે.
You can get invisible with the help of this Japanese cloak technology. #invisiblewoman pic.twitter.com/TGIw8qRbEb
— Jyotsana (@JyotsanaMelborn) November 17, 2022
આ વીડિયોમાં તમે જોઈ શકો છો કે એક યુવતી કેમેરા (Camera) ની સામે ઉભી છે. તેના હાથમાં કપડું છે. તે આ કપડું પોતાની કમરની આસપાસ લપેટી લે છે. અને પછી તેનું અડધું શરીર અદૃશ્ય થઈ જાય છે. પછી તે ધીમે ધીમે આ કપડાથી પોતાનું આખું શરીર ઢાંકી લે છે. પરિણામે, તેનું આખું શરીર અદૃશ્ય થઈ જાય છે. પછી તે ગાયબ થઈ ગઈ હોવાનો પુરાવો આપવા માટે તેના માથા પરથી કપડું નીચે ખેંચે છે. પછી માત્ર તેનું માથું જ દેખાય છે પરંતુ તેનું બાકીનું શરીર ગાયબ જ રહે છે. પરંતુ આ ચમત્કાર થાય છે કેવી રીતે?
આ સમાચાર પણ વાંચો: ચાણક્ય નીતિ: વ્યક્તિનો જ્યારે ખરાબ સમય આવે ત્યારે આ 3 વાતો રાખો ધ્યાન, મળશે દરેક સમસ્યાનું સમાધાન..
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, જાપાની સંશોધકોએ એક એવા કાપડની શોધ કરી છે જે વસ્તુઓને ગાયબ કરી દે છે. અને કહેવાય છે કે આ કપડાના કારણે યુવતી ગાયબ થઈ ગઈ હતી.. આ કાપડને ઇનવિઝિબલ ક્લૉક કહેવામાં આવે છે. આ વીડિયો હાલમાં ઈન્ટરનેટ પર વાયરલ થઈ રહ્યો છે. આ વિડીયો જોયા પછી બધા ચોંકી ગયા છે.
Join Our WhatsApp Community