News Continuous Bureau | Mumbai
Whatsapp PNR Status Check: મેટાની લોકપ્રિય ચેટિંગ એપ વોટ્સએપનો ઉપયોગ માત્ર ચેટિંગ માટે જ નહીં પરંતુ અન્ય ઘણા હેતુઓ માટે પણ થઈ રહ્યો છે. વોટ્સએપ પાસે હાલ તેનો વિશાળ યુઝર બેઝ છે. દરેક બીજા સ્માર્ટફોન યુઝરના ફોનમાં હવે WhatsApp એપનો ઉપયોગ થતો હોય છે. આ જ કારણ છે કે ઘણી કંપનીઓએ પોતાના યુઝર્સ સાથે કનેક્ટ થવા માટે હવે વોટ્સએપનો ઉપયોગ કરવાનું શરૂ કર્યું છે. જો તમે પણ ટ્રેનમાં મુસાફરી કરો છો તો તમારે હવે PNR સ્ટેટસ ચેક કરવાની ચિંતા કરવાની જરૂર નથી.
Whatsapp PNR Status Check: Relofy IRCTC ના અધિકૃત પ્રીમિયમ ભાગીદારમાંની એક કંપની છે.
Relofy IRCTC ના અધિકૃત પ્રીમિયમ ભાગીદારમાંની એક કંપની છે. મુસાફરો આ WhatsApp ચેટબોટ ( WhatsApp chatbot ) પરથી PNR સ્ટેટસ, લાઈવ ટ્રેન સ્ટેટસ, અગાઉના રેલ્વે સ્ટેશનની માહિતી, આગામી સ્ટેશનની માહિતી અને ટ્રેનની મુસાફરીની માહિતી મેળવી શકે છે.
આ સમાચાર પણ વાંચો: Deepfake video: મુકેશ અંબાણી અને ઈન્ફોસિસના નારાયણ મૂર્તિનો ડીપફેક વીડિયો વાયરલ થયા બાદ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝે હવે મુંબઈ સાયબર પોલીસમાં ફરિયાદ નોંધાવી.
WhatsApp પર ટ્રેનનું PNR સ્ટેટસ કેવી રીતે ચેક કરવું
-આ માટે તમારે સૌથી પહેલા Railofy નો WhatsApp ચેટબોટ નંબર
9881193322 તમારા ફોનમાં સેવ કરવો પડશે.
-હવે તમારે WhatsApp ખોલવું પડશે.
-તમારે Railofy ના WhatsApp ચેટબોટ નંબર સાથે ચેટ પેજની મુલાકાત લેવાની રહેશે.
-હવે તમારે તમારો 10 અંકનો PNR નંબર ( PNR No ) લખીને મેસેજ મોકલવો પડશે.
-મેસેજ મોકલ્યા પછી અને માન્ય પીએનઆર નંબર હોવા પર, તમને જવાબમાં તમામ વિગતો મળી જશે.