News Continuous Bureau | Mumbai
લોકપ્રિય વીડિયો સ્ટ્રીમિંગ (Video streaming) પ્લેટફોર્મ યુટ્યુબ (Youtube) તેના પ્લેટફોર્મ પર એક નવો અને ખાસ ફેરફાર કરવા જઈ રહ્યું છે. યુટ્યુબ શોર્ટ્સ (YouTube shorts) માટે શોપિંગ ફીચર (Shopping feature) ટૂંક સમયમાં લોન્ચ કરવામાં આવશે. આ સુવિધા ગ્રાહકોને affiliate માર્કેટિંગ અને શોર્ટ્સ (Marketing and shorts) સાથે ટૅગ કરેલા ઉત્પાદનો ખરીદવાની મંજૂરી આપશે. જેને કારણે દર્શકો માટે ખરીદી કરવાનું સરળ બનાશે.
ટૂંક સમયમાં તમે YouTube Shorts વડે ખરીદીનો આનંદ માણી શકશો
યુટ્યુબના નવા ફીચર (New feature) પરથી અનુમાન લગાવી શકાય છે કે આ પ્લેટફોર્મ ટૂંક સમયમાં ઈ-કોમર્સ સેક્ટરમાં (e-commerce sector) પણ પોતાનો હાથ અજમાવવા માટે તૈયાર છે. આ સુવિધા હાલમાં યુ.એસ.માં (USA) રોલઆઉટ થઈ રહી છે. યુએસ, ભારત, બ્રાઝિલ, કેનેડા અને ઓસ્ટ્રેલિયા જેવા દેશોમાં આ ફીચરનું પરીક્ષણ કરવામાં આવી રહ્યું છે.
આ સમાચાર પણ વાંચો: જ્યોતિષ: આ રાશિના લોકો જન્મથી જ બની જાય છે કરોડોની સંપત્તિના માલિક, કુબેર દેવ હંમેશા દયાળુ રહે છે