Site icon

WhatsApp Phone Number Privacy: વોટ્સએપએ બીટા ટેસ્ટર્સ માટે બહાર પાડ્યું ‘ફોન નંબર પ્રાઈવસી’ ફીચર, જાણો કેવી રીતે કરશે કામ..

WhatsApp Phone Number Privacy : હાલ WhatsApp ગ્રુપમાં કોઈપણ વ્યક્તિ અન્ય વ્યક્તિનો નંબર અને કોલ-મેસેજ સીધા જ જોઈ શકે છે. પરંતુ નવા ફીચરને કારણે હવે વોટ્સએપ ગ્રુપમાં નંબર છુપાવી શકાશે.

Whatsapp Feature : WhatsApp users can now share photos in HD, HD video option also incoming

Whatsapp Feature : WhatsApp users can now share photos in HD, HD video option also incoming

News Continuous Bureau | Mumbai

WhatsApp Phone Number Privacy: વોટ્સએપ એપ પર યુઝર્સની પ્રાઈવસી સુધારવા માટે સતત કામ કરી રહ્યું છે. દરમિયાન, કંપનીએ એન્ડ્રોઇડ અને iOS બીટા ટેસ્ટર્સ માટે ‘ફોન નંબર પ્રાઇવસી’ ફીચર બહાર પાડ્યું છે. તેની મદદથી યુઝર્સ કોમ્યુનિટી ગ્રુપમાં પોતાનો ફોન નંબર છુપાવી શકે છે. તમારો નંબર ફક્ત ગ્રુપ એડમિન અને જે લોકોએ તમારો નંબર સેવ કર્યો છે તેમને જ દેખાશે. એટલે કે જે તમને ઓળખે છે. આ અપડેટ વિશેની માહિતી વોટ્સએપના ડેવલપમેન્ટ પર નજર રાખતી વેબસાઇટ Wabetainfo દ્વારા શેર કરવામાં આવી છે.

Join Our WhatsApp Community

નવી સુવિધા ફક્ત કમ્યુનિટી ગ્રુપ માટે

નવી સુવિધા બીટા પરીક્ષકો(Beta testers) ને કમ્યુનિટી ગ્રુપમાં પ્રોફાઇલ વિભાગમાં દેખાશે. આ ફીચરને ઓન કરીને તમે તમારો મોબાઈલ નંબર અન્ય લોકોથી છુપાવી(Hide) શકો છો. આવી સ્થિતિમાં, જ્યારે પણ તમે ગ્રુપમાં પ્રતિક્રિયા આપો છો, ત્યારે કોઈ તમારો નંબર જોઈ શકશે નહીં. તમને જણાવી દઈએ કે, ઘણા લોકોને કોમ્યુનિટી ગ્રુપમાં રિએક્શન ફીચર મળવાનું શરૂ થઈ ગયું છે. નવું ફીચર માત્ર કોમ્યુનિટી ગ્રુપ (Community group) માટે છે અને ગ્રુપ એડમિનનો નંબર હંમેશા દેખાશે. જો તમે કોઈ વ્યક્તિનો નંબર મેળવવા માંગો છો જેણે નંબર હાઇડ કર્યો છે, તો તમારે પહેલા એક રિકવેસ્ટ મોકલવી પડશે, જેને સ્વીકાર્યા પછી તમને તમારી સામેની વ્યક્તિનો નંબર મળશે.

હાલમાં, ફોન નંબર પ્રાઇવેસી સુવિધા ફક્ત કમ્યુનિટી ગ્રુપ્સ માટે છે, જે કંપની આગામી સમયમાં અન્ય ગ્રુપ માટે પણ શરૂ કરી શકે છે.

દરેક જણ યુઝરનેમ ફીચરની રાહ જોઈ રહ્યા છે

WhatsApp યુઝરનેમ ફીચર (Username feature) પર કામ કરી રહ્યું છે. તે ટ્વિટર અને ઇન્સ્ટાગ્રામ જેવું જ હશે. તેની મદદથી તમે તમારો મોબાઈલ નંબર છુપાવી શકશો અને યુઝરનેમની મદદથી તમે લોકોને કોન્ટેક્ટ્સમાં એડ કરી શકશો. આ સિવાય કંપની ઘણા નવા ફીચર્સ પર કામ કરી રહી છે જેથી યુઝર એક્સપીરિયન્સને બહેતર બનાવી શકાય.
આ સમાચાર પણ વાંચો:  Somvati Amavasya 2023: આ તારીખે છે હરિયાળી અમાસ, બની રહ્યા ત્રણ શુભ યોગ, આ ઉપાય કરવાથી મળશે પિતૃદોષથી મુક્તિ

Flipkart Sale: ફ્લિપકાર્ટ સેલમાં થશે ડિસ્કાઉન્ટ નો વરસાદ, આ ફોન પર મળશે ભારે છૂટ, જાણો શું છે ઓફર
IoT Technology: ગુજરાતની FSL ખાતે IOT ટેકનોલોજી થી હિટ એન્ડ રન કેસોમાં દેશવ્યાપી શોધખોળ
Apple: એપલ પ્રેમીઓ માટે સારા સમાચાર, આ તારીખે લોન્ચ થશે આઇફોન 17 સીરીઝ
Submerged city: પાણીમાં ડૂબેલું આ શહેર વૈજ્ઞાનિકોએ શોધ્યું; 8,500 વર્ષ જૂના સ્થળ પરથી મળી અનેક વસ્તુઓ
Exit mobile version