ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 22, સપ્ટેમ્બર 2021
બુધવાર.
મુંબઈને અડીને આવેલા પાલઘર જિલ્લાના વસઈ વિસ્તારમાં સ્થિત સુરુચી બાગ નજીક બેનપટ્ટી કિનારે 30 ફૂટ લાંબી અને 12 ફૂટ પહોળી વ્હેલ મૃત હાલતમાં મળી આવી છે. આ ઘટના મંગળવાર 21 સપ્ટેમ્બરની સાંજે ઘટી હોવાનું કહેવામાં આવી રહ્યુ છે. મૃત વ્હેલ માછલીની માહિતી મળતાં જ સ્થાનિક પોલીસે તાત્કાલિક વન વિભાગ અને વસઈ-વિરાર મ્યુનિસિપલ કોર્પોરેશનને જાણ કરી હતી.
વ્હેલ મૃત મળી આવ્યા પછી ત્રણેય વહીવટીતંત્રે માછલીનું શબ પરીક્ષણ કર્યું અને તેના શરીર પર ઘાના નિશાન પણ મળી આવ્યા હતા. જોકે વ્હેલ માછલી કેવી રીતે મરી ગઈ? તે હજુ સુધી જાણી શકાયું નથી. વ્હેલ માછલીના ભાગો તપાસ માટે મોકલવામાં આવ્યા છે.
ઉલ્લેખનીય છે કે વસઈના કિનારે આટલી મોટી વ્હેલ પહેલી વખત મળી આવી છે. જેથી તેને જોવા માટે આસપાસના લોકોની ભીડ ઉમટી પડી હતી. જોકે, આટલી મોટી માછલીના મોતથી પ્રાણીપ્રેમીઓમાં હલચલ મચી ગઈ છે.