Site icon

યોગા ડે વોટ્સએપ સ્ટિકર્સ; આ રીતે ડાઉનલોડ કરી શકાય છે.

Yoga Day 2023 Whatsapp Stickers: તમે આ સ્ટીકર્સને WhatsApp પરથી પણ ડાઉનલોડ કરી શકો છો. અથવા તમે Google Play Store પર જઈને તમારા સ્માર્ટફોનમાં સ્ટિકર્સ એપ ડાઉનલોડ કરી શકો છો અને આ સ્ટિકર્સ તમારા મિત્રોને મોકલી શકો છો.

Yoga Day WhatsApp Stickers; Can be downloaded like this.

Yoga Day WhatsApp Stickers; Can be downloaded like this.

News Continuous Bureau | Mumbai

Yoga Day 2023 Whatsapp Stickers: દર વર્ષની જેમ આ વર્ષે પણ 21 જૂને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ 2023 ( World Yoga Day 2023) ઉજવવામાં આવશે . ભારત સહિત વિશ્વના તમામ દેશો 21 મી જૂને યોગ દિવસની ઉત્સાહભેર ઉજવણી કરે છે. આ દિવસની શરૂઆત સૌપ્રથમ 2015 માં કરવામાં આવી હતી. આ માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સપ્ટેમ્બર 2014 માં સંયુક્ત રાષ્ટ્રની એસેમ્બલીમાં ભાષણ આપ્યું હતું, જેમાં તેમણે તમામ દેશોના પ્રતિનિધિઓની સામે યોગ દિવસની ઉજવણી કરવાનો પ્રસ્તાવ મૂક્યો હતો. ત્યારે તેમણે કહ્યું હતું કે યોગ એ ભારતની ભેટ છે અને તેનાથી સમગ્ર વિશ્વના નાગરિકોના સ્વાસ્થ્યમાં મદદ મળશે. ત્યારે આ પ્રસ્તાવનો સ્વીકાર કરવામાં આવ્યો હતો અને યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે, તમે તમારા મિત્રો સાથે ભારતીય ભાષામાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ સંબંધિત સ્ટીકરો (Yoga Day 2023 Whatsapp Stickers) શેર કરી શકો છો. તમે આ સ્ટીકર્સને WhatsApp અથવા Google Play Store પર જઈને પણ ડાઉનલોડ કરી શકો છો.

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો: મુખ્યમંત્રી એકનાથ શિંદે બકરી ઈદ માટે લીધો ‘આ’ મોટો નિર્ણય

તમારા સ્માર્ટફોનમાંથી આ રીતે મોકલો સ્ટીકરો..

સૌથી પહેલા તમારા મોબાઈલમાં વોટ્સએપ પર જાઓ અને તેને ઓપન કરો. આ પછી, તમે જે મિત્રને સ્ટીકર મોકલવા માંગો છો તેની ચેટ ખોલો અને ટેક્સ્ટ બાર પરના ઇમોટિકન આઇકોન પર ક્લિક કરો. આ કર્યા પછી જમણી બાજુએ પ્લસ (‘+’) આઇકોન પર ક્લિક કરો. અહીંયા સ્ટીકર લાઇબ્રેરી આવશે. જ્યાં ઘણા બધા સ્ટીકરો દેખાશે. તે પછી ‘ગેટ મોર સ્ટીકર્સ’ (Get More) નામના વિકલ્પ પર ક્લિક કરો. આ પછી તમે સીધા પ્લે સ્ટોર પર જઈ શકો છો. તે પછી એપ ડાઉનલોડ કરો અને તમે તમારી પસંદગીના સ્ટિકર્સ ડાઉનલોડ કરી શકો છો. તમે આ સ્ટીકરોને તમારી ફોન લાઇબ્રેરીમાં ઉમેરી શકો છો. આ પછી તમે તમારા મિત્રોને જોઈતા સ્ટિકર્સ મોકલી શકો છો.

iPhone માંથી યોગ દિવસ 2023 WhatsApp સ્ટિકર્સ મોકલવાની પ્રક્રિયા

જો તમે iPhone યુઝર છો, તો પ્રક્રિયા નીચે મુજબ છે…
તમારા iPhone પર જાઓ અને WhatsApp ખોલો. આ પછી ટેક્સ્ટ બાર પર જાઓ અને સ્ટીકર આઇકોન પર ક્લિક કરો. આ સ્ટીકર લાઇબ્રેરીમાં પ્લસ (‘+’) આઇકોન પર ક્લિક કરો. આ પછી તમે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ 2023 માટેના તમામ સ્ટીકર વિકલ્પો જોશો. આ પછી તમે ઉપલબ્ધ સ્ટીકરોના આ સ્ટોકને ડાઉનલોડ કરીને તેનો ઉપયોગ કરી શકો છો.

Mobile Number: મોબાઈલ નંબર તમારો છે, તો પણ આપવું પડશે ‘પ્રુફ’; જાણો શું છે સરકારનો આ નવો ઉપક્રમ
Flipkart Sale: ફ્લિપકાર્ટ સેલમાં થશે ડિસ્કાઉન્ટ નો વરસાદ, આ ફોન પર મળશે ભારે છૂટ, જાણો શું છે ઓફર
IoT Technology: ગુજરાતની FSL ખાતે IOT ટેકનોલોજી થી હિટ એન્ડ રન કેસોમાં દેશવ્યાપી શોધખોળ
Apple: એપલ પ્રેમીઓ માટે સારા સમાચાર, આ તારીખે લોન્ચ થશે આઇફોન 17 સીરીઝ
Exit mobile version