News Continuous Bureau | Mumbai
WhatsApp: સોશિયલ મીડિયા પ્લેટફોર્મ વોટ્સએપ ટૂંક સમયમાં જ નવા અપડેટ ( Update ) લઈને આવી રહ્યું છે, જે તેના યુઝર્સના અનુભવને વધુ વધારશે. તાજેતરમાં, કંપનીએ વ્યુ વન્સ મોડમાં ( View Once mode ) સ્ક્રીનશૉટ્સને ( screenshots ) બ્લૉક કરવાથી લઈને ગ્રુપ કૉલમાં ( group call ) 31 સભ્યોને ઉમેરવા સુધીની ઘણી નવી સુવિધાઓ ઉપલબ્ધ કરાવી છે. ત્યારે હવે કંપની ટૂંક સમયમાં વધુ એક નવું ફીચર લોન્ચ કરવાની તૈયારી કરી રહી છે, જે એપમાં વીડિયો પ્લેબેક પર વધુ નિયંત્રણ આપશે. આ સુવિધા યુઝર્સને યુટ્યૂબના પ્લેબેક નિયંત્રણ જેમ કે રીવાઇન્ડ અને ફાસ્ટ ફોરવર્ડ જેવા અનુભવ પ્રદાન કરશે.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, નવા વિડિયો પ્લેબેક નિયંત્રણો યુઝર્સને 10 સેકન્ડને રિવાઇન્ડ અને ફાસ્ટ ફોરવર્ડ કરવાની મંજૂરી આપશે. રિપોર્ટ અનુસાર, વીડિયો પ્લેબેક કંટ્રોલ હાલમાં માત્ર WhatsApp બીટા ટેસ્ટર્સ (Android 2.23.24) માટે જ ઉપલબ્ધ છે. જો કે, તે આગામી મહિનાઓમાં તમામ વપરાશકર્તાઓ માટે ઉપલબ્ધ કરવામાં આવી શકે છે. વીડિયો પ્લેબેક કંટ્રોલ ફીચર સિવાય, WhatsApp અન્ય એક નવા ફીચર પર કામ કરી રહ્યું છે જે પ્રાઈવસી આધારિત વૈકલ્પિક પ્રોફાઇલ છે. તે પ્રોફાઇલ ફોટા વગેરે છુપાવે છે. આ સુવિધા હેઠળ, વપરાશકર્તાઓને તેમના સંપર્કોમાં ન હોય તેવા સંપર્કો માટે અલગ ફોટો અથવા નામ સેટ કરવાની મંજૂરી આપવામાં આવે છે.
આ સમાચાર પણ વાંચો : Elvish Yadav: બિગ બોસ OTT 2 વિજેતા એલ્વિશ યાદવ ફરી વિવાદમાં! ગંભીર આરોપો સાથે નોંધાઈ FIR
વૈકલ્પિક પ્રોફાઇલ ફીચર
અહેવાલ અનુસાર, વૈકલ્પિક પ્રોફાઇલ ફીચર યુઝર્સની પ્રોફાઇલ ફોટો પ્રાઇવસી સેટિંગ્સમાં એકીકૃત કરવામાં આવશે. આ યુઝર્સને તેમના સ્પેલશ સંપર્ક માટે અલગ પ્રોફાઇલ ફોટો અને નામ સેટ કરવાની મંજૂરી આપશે. તે જ સમયે, યુઝર્સની પ્રાથમિક પ્રોફાઇલ માહિતી અન્ય લોકોથી છુપાવવામાં આવશે. આ સુવિધા હજુ કામ હેઠળ છે.