News Continuous Bureau | Mumbai
WhatsApp Plus subscription વોટ્સએપ (WhatsApp) યુઝર્સ માટે એક મોટા સમાચાર સામે આવ્યા છે. હવે યુઝર્સ માત્ર ૩ ચેટ પિન કરવાની મર્યાદાથી મુક્તિ મેળવી શકશે. કંપની દ્વારા વોટ્સએપ પ્લસ (WhatsApp Plus) સબ્સ્ક્રિપ્શન રજૂ કરવામાં આવ્યું છે, જેની મદદથી યુઝર્સ એકસાથે ૨૦ ચેટ્સ સુધી પિન કરીને પોતાની જરૂરી વાતચીત હંમેશા ઇનબોક્સમાં સૌથી ઉપર રાખી શકશે.
WhatsApp Plus subscription s – ફ્રી યુઝર્સ માટે ૩ ચેટની મર્યાદા યથાવત, પ્રીમિયમમાં મળશે ૨૦ ચેટ પિન કરવાની સુવિધા
સામાન્ય ફ્રી વર્ઝન (Free version) નો ઉપયોગ કરતા યુઝર્સ માટે ચેટ પિન કરવાની મર્યાદા હજુ પણ માત્ર ૩ ચેટ સુધી જ સીમિત રાખવામાં આવી છે. જો કે, જે યુઝર્સ વોટ્સએપ પ્લસ સબ્સ્ક્રિપ્શન (WhatsApp Plus subscription) ખરીદશે તેમને ૨૦ ચેટ્સ સુધી પિન કરવાની એક્સક્લુઝિવ સુવિધા મળશે. જે લોકો રોજબરોજ અનેક જરૂરી પ્રોફેશનલ કે પર્સનલ ચેટ્સ હેન્ડલ કરે છે તેમના માટે આ ફીચર અત્યંત ઉપયોગી સાબિત થશે.
WhatsApp Plus subscription – કેવી રીતે કામ કરશે ચેટ પિન કરવાની પ્રક્રિયા (Process)?
ચેટ પિન કરવાની રીત એકદમ સરળ અને અગાઉની જેમ જ છે. યુઝરે ફક્ત ચેટ લિસ્ટમાં જઈને કોઈપણ ચેટ પર થોડી સેકન્ડ માટે દબાવી રાખવાનું રહેશે (Long press). ત્યારબાદ સ્ક્રીનની ઉપર દેખાતા પિન આઈકન (Pin icon) પર ટેપ કરવાનું રહેશે. આ પ્રક્રિયા બાદ પિન કરેલી ચેટ હંમેશાં ઇનબોક્સની ટોચ પર દેખાશે, જેથી વારંવાર ચેટ્સ શોધવી નહીં પડે.
WhatsApp Plus subscription – રૂ. ૭૯ ના માસિક પ્લાનમાં મળશે અન્ય શાનદાર પર્સનલાઈઝેશન (Personalization) ફીચર્સ
આ વોટ્સએપ પ્લસ સબ્સ્ક્રિપ્શનની કિંમત માત્ર ૭૯ રૂપિયા પ્રતિ માસ રાખવામાં આવી છે. આ પેઈડ સબ્સ્ક્રિપ્શનમાં યુઝર્સને માત્ર ૨૦ ચેટ પિન કરવાની જ નહીં, પરંતુ સ્પેશિયલ ઇફેક્ટ્સવાળા એક્સક્લુઝિવ સ્ટિકર્સ (Exclusive stickers), નવી થીમ્સ અને યુનિક એપ આઈકન્સ (Custom app icons) જેવા ફીચર્સ પણ મળશે, જેનાથી એપનો લુક બદલી શકાશે.
👉 આ સમાચાર વાચો:
Yaganti Nandi Temple Mystery આંધ્રપ્રદેશનું રહસ્યમય યાગંતી મંદિર, જ્યાં નંદીની મૂર્તિ સતત વધી રહી છે, કળિયુગના અંત સાથે જોડાયેલી છે માન્યતા