News Continuous Bureau | Mumbai
આમ તો શાઓમી તેના સ્માર્ટ ફોન માટે લોકોની પસંદગીમાં મોખરે છે. ત્યારે ટેલિવીઝન ઇન્ડસ્ટ્રીમાં પણ તેમણે ડગ માંડ્યુ છે. જી હા Xiaomiએ સસ્તા કિંમતવાળા ત્રણ ટીવી લોન્ચ કર્યા છે. કંપનીના જણાવ્યા અનુસાર, નવી ટીવી સીરીઝમાં ઘણા ખાસ ફીચર્સ જોવા મળશે. ગ્રાહકોને આ શ્રેણીમાં 4K HDR ગુણવત્તાયુક્ત ચિત્ર મળશે.
Xiaomiએ લોન્ચ કરેલા નવા ટીવીની કિંમત અને વિશિષ્ટતાઓ વિશે જાણો
આ ટીવીને 31,499 રૂપિયાની પ્રારંભિક કિંમતે લોન્ચ કરવામાં આવી છે. આ શ્રેણીમાં, 55-ઇંચ, 50-ઇંચ અને 43-ઇંચની સ્ક્રીન સાઇઝના વિકલ્પો ઉપલબ્ધ હશે. 55-ઇંચ સ્ક્રીન સાઇઝવાળા વેરિઅન્ટની કિંમત 47,999 રૂપિયા છે. તમે આ ટીવીને રૂ. 45,999ની કિંમતે ખરીદી શકશો.
આ સમાચાર પણ વાંચો : સારા સમાચાર! આ તારીખથી મુંબઈ અને નાગપુર વચ્ચે સ્પેશિયલ ટ્રેન દોડશે, જાણો સમય અને સ્ટોપેજ વિશે
Xiaomi Smart TV X Pro શ્રેણીમાં 4K HDR ડિસ્પ્લે ઉપલબ્ધ છે. સ્ક્રીન ડોલ્બી વિઝન IQ અને vivid પિક્ચર એન્જિન 2 સાથે આવે છે. તમને આમાં શ્રેષ્ઠ ઓડિયો અનુભવ મળશે. તેમાં 40W સ્પીકર્સ ઉપલબ્ધ છે. તમે ત્રણ સ્ક્રીન સાઇઝમાં ટીવી ખરીદી શકો છો.
આ ઉપરાંત Xiaomiએ ભારતીય બજારમાં તેની નવી પ્રોડક્ટ્સ લોન્ચ કરી છે. કંપનીએ સ્માર્ટર લિવિંગ ઇવેન્ટમાં નવી ટીવી શ્રેણી, એર પ્યુરિફાયર, રોબોટ વેક્યુમ ક્લીનર અને ટ્રીમર લોન્ચ કર્યા છે.