News Continuous Bureau | Mumbai
World Fastest internet: ઈન્ટરનેટ ( Internet ) ક્ષેત્રે ચીને ( China ) એક નવો માઈલસ્ટોન હાંસલ કર્યો છે. ખરેખર, ચીને તેના કેટલાક શહેરોમાં વિશ્વનું સૌથી ઝડપી ઇન્ટરનેટ ( World Fastest Internet ) લોન્ચ કર્યું છે. તેની સ્પીડ એટલી છે કે તમે માત્ર એક સેકન્ડમાં HD ક્વોલિટીમાં ( HD quality ) 150 મૂવી ટ્રાન્સમિટ કરી શકો છો. આ ઈન્ટરનેટ નેટવર્ક ( Internet network ) 1.2TB ની ઝડપે એટલે કે 1200 ગીગાબાઈટ દર સેકન્ડે ડેટા ટ્રાન્સફર કરી શકે છે. સાઉથ ચાઈના મોર્નિંગ પોસ્ટ અનુસાર, આ ઈન્ટરનેટ સ્પીડ હાલની મોટી ઈન્ટરનેટ સ્પીડ કરતા 10 ગણી ઝડપી છે. આ પ્રોજેક્ટ પર ચાર કંપનીઓએ સાથે મળીને કામ કર્યું છે, જેમાં સિંઘુઆ યુનિવર્સિટી, ચાઇના મોબાઇલ, હુવેઇ ટેક્નોલોજીસ અને સર્નેટ કોર્પોરેશનનો સમાવેશ થાય છે.
રિપોર્ટ અનુસાર, ચીનનું આ હાઈ-સ્પીડ ઈન્ટરનેટ નેટવર્ક ચીનના 3,000 કિમી વિસ્તારમાં ફેલાયેલું છે અને તે બેઈજિંગ, વુહાન અને ગુઆંગઝૂને ઓપ્ટિકલ ફાઈબર કેબલિંગ સિસ્ટમ દ્વારા જોડે છે. તમને જણાવી દઈએ કે, ચીનનું આ નેટવર્ક વિશ્વનું સૌથી ઝડપી ઈન્ટરનેટ પ્રદાન કરતું નેટવર્ક બની ગયું છે. વિશ્વના મોટાભાગના ઈન્ટરનેટ બેકબોન નેટવર્ક માત્ર 100 ગીગાબીટ પ્રતિ સેકન્ડના દરે કાર્ય કરે છે. યુનાઇટેડ સ્ટેટ્સે પણ તાજેતરમાં 400 ગીગાબીટ્સ પ્રતિ સેકન્ડના તેના પાંચમી જનરેશન (5G) ના ઇન્ટરનેટ-2 પર સ્વિચ કર્યું છે.
એક સેકન્ડમાં 150 ફિલ્મોની સાઈઝની ફાઈલ ટ્રાન્ફર થઈ શકશે….
બેઇજિંગ-વુહાન-ગુઆંગઝોઉ જોડાણ એ ચીનના ભાવિ ઇન્ટરનેટ ટેક્નોલોજી ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો એક ભાગ છે, જે એક દાયકા લાંબી પહેલ અને ચાઇના નેશનલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ નેટવર્ક (CERNET) ના નવીનતમ વિકાસ છે. આ નેટવર્ક જુલાઈમાં સક્રિય થયું હતું અને ગયા સોમવારે સત્તાવાર રીતે લોન્ચ કરવામાં આવ્યું હતું. આ ચાઈનીઝ નેટવર્કે તમામ કસોટીઓ પાસ કરી છે અને વિશ્વસનીય કામગીરી બજાવી છે. મતલબ કે આ ઈન્ટરનેટ કનેક્શનમાં કોઈ સમસ્યા જોવા મળી નથી.
આ સમાચાર પણ વાંચો : Bigg boss 17: બિગ બોસ 17 ના ઘરમાં અંકિતા લોખંડે અને વિકી જૈન ના સંબંધમાં આવી ખટાશ, એકબીજા પર દોષારોપણ કરતા કહી આવી વાત
બેઇજિંગ-વુહાન-ગુઆંગઝોઉ કનેક્શનની ક્ષમતાનું વર્ણન કરતાં, હુવેઇ ટેક્નોલોજીના વાઇસ પ્રેસિડેન્ટ વાંગ લેઇએ જણાવ્યું હતું કે આ નેટવર્ક માત્ર એક સેકન્ડમાં 150 હાઇ-ડેફિનેશન મૂવીની સમકક્ષ ડેટા ટ્રાન્સફર કરવામાં સક્ષમ છે. એટલે કે એક સેકન્ડમાં 150 ફિલ્મોની સાઈઝની ફાઈલ અહીંથી બીજે ક્યાંક મોકલી શકાય છે.