આજે તારીખ 16:04:2023 – જાણો આજનું રાશિ ભવિષ્ય અને પંચાંગ

આજનું રાશિ ભવિષ્ય અને પંચાંગ

by Dr. Mayur Parikh
Panchang Jyotish

News Continuous Bureau | Mumbai

આજનો દિવસ
૧૬ એપ્રિલ ૨૦૨૩, રવિવાર

“તિથિ” – ચૈત્ર વદ અગિયારસ, વિ. સંવત ૨૦૭૯

“દિન મહીમા”
વરૂથીની એકાદશી-સાકરટેટી, શ્રીવલ્લભાચાર્ય જયંતિ, દગ્ધયોગ ૧૮:૧૬ થી, પંચક, શ્રીમહાપ્રભુજી પ્રાગટયોત્સવ-ચંપારણ, વૈધૃતિ મહાપાત ૨૪:૫૮ થી ૨૮:૪૯

“સુર્યોદય” – ૬.૨૨ (મુંબઈ)

“સુર્યાસ્ત” – ૬.૫૪ (મુંબઈ)

“રાહુ કાળ” – ૧૭.૨૧ થી ૧૮.૫૫

“ચંદ્ર” – કુંભ
આજે જન્મેલા બાળકની રાશી કુંભ રહેશે.

“નક્ષત્ર” – શતભિષ

“ચંદ્ર વાસ” – પશ્ચિમ
દક્ષિણ-પશ્ચિમ સુખદાયક તથા ઉત્તર-પૂર્વ કષ્ટદાયક પ્રવાસ થાય.

દિવસનાં ચોઘડિયા
ચલઃ ૭.૫૬ – ૯.૩૦
લાભઃ ૯.૩૦ – ૧૧.૦૪
અમૃતઃ ૧૧.૦૪ – ૧૨.૩૮
શુભઃ ૧૪.૧૩ – ૧૫.૪૭

રાત્રીનાં ચોઘડિયા
શુભઃ ૧૮.૫૫ – ૨૦.૨૧
અમૃતઃ ૨૦.૨૧ – ૨૧.૪૬
ચલઃ ૨૧.૪૬ – ૨૩.૧૨
લાભઃ ૨૬.૦૪ – ૨૭.૩૦
શુભઃ ૨૮.૫૫ – ૩૦.૨૧

રાશી ભવિષ્ય

“મેષઃ” (અ,લ,ઇ)-
નકારાત્મક વિચારો ટાળવા સલાહ છે, દિવસ મધ્યમ રહે.

“વૃષભઃ” (બ,વ,ઉ)-
ધીમી પ્રગતિ જોવા મળે, કામકાજમાં સફળતા મળે.

“મિથુનઃ”(ક, છ, ઘ)-
ધંધો રોજગાર શોધતા મિત્રો માટે શુભ, પ્રગતિકારક દિવસ.

“કર્કઃ”(ડ,હ)-
પોઝિટિવ વિચારોથી આગળ વધશો તો અવશ્ય કાર્યસિદ્ધિ મળશે.

“સિંહઃ”(મ,ટ)-
ઘણા સમય થી રાહ જોઈ રહ્યા હોય તેવી બાબતો સામે આવે.

“કન્યાઃ”(પ,ઠ,ણ)-
અંગત સંબંધોમાં સારું રહે, મનની વાત વ્યક્ત કરી શકો.

“તુલાઃ”(ર,ત)-
સવાર બાજુ દોડધામ રહે, સાંજ ખુશનુમા વીતે, શુભ દિન.

“વૃશ્ચિકઃ”(ન,ય)-
ઉચ્ચ અભ્યાસ કરવા ઇચ્છતા મિત્રોને સારી તક પ્રાપ્ત થાય.

“ધનઃ”(ભ,ફ,ધ,ઢ)-
આધ્યાત્મિક ચિંતન થાય, મનોમંથન કરી શકો, શુભ દિન.

“મકરઃ”(ખ,જ)-
વિલંબ થી પણ તમને કાર્ય માં સફળતા મળે, અંતરાય દૂર થાય.

“કુંભઃ”(ગ,શ,સ,ષ)-
તમે તમારી જાત સાથે રહી શકો, મનોમંથન કરી શકો.

“મીનઃ”(દ, ચ, ઝ, થ)-
તમારી પ્રગતિના દરવાજા ખુલતા જણાય, અંતરાયો દૂર થાય.

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More