Site icon News Continuous Bureau | Mumbai

હેરી પોટરની ચાદર ખરેખર બની ગઈ?? પહેરી લેશો તો અદ્રશ્ય થઇ જશો, જાપાનીઓની શોધ..  જુઓ વિડિયો

 News Continuous Bureau | Mumbai

આપણામાંથી ઘણાએ હેરી પોટર (harry Potter) ફિલ્મ જોઈ હશે. આ ફિલ્મમાં હેરી પાસે એક અદ્રશ્ય કરી દેતું એક કાપડ (invisible cloth) હોય છે. વિચારો કે વાસ્તવિક જીવનમાં ફિલ્મમાં લોકોને અદ્રશ્ય કરી દેનાર આ કપડું કોઈને મળી જાય તો શું થશે? હા, આ યુવતીના હાથમાં કાપડ  છે. તે તેને ઓઢતાંની સાથે જ ગાયબ (missing) થઈ જાય છે. આ વીડિયો (Viral video) જોયા પછી તમને તમારી આંખો પર વિશ્વાસ નહીં આવે.  

Join Our WhatsApp Channel

 

આ વીડિયોમાં તમે જોઈ શકો છો કે એક યુવતી કેમેરા (Camera) ની સામે ઉભી છે. તેના હાથમાં કપડું છે. તે આ કપડું પોતાની કમરની આસપાસ લપેટી લે છે. અને પછી તેનું અડધું શરીર અદૃશ્ય થઈ જાય છે. પછી તે ધીમે ધીમે આ કપડાથી પોતાનું આખું શરીર ઢાંકી લે છે. પરિણામે, તેનું આખું શરીર અદૃશ્ય થઈ જાય છે. પછી તે ગાયબ થઈ ગઈ હોવાનો પુરાવો આપવા માટે તેના માથા પરથી કપડું નીચે ખેંચે છે. પછી માત્ર તેનું માથું જ દેખાય છે પરંતુ તેનું બાકીનું શરીર ગાયબ જ રહે છે. પરંતુ આ ચમત્કાર થાય છે કેવી રીતે?

આ સમાચાર પણ વાંચો: ચાણક્ય નીતિ: વ્યક્તિનો જ્યારે ખરાબ સમય આવે ત્યારે આ 3 વાતો રાખો ધ્યાન, મળશે દરેક સમસ્યાનું સમાધાન.. 

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, જાપાની સંશોધકોએ એક એવા કાપડની શોધ કરી છે જે વસ્તુઓને ગાયબ કરી દે છે. અને કહેવાય છે કે આ કપડાના કારણે યુવતી ગાયબ થઈ ગઈ હતી.. આ કાપડને ઇનવિઝિબલ ક્લૉક કહેવામાં આવે છે.  આ વીડિયો હાલમાં ઈન્ટરનેટ પર વાયરલ થઈ રહ્યો છે. આ વિડીયો જોયા પછી બધા ચોંકી ગયા છે. 

Fuel Crisis Rationing યુદ્ધના કારણે ફરી ઈંધણ સંકટ પેટ્રોલ પંપો પર લિમિટ લાગુ, અહીં માત્ર 30 લિટર પેટ્રોલ અને ડીઝલ મળશે..
WhatsApp New Feature ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપમાં મોટો ફેરફાર, એન્ડ્રોઇડ યુઝર્સને પણ મળશે આઇફોન જેવો પ્રીમિયમ લૂક
ChatGPT Safety Controversy Deepens શું તમે પણ ChatGPT નો ઉપયોગ કરો છો તો સાવધાન AI ની સેફ્ટી અને પ્રાઈવસી પર છેડાયો મોટો વિવાદ!
Anthropic Claude Hacks ChatGPT AI એ જ કરી દીધો AI પર એટેક! એન્થ્રોપિકના Claude ની મદદથી હેક થઈ ગયું ChatGPT, સામે આવ્યા મોટા સિક્યોરિટી લૂપહોલ્સ
Exit mobile version